Fact Check: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ભારત આવેલી પાકિસ્તાની ટીમના આગમન પર હૈદરાબાદ એરપોર્ટ નહતા લાગ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા
ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત પહોંચેલી પાકિસ્તાની ટીમનું હૈદરાબાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ એરપોર્ટ પર પાકિસ્તાની ટીમના આગમનના વીડિયોને એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. આના આધારે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે.
- By: Sharad Prakash Asthana
- Published: Oct 5, 2023 at 10:46 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ટીમના હૈદરાબાદ એરપોર્ટ પર આગમનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા સંભળાઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ત્યારે હૈદરાબાદ એરપોર્ટ પર 'પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા લાગ્યા હતા.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો એડિટેડ છે. હૈદરાબાદ એરપોર્ટ પર પાકિસ્તાની ટીમના આગમન પર ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લાગ્યા હોવાનો દાવો ફેક છે. અસલી વીડિયોને એડિટ કરીને તેમાં નારેબાજીનો ઓડિયો અલગથી ઉમેરવામાં આવ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
એક્સ યુઝર ‘અભિષેક કેકે’ (આર્કાઇવ લિંક)એ 28 સપ્ટેમ્બરે વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, “Pakistan Murdabad chants were raised when Pakistan ……. team arrived in Bharat Based public. I bow down to them”
ફેસબુક યુઝર ‘વિજય જ્હોન’ (આર્કાઇવ લિંક)એ પણ 28 સપ્ટેમ્બરે આવો જ દાવો કર્યો.
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા કીવર્ડથી આ વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. 28 સપ્ટેમ્બરે નવભારત ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, ”પાકિસ્તાની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે ભારત આવી છે. 2016ના T20 વર્લ્ડ કપ બાદ પાકિસ્તાની ટીમ પ્રથમ વખત ભારત આવી છે. ટીમની કમાન બાબર આઝમના હાથમાં છે. રાજીવ ગાંધી એરપોર્ટ પર ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર ફેન્સની ભીડ પણ હતી. હોટલ પહોંચતા જ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.” તેમાં ક્યાંય ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લાગ્યાનો ઉલ્લેખ નથી.
એશિયાનેટની વેબસાઈટ પર 28 સપ્ટેમ્બરે પ્રકાશિત થયેલા સમાચારમાં લખ્યું છે કે, ”ભારતમાં 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. 6 ઓક્ટોબરે પાકિસ્તાની ટીમની પહેલી મેચ રમાશે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી ગઈ છે. હૈદરાબાદ એરપોર્ટ પર હજારો ફેન્સે પાકિસ્તાની ટીમનું સ્વાગત કર્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.” આમાં પણ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હોવાનો કોઈ ઉલ્લેખ નથી.
ANI (આર્કાઇવ લિંક)ના સત્તાવાર એક્સ હેન્ડલથી પાકિસ્તાની ટીમના હૈદરાબાદ પર આગમનનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. તેમાં વાયરલ વીડિયો ક્લિપને જોઈ શકાય છે. તેમાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા સંભળાતા નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી હૈદરાબાદ એરપોર્ટ પર ટીમના સ્વાગતનો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ વિશે એશિયાનેટમાં હૈદરાબાદના રિપોર્ટર શ્રી હર્ષનું કહેવું છે, ”વાયરલ વીડિયો ક્લિપ એડિટેડ છે. પાકિસ્તાની ટીમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.”
અંતે અમે એડિટેડ વીડિયો ક્લિપ શેર કરનાર એક્સ યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. જૂન 2012થી એક્સ પર હાજર યુઝરના 17 હજારથી વધારે ફોલોઅર્સ છે.
निष्कर्ष: ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત પહોંચેલી પાકિસ્તાની ટીમનું હૈદરાબાદના એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ એરપોર્ટ પર પાકિસ્તાની ટીમના આગમનના વીડિયોને એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. આના આધારે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે.
- Claim Review : જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત પહોંચી ત્યારે હૈદરાબાદ એરપોર્ટ પર 'પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા લાગ્યા
- Claimed By : X User- AbhishekkK
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.