વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે NDAને બહુમતી મળ્યા બાદ નોકરી આપવાના નામે વાયરલ લિંકને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ભારત સરકાર કે પછી કોઈપણ કંપની તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. છેતરપિંડી કરવા અને પર્સનલ ડેટાની ચોરી કરવાના ઈરાદાથી આ લિકને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક લિંકને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળવાની ખુશીમાં ભારતની મોટી કંપનીઓ 12 પાસ વિદ્યાર્થીઓને નોકરી આપી રહી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ લિંકને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ભારત સરકાર કે પછી કોઈપણ કંપની દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. છેતરપિંડી કરવા અને પર્સનલ ડેટાની ચોરી કરવાના ઈરાદાથી આ લિંકને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
ઈન્સ્ટાગ્રામ યુઝર psychology_7995એ વાયરલ લિંકને શેર કરતા લખ્યું છે કે, ”મોટા સમાચાર… NDA સરકાર બનતા જ સારા સમાચાર… NDA સરકારની મોટી જીતને લઈને ખુશ ખબરી, ભારતમાં મોટી મોટી કંપનીઓ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને નોકરી આપી રહી છે, જલ્દી ફોર્મ ભરી દો, લિંક Bioમાં છે.”
પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈપણ ન્યૂઝ રિર્પોટ મળ્યો નથી.
તપાસને આગળ વધારતા અમે વાયરલ લિંકના URLને ધ્યાનથી જોયું. અમને જાણવા મળ્યું કે આ કોઈ કંપનીની લિંક નથી, આ ગૂગલ ડોક્યૂમેન્ટની લિંક છે. URL પર ક્લિક કરતા અમારી સિસ્ટમે અમને ચેતવણી આપી અને લિંકને ખતરનાક જણાવી.
અમે ભારત સરકારની યોજનાઓ વિશે જાણકારી આપતી વેબસાઈટ india.government.inમાં પણ સર્ચ કર્યું. પરંતુ અમને ત્યાં દાવા સાથે સંબંધિત કોઈ જાણકારી નથી મળી.
વધુ જાણકારી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. અમે વાયરલ લિંકને તેમની સાથે શેર કરી. તેમણે અમને જણાવ્યું કે વાયરલ લિંકનો ઉપયોગ લોકોનો ડેટા ચોરી કરવા માટે અને તેમની છેતરપિંડી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ઘણીવાર આવી લિંક્સ દ્વારા પહેલા અંગત માહિતી માંગવામાં આવે છે. ત્યારબાદ તેમને નોકરી આપવાના નામે પૈસા માંગવામાં આવે છે. આવી અજાણી લિંક પર ક્લિક કરવું ખતરનાક હોઈ શકે છે. આવી સ્થિતિમાં આવી લિંક્સ પર ક્લિક કરશો નહીં અને તમારી અંગત માહિતીને શક્ય તેટલી ઓછી શેર કરો.
છેલ્લે અમે વાયરલ લિંકને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર આ પ્રકારની ખોટી પોસ્ટને શેર કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે NDAને બહુમતી મળ્યા બાદ નોકરી આપવાના નામે વાયરલ લિંકને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ભારત સરકાર કે પછી કોઈપણ કંપની તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. છેતરપિંડી કરવા અને પર્સનલ ડેટાની ચોરી કરવાના ઈરાદાથી આ લિકને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923