Fact Check: વોડાફોન-આઈડિયા અને એરટેલની વચ્ચે મર્જરનો દાવો ફેક અને બનાવટી

ભારતમાં ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલના મર્જરનો દાવો ફેક છે અને આ દાવાના આધાર તરીકે જે નિવેદનને શેર કરવામાં આવી રહ્યું છે, તે સુનીલ ભારતી મિત્તલના ઈન્ટરવ્યુનું બનાવટી અને તથ્યહીન અર્થઘટન છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા યુઝર્સ એક પોસ્ટને શેર કરીને દાવો કરી રહ્યા છે કે ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા હવે અસ્તિત્વમાં રહેશે નહીં, કારણ કે તેને અન્ય ટેલિકોમ કંપની એરટેલની સાથે મર્જ કરી દેવામાં આવશે. વાયરલ પોસ્ટમાં ‘ઝી ખબર’ નામની ન્યૂઝ વેબસાઈટ દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. એરટેલની સાથે વોડાફોન-આઈડિયાને મર્જ કરવાનો દાવો ફેક છે અને જેના આધારે આવો દાવો કરવામાં આવ્યો છે તે વોડાફોન-આઈડિયા પર ભારતી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન સુનીલ ભારતી મિત્તલના નિવેદનનો બનાવટી ખુલાસો છે. સાથે જ જે ન્યૂઝ વેબસાઈટ દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે તે એક અન્ય ચર્ચિત વેબસાઈટના નામ જેવું જ છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર ઘણા યુઝર્સે આ વીડિયોને મોકલીને તેનું સત્ય જણાવવાની વિનંતી કરી છે.ટિપલાઈન પર મોકલેલો દાવો.

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યૂઝર્સે તેને સમાન દાવાઓની સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ પોસ્ટમાં એરટેલ અને વોડાફોન-આઈડિયાના મર્જરનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સર્ચમાં એવો કોઈ વિશ્વસનીય રિપોર્ટ નથી મળ્યો, જેમાં આ બંને કંપનીઓના મર્જરનો ઉલ્લેખ હોય.

સમાચારમાં મર્જરને ‘Merj’ લખવાની સાથે અન્ય ઘણી ભૂલોનો ઉલ્લેખ છે. સાથે જ જે વેબસાઈટ પરથી આ સમાચાર (આર્કાઇવ લિંક) લખવામાં આવ્યા છે, તેનું નામ  Zeekhabar.in લખેલું છે, જે એક અન્ય લોકપ્રિય સમાચાર વેબસાઇટ જેવું જ લાગે છે.

સમાચારની હેડલાઈન ”Vodafone idea Merj : એરટેલમાં મર્જ કરવામાં આવશે વોડાફોન” અને તેનો આધાર તાજેતરમાં પૂર્ણ થયેલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભારતી એરટેલના CEO સુનીલ ભારતી મિત્તલ દ્વારા આપવામાં આવેલ નિવેદન છે.

ન્યૂઝ સર્ચમાં અમને આવા ઘણા રિર્પોટ્સ મળ્યા, જેમાં તેમના આ નિવેદનનો ઉલ્લેખ છે. Money Control.comના 17 જાન્યુઆરી 2024ના રિર્પોટ અનુસાર, જ્યારે તેમને વોડાફોન-આઈડિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ”ખૂબ જ વધુ રોકાણની જરૂર છે અને તેઓએ તેમનો મૂડી આધાર પણ વધારવાની જરૂર છે. તેમને કેટલાક રોકાણકારોની જરૂર છે અને તેમને કેટલીક લોનની પણ જરૂર છે.”

એક અન્ય રિર્પોટ મુજબ, મિત્તલે કહ્યું કે કંપની (વોડાફોન-આઇડિયા)ને કેન્દ્રનું સમર્થન મેળવ્યું હતું, તેમ છતાં “…તે પાછળ રહી ગઈ…મારે દુ:ખની સાથે કહેવું પડી રહ્યું છે કે તેમનું કોઈ અસ્તિત્વ નથી.” આ પછી મિત્તલે કહ્યું કે ભારત માટે ત્રણ ખાનગી કંપની અને એક સરકારી કંપની આદર્શ સ્થિતિ છે અને BSNL આ ક્ષેત્રમાં પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહી છે.

મિત્તલના આ ઈન્ટરવ્યુને Moneycontrolની ઓફિશિયલ યુ-ટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.

નોંધનીય છે કે વોડાફોન-આઈડિયા ગંભીર સંકટની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકારે 2023માં કંપનીના 16,133 કરોડ રુપિયાથી વધુના વ્યાજના લેણાંને ઇક્વિટીમાં કન્વર્ટ કરવાની મંજૂરી આપી દીધી હતી, ત્યાર બાદ આ કંપનીમાં સરકારની હિસ્સેદારી 33.1 ટકા થઈ ગઈ છે.

વોડાફોન-આઈડિયા બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન PLC અને ભારતીય આદિત્ય બિરલા ગ્રુપ (એબીજી)ની વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેમાં વોડાફોન યુકેનો હિસ્સો 32.3 ટકા અને ABGનો હિસ્સો 18.1 ટકા છે.

વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ બંને જ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. બંનેની વચ્ચે મર્જર જેવું કંઈક થવાની સ્થિતિમાં તેમણે સ્ટોક એક્સચેન્જને તેની જાણ કરવાની હોય છે. બંને જ કંપનીઓનો અમને આવો કોઈ રિપોર્ટ મળ્યો નથી, જેમાં મર્જરની કે તેના સંબંધિત કોઈ વાતચીતનો પણ ઉલ્લેખ હોય.

વાયરલ દાવાને લઈને અમે બિઝનેસ સ્ટાન્ડર્ડમાં કામ કરતા પત્રકાર નીલકમલ સુંદરમ સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે બંને કંપનીઓના મર્જરનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો અને અફવા છે.

20 ડિસેમ્બર 2023ના રિર્પોટ મુજબ, “વોડાફોન-આઈડિયાના ગ્રાહકોની સંખ્યામાં સતત નવમા મહિને ઘટાડો નોંધાયો છે.”

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર, રિલાયન્સ જિયોનું માર્કેટ 39.06 ટકા છે, જ્યારે ભારતી એરટેલનો હિસ્સો 32.85 ટકા છે. જ્યારે 19.78 ટકાના હિસ્સાની સાથે વોડાફોન-આઈડિયા ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

અર્થ વ્યવસ્થા એને બિઝનેસ સંબંધિત અન્ટ ફેક્ટ ચેક રિર્પોટ્સને વિશ્વાસ ન્યૂઝની વેબસાઈટ પર ઉપલબ્ધ બિઝનેસ સેક્શનમાં વાંચી શકાય છે.

निष्कर्ष: ભારતમાં ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલના મર્જરનો દાવો ફેક છે અને આ દાવાના આધાર તરીકે જે નિવેદનને શેર કરવામાં આવી રહ્યું છે, તે સુનીલ ભારતી મિત્તલના ઈન્ટરવ્યુનું બનાવટી અને તથ્યહીન અર્થઘટન છે.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ