X
X

ફેક્ટ ચેક: નમાજ પઢી રહેલા લોકોનો આ વીડિયો પેરિસનો નહીં પરંતુ આ શહેરનો છે

વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં જાણ્યું કે આ વીડિયોને પેરિસ સાથે કોઈ લેવા દેવા નથી. આ વીડિયો મોસ્કોની કેથેડ્રલ મસ્જીદનો છે જ્યાં મુસ્લિમ લોકો નમાજ પઢી રહ્યા છે.

  • By: Umam Noor
  • Published: Sep 30, 2022 at 01:02 PM

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સડક પર મોટી સંખ્યામાં લોકો નમાજ પઢી રહ્યા છે. હવે લોકો આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, આ વીડિયો ફ્રાન્સના પેરિસનો છે, વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી તો સામે આવ્યું દે આ દાવો ખોટો છે.

આ વાયરસ વીડિયોને પેરિસ સાથે કોઈ લેવા દેવા નથી. આ વીડિયો મોસ્કોની કેથેડ્રલ મસ્જીદની બહારનો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો નમાજ પઢી રહ્યા છે.

વાયરલ પોસ્ટમાં શું છે?

ફેસબુક યૂઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું, આ પેરિસમાં શુક્રવારની તસવીર છે જુઓ અને રડો આ આવનારા ભારતની તસવીર છે, હજુ ન જાગ્યા તો વિનાસ નિશ્ચિત છે.

તપાસ

આ પોસ્ટની તપાસ કરવા માટે સૌ પ્રથમ અમે આ વીડિયોને ઈનવિડ ટૂલમાં અપલોડ કર્યો અને કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. સર્ચ દરમિયાન અમને તેને મળતો એક વીડિયો જોવા મળ્યો. 13 ઓક્ટોબર 2015ના રોજ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં તે જ બધી બિલ્ડિંગ અને મસ્જીદ જોવા મળે છે જેવી વાયરલ વીડિયોમાં બતાવવામાં આવી છે. આ વીડિયોને શેર કરતા ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે, મોસ્કોની કેથડ્રલ મસ્જીદની બહાર હજારો મુસલમાનોએ ઈદની નમાજ પઢી.

અમને યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો જેવો જ બીજો વીડિયો પણ મળ્યો. અહીં પણ વિડિયો શેર કરતાં તેને મોસ્કોની કેથેડ્રલ મસ્જિદ વિશે જણાવવામાં આવ્યું છે.

વધુ તપાસ કરવા માટે અમે ગૂગલ પર મોસ્કોની કેથેડ્રલ મસ્જીદને સર્ચ કરી અને dreamstime.comની વેબસાઈટ પર વાયરલ કરવામાં આવેલ વીડિયોવાળી મસ્જીદ જોવા મળી. નીચે વાયરલ વીડિયોવાળી મસ્જીદ અને મોસ્કોની કેથેડ્રલ મસ્જીદના કોલાજને જોઈ શકાય છે.

ગુગલ સ્ટ્રીટ વ્યૂ પર મોસ્કોની કેથેડ્રલ મસ્જીદ સર્ચ કરવામાં આવતા પણ આ જ વાયરલ વીડિયો વાળી બિલ્ડીંગ અને લોકેશન જોવા મળ્યું.

આ પોસ્ટની વધુ તપાસ માટે અમે મોસ્કોના પત્રકાર ગેબ્રિયન ગાવિનનો ટ્વિટરના માધ્યમથી સંપર્ક કર્યો અને વાયરલ પોસ્ટ તેની સાથે શેર કરી. તેમણે પુષ્ટી કરતા કહ્યું કે આ વીડિયો મોસ્કોની મસ્જીદનો જ છે અને અહીં લોકો નમાજ પઢી રહ્યા છે.

આ વીડિયો પોસ્ટ કરનાર અંગે તપાસ કરી તો ખબર પડી કે તે પેજને 80,940 લોકો ફોલો કરે છે.

આ વીડિયો અગાઉ પણ ભ્રામક દાવા સાથે વાયરલ થયો છે, જે વિશ્વાસ ન્યૂઝ દ્વારા તથ્ય તપાસવામાં આવ્યું હતું. અમારી હકીકત તપાસો અહીં વાંચો.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં જાણ્યું કે આ વીડિયોને પેરિસ સાથે કોઈ લેવા દેવા નથી. આ વીડિયો મોસ્કોની કેથેડ્રલ મસ્જીદનો છે જ્યાં મુસ્લિમ લોકો નમાજ પઢી રહ્યા છે.

  • Claim Review : આ પેરિસમાં શુક્રવારની તસવીર છે.
  • Claimed By : હિન્દુ રાષ્ટ્ર
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later