Fact Check: 5000 રૂપિયાના કેશબેકના નામે વાયરલ થઈ રહેલી લિંક પર ન કરો ક્લિક, વાયરલ દાવો છે ફેક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે Paytm, Phone Pay અથવા Google Payએ આ પ્રકારની કોઈ ઓફર બહાર પાડી નથી. વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. ભૂલથી પણ આવી કોઈ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ફ્રી મોબાઈલ રિચાર્જ અને કેશબેકના નામે ઘણીવાર કોઈને કોઈ લિંક વાયરલ થતી રહે છે. આ જ સંદર્ભમાં એક લિંક વાયરલ થઈ રહી છે, જેના પર Paytm, Phone Pay અને Google Payનો લોગો પણ લાગેલો છે. એમાં એક લિંકની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે 500 રૂપિયાની નોટ પર ક્લિક કરીને 5000 રૂપિયાનું કેશબેક જીતી શકો છો.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે Paytm, Phone Pay અથવા Google Payએ આ પ્રકારની કોઈ ઓફર બહાર પાડી નથી.  વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. ભૂલથી પણ આવી કોઈ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક પેજ પ્રિયંકા દેવીએ વાયરલ લિંકને શેર કરી છે. પોસ્ટ પર 500 રુપિયાની નોટની તસવીર છે અને લખ્યું છે, “500ની નોટને ટચ કરો અને  જીતો 5000 સુધીનું કેશબેક.”

ફેસબુક પર ઘણા યુઝર્સે આ પોસ્ટને શેર કરી છે. પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા પોસ્ટની સાથે આપેલી લિંકને ધ્યાનથી જોઈ. તેનું URL (inam-yojna.online) જોવામાં જ શંકાસ્પદ લાગ્યું.

વધુ તપાસ માટે અમે લિંક પર ક્લિક કર્યું. ક્લિક કરવા પર એક પેજ ખુલ્યું, જેમાં લખ્યું હતું કે, “ભારત જન ધન યોજના દ્વારા દરેક જનતાને ખાતામાં રૂપિયા 5000 અપાશે. તમારા ખાતામાં 5000 રૂપિયા મેળવવા માટે કાર્ડને સ્ક્રેચ કરો. ભારતની બધી જનતાને ભારતીય જનતા પાર્ટી તરફથી રુપિયા 5000 ફ્રી. પૈસાને ખાતામાં લેવા માટે અહીં ક્લિક કરો.”

લિંક પર ક્લિક કરતા જ સીધું PhonePe અને Paytmનું ઓપ્શન આવ્યું. યુઝર્સને વિનંતી કરવામાં આવે છે કે આવી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, અન્યથા તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

અમે ભારતીય જનતા પાર્ટીની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને ચેક કર્યા. અમને અહીં આવી કોઈ માહિતી ન મળી.

અમે Paytm અને Google Payના સત્તાવાર એક્સ હેન્ડલ્સને ચેક કર્યા, પરંતુ અમને આવી કોઈ માહિતી ન મળી.

ફોન પેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પણ અમને આવી કોઈ માહિતી ન મળી. અમને PhonePeની વેબસાઈટ પર કેશબેક ઓફર આપતી લિંક વિશે માહિતી મળી. અહીં જણાવવામાં આવ્યું છે કે, ”કેશબેક આપવા જેવી લિંક્સ પર ક્લિક ન કરવું જોઈએ. છેતરપિંડી કરનારાઓ કેશબેક ઓફર અને સ્ક્રૅચ કાર્ડ દ્વારા યુઝર્સને ઇનામ જીતવાની લાલચ આપીને લલચાવી રહ્યા છે. કેટલાક લોકો તમને ઑફર્સ સાથે ફેક લિંક મોકલી શકે છે અથવા તમે નકલી સોશિયલ મીડિયા પેજો પર કેશબેક સંબંધિત પોસ્ટ્સ પણ જોઈ શકો છો. આ લિંક અને સોશિયલ મીડિયા પેજને PhonePeની સત્તાવાર વેબસાઇટ જેવા જ ડિઝાઈન કરવામાં આવે છે, જેથી ઠગો તમને વિશ્વાસ અપાવી શકે કે આ ઑફર અસલી છે.”

અમે આ વિશે સાયબર એક્સપર્ટ અને ભારતીય સાયબર આર્મીના સ્થાપક કિસલય ચૌધરી સાથે વાત કરી. તેમનું કહેવું છે કે, આ પોસ્ટ ફિશિંગ લિંકની સાથે વાયરલ થઈ રહી છે. આ પ્રકારની લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આ પ્રકારની લિંક પર ક્લિક કરીને તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો.

વિશ્વાસ ન્યૂઝની વેબસાઈટ પર ફેક લિંક્સ સંબંધિત ફેક્ટ ચેક રિપોર્ટ્સને વાંચી શકાય છે.

પોસ્ટ શેર કરનાર ફેસબુક પેજને અમે સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે આ પેજના 130.9K મેમ્બર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે Paytm, Phone Pay અથવા Google Payએ આ પ્રકારની કોઈ ઓફર બહાર પાડી નથી. વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. ભૂલથી પણ આવી કોઈ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ