વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદીના G-7 શિખર સંમેલનના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. પીએમ મોદીની સાથે જોવા મળી રહેલા વ્યક્તિ જો બાઈડન નહીં, પરંતુ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સ્ટાફ મેમ્બર હતા, જેઓ પીએમ મોદીને રસ્તો બતાવી રહ્યા હતા.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈટાલી પ્રવાસનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે G-7 સમિટમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની અવગણના કરી. જો બાઈડન પીએમ મોદી સાથે હાથ મિલાવવા આગળ આવ્યા, પરંતુ તેમણે તેમની સાથે હાથ ન મિલાવ્યો.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. પીએમ મોદીની સાથે જોવા મળી રહેલા વ્યક્તિ જો બાઈડન નહીં, પરંતુ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સ્ટાફ મેમ્બર હતા, જેઓ પીએમ મોદીને રસ્તો બતાવી રહ્યા હતા.
ફેસબુક યુઝર ‘બલમ જી’એ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, “જો બાઈડન સાથે હાથ ન મિલાવીને મોદીજીએ અમેરિકાને તેની ઔકાત બતાવી દીધી, અમારી ચૂંટણીમાં દખલગીરીના પરિણામો ઔકાત બતાવી દેશે દુનિયાની સામે!!”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈ મીડિયા રિપોર્ટ મળ્યા નથી. સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન ફર્સ્ટપોસ્ટની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર મળ્યું. વીડિયોને 15 જૂન 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. અપાયેલી માહિતી અનુસાર, વાયરલ વીડિયો G-7 સમિટનો છે, જેમાં સામેલ થવા માટે પીએમ મોદી ઈટાલી પહોંચ્યા હતા. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે પીએમ મોદીની સાથે જોવા મળી રહેલ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન નહીં, પરંતુ ઓર્ગેનાઈઝિંગ કમિટીનો એક સ્ટાફ છે. જેઓ પીએમ મોદીને રસ્તો બતાવી રહ્યો છે.
તપાસ દરમિયાન અમને G-7 સમિટનો એક અન્ય વીડિયો PM મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોને 15 જૂન 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદીને અન્ય દેશોના નેતાઓ સાથે મળતા જોઈ શકાય છે. વીડિયોમાં 1.39 મિનિટે પીએમ મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે હાથ મિલાવતા જોઈ શકાય છે.
વધુ જાણકારી માટે અમે દૈનિક જાગરણ દિલ્હીમાં નેશનલ કવર કરનારા સંવાદદાતા જે.પી રંજન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. તેઓએ જ્યારે જો બાઈડન સાથે મુલાકાત કરી હતી, ત્યારે હાથ મિલાવ્યો હતો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલ વ્યક્તિ જો બાઈડન નથી.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સને શેર કરે છે. પ્રોફાઈલ પર યુઝરે પોતાને રાજસ્થાનનો રહેવાસી ગણાવ્યો છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પીએમ મોદીના G-7 શિખર સંમેલનના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. પીએમ મોદીની સાથે જોવા મળી રહેલા વ્યક્તિ જો બાઈડન નહીં, પરંતુ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સ્ટાફ મેમ્બર હતા, જેઓ પીએમ મોદીને રસ્તો બતાવી રહ્યા હતા.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923