X
X

Fact Check: સાંસદ સંજય સિંહની ધરપકડ પહેલા CM કેજરીવાલે નહોતું આપ્યું આ નિવેદન, 6 મહિના જૂનો છે વાયરલ વીડિયો

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું છે કે, સંજય સિંહની ધરપકડ સાથે જોડીને અરવિંદ કેજરીવાલના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ વીડિયો મે 2023નો છે. જ્યારે EDએ સંજય સિંહનું નામ ચાર્જશીટમાં સામેલ કર્યું હતું, પરંતુ બાદમાં તેને ભૂલ ગણાવી હતી.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દારૂ કૌભાંડ કેસમાં AAP (આમ આદમી પાર્ટી)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. સાંસદ સંજય સિંહની ધરપકડ સાથે જોડીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ કહેતા જોવા મળી રહ્યા છે કે સંજય સિંહે EDને નોટિસ આપી અને EDના કર્મચારીઓ ડરી ગયા અને કોર્ટમાં જઈને કહ્યું કે સંજય સિંહનું નામ ભૂલથી લિસ્ટમાં આવી ગયું હતું. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલે આ નિવેદન સંજય સિંહની ધરપકડના થોડા કલાકો પહેલા આપ્યું છે.

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ વીડિયો મે 2023નો છે. જ્યારે EDએ ચાર્જશીટમાં સંજય સિંહનું નામ સામેલ કર્યું હતું, પરંતુ બાદમાં તેને ભૂલ ગણાવી હતી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર વિનોદ પટેલે 4 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “સંજય સિંહને ઈડી કો ધમકાયા, ઈડીવાલે ડર ગયે, ઉનકી પૈ**ગી** હો ગઈ…EDને કહા ગલતી સે સંજય સિંહ કા નામ આ ગયા- અરવિંદ કેજરીવાલ દોપહર 1 બજે… ઔર શામ 6 બજે EDવાલે ગી**પૈ**મેં #SanjaySingh કો ગિરફ્તાર કરકે લે ગયે, અબ એકબાર ઈસ ભાઉશ્રી વાલે કો ઉઠાકર લે જાયે તો ગંગા નહા લે.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

https://twitter.com/i/status/1709585628843917720

તપાસ

વાયરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આખો વીડિયો અરવિંદ કેજરીવાલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મોળ્યો. વીડિયોને 8 મે 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નવી યોજના વિશે વિગતો આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. વાયરલ વીડિયોવાળા નિવેદનને 11.42થી સાંભળી શકાય છે.

નવભારત ટાઈમ્સની વેબસાઈટ પર 4 મે, 2023ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, “આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે EDએ ભૂલથી તેમનું નામ ચાર્જશીટમાં સામેલ કર્યું છે, આ ભૂલ માટે EDએ તેમની માફી પણ માંગી છે.”

એબીપી ન્યૂઝની વેબસાઈટ પર 3 મે, 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, “સંજય સિંહની માનહાનિની ​​નોટિસનો જવાબ આપતાં EDએ કહ્યું કે ચાર્જશીટમાં માત્ર એક જગ્યાએ પૂર્વ એક્સાઈઝ કમિશનર રાહુલ સિંહના નામને બદલે સંજય સિંહનું નામ લખવામાં આવ્યું છે. જેને કોર્ટમાં સુધારવા માટે કહેવામાં આવ્યું છે. બાકી બધે તેમનું નામ બરાબર લખાયેલું છે.’ આ પત્રની નકલ એબીપી ન્યૂઝ પાસે છે, જેમાં ક્યાંય માફી માગવાનો ઉલ્લેખ નથી. પરંતુ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર EDએ માફી માંગી છે.

વધુ જાણકારી માટે અમે દિલ્હી દૈનિક જાગરણના મુખ્ય સંવાદદાતા વીકે શુક્લાનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, “વાયરલ વીડિયો લગભગ 6 મહિના જૂનો છે. અરવિંદ કેજરીવાલ દ્વારા તાજેતરમાં આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.”

અંતે અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે તેના 298 ફોલોઅર્સ અને લગભગ 5 હજાર ફ્રેન્ડ્સ છે. યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું છે કે, સંજય સિંહની ધરપકડ સાથે જોડીને અરવિંદ કેજરીવાલના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ વીડિયો મે 2023નો છે. જ્યારે EDએ સંજય સિંહનું નામ ચાર્જશીટમાં સામેલ કર્યું હતું, પરંતુ બાદમાં તેને ભૂલ ગણાવી હતી.

  • Claim Review : સંજય સિંહની ધરપકડ પહેલી સીએમ કેજરીવાલે કહ્યું કે સંજય સિંહથી ઈડી ડરી ગઈ
  • Claimed By : વિનોદ પટેલ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later