X
X

ફેક્ટ ચેકઃ દીપિકા પાદુકોણની ત્રણ વર્ષ જૂની તસવીરને પઠાણ ફિલ્મના વિવાદ સાથે જોડીને કરવામાં આવી છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પઠાણ ફિલ્મ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર કેસરી રંગની હીલ્સ પહેરેલી દીપિકા પાદુકોણની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટને શેર કરવાના સમયથી એ પ્રતીત થઈ રહ્યું છે આ પઠાણ વિવાદ શરૂ થયા પછીની છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે દીપિકા પાદુકોણની વાયરલ તસવીર વર્ષ 2019ની છે. દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેસરી રંગની હીલ્સ પહેરી હતી, જે હવે સોશિયલ મીડિયા યુઝર્સ પઠાણ ફિલ્મને લઈને શરૂ થયેલા વિવાદ બાદ શેર કરી રહ્યા છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ડો. ઉદય સદાનંદ ખાંબેટેએ વાયરલ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, અબ ક્યા હોગા દીપિકા??? તુમ તો અંધભક્તો કો જલાને સે બાઝ નહીં આ રહી હો!!”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો. આ દરમિયાન અમને આ વાયરલ તસવીર ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં મળી. રિપોર્ટને 17 મે 2019ના રોજ પ્રકાશિત થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, વાયરલ તસવીર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસની છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અને ધ ઈન્ડિયન એક્સપ્રેસ સહિત અન્ય કેટલીક વેબસાઈટ્સે આ જ માહિતી સાથે આ તસવીર પ્રકાશિત કરી હતી.

તપાસ દરમિયાન અમને આ તસવીર દીપિકા પાદુકોણની સ્ટાઇલિશ શાલીના નથાનીના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ મળી. આ તસવીરને 17 મે 2019ના રોજ શેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાયરલ તસવીર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની છે.

વધુ વિગતો માટે અમે મુંબઈના વરિષ્ઠ એન્ટરટેનમેન્ટ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, “વાઈરલ દાવો ખોટો છે. આ તસવીર લગભગ ત્રણ વર્ષ જૂની છે અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ચર્ચામાં છે. તેના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદ વધી રહ્યો છે. લોકો ગીતમાં અભિનેત્રી દ્વારા પહેરવામાં આવેલા ભગવા રંગના કપડા સામે વાંધો ઉઠાવી રહ્યા છે અને રસ્તાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે.

આ પહેલીવાર નથી કે જ્યારે ફિલ્મ પઠાણને લઈને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાઈ હોય. આ પહેલા પણ ફિલ્મ પઠાણને લઈને ખોટા દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે, જ્યારથી તેનું ગીત ‘બેશરમ રંગ’ વિવાદમાં આવ્યું છે, ત્યારથી તેના વિશે વિવિધ દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમે આ લિંક પર ક્લિક કરીને ફિલ્મ પઠાણને સંબંધિત ફેક્ટ ચેકને વાંચી શકો છો .

અમે પોસ્ટને ખોટા દાવા સાથે શેર કરનાર યુઝર ડો. ઉદય સદાનંદની પ્રોફાઇલ સ્કેન કરી, પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી મુજબ તે મહારાષ્ટ્રનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દીપિકા પાદુકોણની વાયરલ તસવીર વર્ષ 2019ની છે. દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેસરી હીલ્સ પહેરી હતી, જે હવે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરને ફિલ્મ પઠાણ સાથે કોઈ લેવાદેવા નથી.

  • Claim Review : પઠાણનો બહિષ્કાર કરનારા લોકોને જવાબ આપવા માટે દીપિકાએ ઓરેન્જ હીલ્સ પહેરી હતી.
  • Claimed By : ડો.ઉદય સદાનંદ ખાંબેટે
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later