Fact Check: ન્યૂઝ એન્કર ચિત્રા ત્રિપાઠીનો ડીપફેક વીડિયો થયો વાયરલ
Fact Check: ન્યૂઝ એન્કર ચિત્રા ત્રિપાઠીનો ડીપફેક વીડિયો થયો વાયરલ-Fact Check: Deepfake video of news anchor Chitra Tripathi has gone viral
- By: Pallavi Mishra
- Published: Mar 11, 2024 at 06:00 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર આજતક ચેનલના એન્કર ચિત્રા ત્રિપાઠીનો એક કથિત વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ કેન્દ્ર સરકારની ટીકા કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આજતકના એન્કરનો આ વાયરલ વીડિયો ડીપફેક છે. ચિત્રા ત્રિપાઠીએ પોતે આ વીડિયોને ફેક ગણાવ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર અખિલેશ યાદવ મિશન 2027 ( INDIA ) (આર્કાઇવ લિંક)એ 3 માર્ચના રોજ આ વીડિયોને શેર કરતા લખ્યું છે, “આ સત્ય કેવી રીતે નિકળી રહ્યું છે? લાગે છે ભાજપે હારના ડરથી તેમનું પેમેન્ટ અટકાવી દીધું છે.”
તપાસ
આ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા વાયરલ વીડિયોને ધ્યાનથી જોયો. આમાં હોઠની મૂવમેન્ટ ઓડિયો સાથે મેચ થઈ રહી નથી. સાથે જ વીડિયો પર ન્યૂઝ 24નો લોગો છે, જ્યારે ચિત્રા ત્રિપાઠી આજતક ચેનલના એન્કર છે. અમને શંકા ગઈ કે આ વીડિયો એડિટેડ હોઈ શકે છે.
અમે કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું ત્યારે અમને ચિત્રા ત્રિપાઠીની 3 માર્ચના રોજ કરેલી એક રીપોસ્ટ મળી, જેમાં તેમણે આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. તેમણે આ વીડિયોને રિપોસ્ટ કરતાં લખ્યું કે, ”ફેક ન્યૂઝ છે, મારા વીડિયોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લોકો સામે કડક કાર્યવાહીની જરૂર છે.”
અમને આ પોસ્ટ સંબંધિત Latestly.com પર પણ 4 માર્ચના એક સમાચાર મળ્યા, જેમાં આ વીડિયોને ચિત્રા ત્રિપાઠીને ટાંકીને ડીપ ફેક કહેવામાં આવ્યો હતો.
આ અંગે AI એક્સપર્ટ ડૉ. અઝહર માકવેનું કહેવું છે, ”વીડિયો અને ઓડિયો મેચ કરી રહ્યા નથી, સાથે જ ઓડિયોમાં ઘણી બધી ગડમથલ છે. ઓડિયો ડીપફેક હોઈ શકે છે.”
અમે આ બાબતે સીધો ચિત્રા ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો, જેમણે આ ઓડિયોને ડીપ ફેક ગણાવ્યો.
આ પહેલા પણ ચિત્રા ત્રિપાઠીનો એક ડીપફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે, જેમાં તેમને 10 દિવસમાં 15 કિલો વજન ઘટાડવાનો દાવો કરતા બતાવવામાં આવ્યા હતા. તે ફેક પોસ્ટની તપાસ પણ વિશ્વાસ ન્યૂઝે કરી હતી, જેને અહીં વાંચી શકાય છે.
ફેક વીડિયોને શેર કરનાર ફેસબુક ગ્રુપ અખિલેશ યાદવ મિશન 2027 (INDIA)ની પ્રોફાઇલને અમે સ્કેન કરી. ગ્રુપમાં લગભગ 3 લાખ લોકો છે.
निष्कर्ष: Fact Check: ન્યૂઝ એન્કર ચિત્રા ત્રિપાઠીનો ડીપફેક વીડિયો થયો વાયરલ-Fact Check: Deepfake video of news anchor Chitra Tripathi has gone viral
- Claim Review : આજતક ચેનલના એન્કર ચિત્રા ત્રિપાઠી કેન્દ્ર સરકારની ટીકા કરી રહ્યા છે.
- Claimed By : ફેસબુક યૂઝર અખિલેશ યાદવ મિશન 2027 (INDIA)
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.