Fact Check: કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો એક મહિનો જૂનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં ટ્રેનનો આખો ડબ્બો લોકોથી ખચોખચ ભરાયેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને ટ્રેન અકસ્માતના થોડા સમય પહેલાનો વીડિયો જણાવીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે દાવાની તપાસ કરી. આ દાવો ભ્રામક સાબિત થયો. વીડિયો લગભગ એક મહિના પહેલાનો છે. આ વીડિયોને બનાવનાર શખ્સે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે વીડિયો એક મહિના જૂનો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર રવિન્દ્ર કુમાર યાદવે 4 જૂનના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, “દુર્ઘટનાના થોડા સમય પહેલાનો આ વીડિયો છે, જેને પેસેન્જરે તેના મિત્રોને શેર કર્યો હતો. ભાડા વધાર્યા પછી પણ આવી ‘સુવિધા’ આપી રહી છે ભારતીય રેલવે! ભયંકર… હે ભગવાન, હવે તું એકમાત્ર આધાર છે. માણસે તો આવી પરિસ્થિતિ બનાવી દીધી છે. #TrainMishapInOdisha”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે માહિતી એકઠી કરવા માટે સૌથી પહેલા વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢી. પછી ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અસલી વીડિયો અમને ટ્વિટર હેન્ડલ પર મળ્યો, જેને 5 મેના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. સિદ્ધાંત કુમાર પાંડા નામના આ યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ સ્થિતિ કોરોમંડલ એક્સપ્રેસના સ્લીપર કોચની છે. આ સાથે તેમણે પોસ્ટમાં પોતાનો PNR નંબર લખીને રેલવે મંત્રાલય, રેલવે મંત્રી, IRTC અને RPFને ટેગ કર્યા છે.

ઓડિશાના બાલાસોર જિલ્લા પાસે ટ્રેન દુર્ઘટનામાં 275 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. 2 જૂનના રોજ આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં હજારો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે વીડિયોને બનાવનાર સિદ્ધાંત કુમાર પાંડાનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે તેમણે આ વીડિયો 5 મેના રોજ ઉતાર્યો હતો. તે દરમિયાન તેઓ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં ભુવનેશ્વરથી ચેન્નાઈ જઈ રહ્યા હતા. કેટલાક લોકો એક મહિના પહેલાના જૂના વીડિયોને અત્યારે વાયરલ કરી રહ્યા છે.

તપાસના અંતે ફેસબુક યુઝર રવિન્દ્ર કુમાર યાદવના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. આ યુઝરે એક મહિના જૂના વીડિયોને અત્યારનો જણાવીને વાયરલ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર કોલકાતામાં રહે છે. આ એકાઉન્ટ ફેબ્રુઆરી 2023ના રોજ બનાવવામાં આવ્યું હતું. આ એકાઉન્ટને 800થી વધુ લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. એક મહિના પહેલાના વીડિયોને કેટલાક લોકો ઓડિશા ટ્રેન દુર્ઘટના પહેલાનો જણાવીને ભ્રમ ફેલાવી રહ્યા છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ