નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હૈદરાબાદ પોલીસ દ્વારા સમગ્ર ભારતમાં આ સૂચના આપવામાં આવી છે કે કોલ્ડ ડ્રિંક્સનું સેવન ન કરો, કારણ કે કંપનીના એક કર્મચારીએ તેમાં ઈબોલા વાયરસથી સંક્રમિત લોહી મિક્સ કર્યું છે. વાયરલ મેસેજને NDTVના નામે શેર કરવામાં આવી રહ્યો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં મેસેજ ફેક નીકળ્યો. હૈદરાબાદ પોલીસ દ્વારા આ પ્રકારની કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી અને ન તો NDTV દ્વારા તેને સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.
વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઈન નંબર +91 9599299372 પર એક યુઝરે આ વાયરલ વીડિયો મોકલ્યો છે અને તેનું સત્ય જણાવવા વિનંતી કરી છે.
સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે આ પોસ્ટ ફેસબુક પર પણ ઘણી વાયરલ છે. ફેસબુક યુઝર “Mohd Kamil Ahmad”એ 27 જૂને આ પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે, “મહેરબાની કરીને આને બધા મિત્રોને ફોરવર્ડ કરો. સમગ્ર ભારતમાં હૈદરાબાદ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. મહેરબાની કરીને આગામી કેટલાક દિવસો સુધી કોઈ પણ કોલ્ડ ડ્રિંક જેમ કે માઝા, ફેન્ટા, 7 અપ, કોકા કોલા, માઉન્ટેન ડીઓ, પેપ્સી વગેરે પીશો નહીં કારણ કે કંપનીના કોઈ કર્મચારીએ તેમાં ઈબોલા નામના ખતરનાક વાયરસનું દૂષિત લોહી ભેળવી દીધું છે. આ સમાચાર ગઈકાલે એનડીટીવી ચેનલમાં જણાવવામાં આવ્યા હતા. મહેરબાની કરીને આ મેસેજને વહેલામાં વહેલી તકે ફોરવર્ડ કરીને મદદ કરો. આ મેસેજ તમારા પરિવારને ફોરવર્ડ કરો. આને બને એટલો શેર કરો આભાર.”
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વાયરલ મેસેજની તપાસ કરવા માટે અમે ઓપલ કીવર્ડ સર્ચ કર્યું. અમને મેસેજમાં કરવામાં આવી રહેલા દાવા સંબંધિત કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ સર્ચ દરમિયાન આ દાવો અમે 2019, 2020, 2021માં પણ શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું.
વાયરલ મેસેજને હૈદરાબાદ પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે, તેથી અમે હૈદરાબાદ પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલને સર્ચ કર્યું. અમને 13 જુલાઈ, 2019ના રોજ હૈદરાબાદ પોલીસના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલું એક ટ્વિટ મળ્યું, જેમાં વાયરલ દાવાને ફેક ગણાવ્યો છે.
તપાસને આગળ વધારતા અમે NDTVની વેબસાઈટ પર વાયરલ મેસેજ સાથે જોડાયેલા સમાચારને શોધ્યા. અમને NDTVની વેબસાઇટ પર કોલ્ડ ડ્રિંકમાં ઈબોલા દૂષિત લોહી મળી આવ્યાને લઈને કોઈ રિપોર્ટ નથી મળ્યો.
વાયરલ દાવામાં NDTVનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેથી અમે આ સંદર્ભે NDTVનો પણ સંપર્ક કર્યો હતો. NDTVના એક એડિટર દેશબંધુ સિંહે અમને જણાવ્યું હતું કે “NDTV પર આ પ્રકારનો કોઈ રિપોર્ટ પ્રકાશિત થયો નથી.”
ઈબોલા વાયરસ વિશે વધુ જાણકારી માટે અમે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ની વેબસાઇટ પર વાયરલ દાવા વિશે શોધવાની શરૂઆત કરી. વેબસાઈટ પર પ્રકાશિત રિપોર્ટ અનુસાર, “ઈબોલા વાયરસ ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો નથી. જોકે, વિશ્વના કેટલાક ભાગોમાં જંગલી પ્રાણીઓના માંસના ઉપયોગથી ફેલાઈ શકે છે.” રિપોર્ટમાં કોલ્ડ ડ્રિંક્સથી ઈબોલા વાયરસ ફેલાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ રિપોર્ટને અહીં વાંચો.
અગાઉ પણ આ જ દાવા સાથે આ મેસેજ સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થઈ ચૂક્યો છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝ દ્વારા કરવામાં આવી હતી. તમે અમારા ફેકચેક રિપોર્ટને અહીં વાંચી શકો છો.
અંતે અમે આ પોસ્ટને શેર કરનાર યુઝર Mohd Kamil Ahmadના એકાઉન્ટનું સ્કેનિંગ કર્યું. સ્કેનિંગમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરને લગભગ 4000 હજાર લોકો ફોલો કરે છે. યુઝર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ઈબોલા વાયરલને લઈને કરવામાં આવી રહેલો દાવો ફેક નીકળ્યો.
CLAIM REVIEW : કોલ્ડ ડ્રિંકમાં છે ઈબોલા વાયરસ
CLAIMED BY : Facebook user Mohd Kamil Ahmad
FACT CHECK : False
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923