ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા EVMમાં કથિત ગડબડનો લાઈવ ડેમો આપવાનો દાવો ફેક છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિ અતુલ પટેલ છે, જ્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી. ભારતી છે. સાથે જ વીડિયોમાં દેખાતું મશીન EVM નથી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)લોકસભા ચૂંટણી 2024 માટે બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને ત્રીજા તબક્કા હેઠળ કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં જોવા મળી રહેલી વ્યક્તિ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) છે, જેમણે જાહેરમાં EVMમાં ગડબડનો લાઈવ ડેમો બતાવી તેની ખામીઓ સામે લાવવાનું કામ કર્યું, જેના હેઠળ ચૂંટણી પરિણામોને ઈવીએમ દ્વારા ચોક્કસ પક્ષની તરફેણમાં પ્રભાવિત કરી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયોમાં જોવા મળી રહેલ વ્યક્તિ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી નથી અને વીડિયોમાં જોવા મળી રહેલું મશીન ઈવીએમ નથી. ગુજરાતના સીઈઓ પી.ભારતી છે અને વાયરલ વીડિયો ‘ઈવીએમ હટાવો, દેશ બચાવો’ની પ્રેસ કોન્ફરન્સનો છે અને તેમાં દેખાતી વ્યક્તિ અતુલ પટેલ છે, જેઓ ઈવીએમની ટીકા કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર ‘alonebut200’એ વાયરલ વીડિયો (આર્કાઈવ લિંક)ને શેર કર્યો છે, જેના પર લખ્યું છે કે ”ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ બતાવ્યો EVMમાં ગડબડનો લાઈવ ડેમો, EVMની લાઈવ ગડબડી જોઈને BJP સરકાર પરેશાન, ઈવીએમની ગડબડ લાઈવ પ્રુફ.”
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે.
વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે EVMમાં કથિત ગડબડનો લાઈવ ડેમો આપતા વ્યક્તિ ગુજરાતના સીઈઓ છે. તેની પુષ્ટી માટે અમે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ ચેક કરી. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ગુજરાતના CEO (ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી) IAS અધિકારી પી.ભારતી છે.
એટલે કે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હોવાનો પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.
વાયરલ વીડિયોના ઓરિજનલ સોર્સને શોધવા માટે અમે રિવર્સ ઈમેજ સર્ચની સાથે કી-વર્ડની મદદ લીધી અને સર્ચમા અમને આ વીજિયો ‘rime media goa’ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ મળ્યો, જેને 2 ફેબ્રુઆરી, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે.
આ વીડિયો ‘ઈવીએમ હટાવો દેશ બચાવો આંદોલન’ની પ્રેસ કોન્ફરન્સનો છે, જેને આ સંગઠનના કન્વીનર એડવોકેટ ભાનુ પ્રસાદ સંબોધિત કરી રહ્યા છે અને તેમની વાત પૂરી થયા બાદ એક વ્યક્તિ ઈવીએમમાં ગડબડીનો ડેમો આપે છે, જે વાયરલ વીડિયો ક્લિપમાં પણ જોવા મળે છે.
પ્રેસ કોન્ફરન્સના બેકગ્રાઉન્ડમાં ટેક્નિકલ એક્સપર્ટ તરીકે અતુલ પટેલનું નામ લખાયેલું જોવા મળે છે. એટલે કે EVMમાં કથિત ગડબડનો ડેમો આપનાર વ્યક્તિ અતુલ પટેલ છે.
અમે વધારાની પુષ્ટિ માટે કી-વર્ડ સર્ચની મદદ લીધી. સર્ચમાં MP Takની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ત્રણ મહિના પહેલા અપલોડ કરાયેલ એક બુલેટિન મળ્યું, જેનું ટાઈટલ હતું “કોણ છે અતુલ પટેલ જેમના પર ભરોસો કરીને દિગ્વિજય સિંહ સીધે-સીધા ચૂંટણી પંચને પડકાર ફેંકી રહ્યા છે!”
એટલે કે જે વ્યક્તિ વાયરલ વીડિયોમાં ઈવીએમમાં કથિત ગડબડનો લાઈવ ડેમો આપી રહ્યા છે, તેમનું નામ અતુલ પટેલ છે, તેઓ ગુજરાતના રહેવાસી છે. આ ઉપરાંત વાયરલ વીડિયોમાં દેખાતું મશીન EVM નથી.
વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને લઈને અમે કેન્દ્રીય ચૂંટણી પંચના પ્રવક્તાનો સંપર્ક કર્યો. વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને નકારી કાઢતા તેમણે કહ્યું કે આ મામલે પંચ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. તેમણે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ ટ્વિટ અમારી સાથે શેર કર્યું, જેમાં તે દાવાને ફેક જણાવવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે, ”વીડિયોમાં દેખાતી વ્યક્તિ ન તો ગુજરાતના CEO છે અને ન તો તેમાં કરાયેલા કોઈપણ દાવા સાચા છે. સાથે જ વીડિયોમાં દેખાતું મશીન પણ EVM નથી.”
ફેક દાવાની સાથે વાયરલ વીડિયો શેર કરનાર યુઝરને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 79 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા EVMમાં કથિત ગડબડનો લાઈવ ડેમો આપવાનો દાવો ફેક છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિ અતુલ પટેલ છે, જ્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી. ભારતી છે. સાથે જ વીડિયોમાં દેખાતું મશીન EVM નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923