X
X

Fact Check: ભાજપે જાહેર કરી નથી કોઈ ફ્રી રિચાર્જ યોજના, એક્સપર્ટ્સે વાયરલ લિંક પર ક્લિક ન કરવાની આપી સલાહ

સોશિયલ મીડિયા પર ભાજપ ફ્રી રિચાર્જ યોજનાના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ફેક છે. ભાજપ સરકારે આવી કોઈ યોજના શરૂ નથી કરી. સાયબર એક્સપર્ટે આ પ્રકારની કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ભારતે આ વર્ષે 26 જાન્યુઆરીએ તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવ્યો. આ દરમિયાન વોટ્સએપ સહિત સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરની સાથે એક દાવો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તમામ ભારતીય યુઝર્સને 75મો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે અને ભાજપને મત આપવા માટે 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહી છે. 

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક સાબિત થયો. ભાજપ સરકાર તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. એક્સપર્ટ્સ યુઝરને આ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર  +91 9599299372 પર યુઝરે આ દાવાને મોકલી આની સત્યતા જણાવવાનો અનુરોધ કર્યો છે. અમને આ ફેક પોસ્ટ ફેસબુક પર પણ મળી. 

ફેસબુક યુઝર મુરલીને 28 જાન્યુઆરીએ આ પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ‘PM Narendra Modi is giving 3 Months free recharge to all the Indian users to celebrate 75th Azadi Ka Amrit Mahotsav so that more and more people can vote for BJP in the 2024 elections and BJP government can be formed again. Click on the link given below to get 3 Months Free Recharge. (Last Date – 31 January 2024) (પીએમ નરેન્દ્ર મોદી 75મો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે તમામ ભારતીય યુઝર્સને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે, જેથી 2024ની ચૂંટણીમાં વધારેમાં વધારે લોકો ભાજપને મત આપી શકે અને ભાજપની સરકાર ફરી બની શકે. 3 મહિનાનું ફ્રી રિચાર્જ મેળવવા માટે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.  (છેલ્લી તારીખ – 31 જાન્યુઆરી 2024)”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે સૌથી પહેલા અમે ગૂગલ ઓપન સર્ચની મદદ લીધી. કીવર્ડ્સની સાથે સર્ચ કરતા અમને દાવા સાથે સંબંધિત કોઈ ન્યૂઝ રિપોર્ટ ન મળ્યો. 

તપાસને આગળ વધારતા અમે વાયરલ પોસ્ટમાં આપેલી લિંકને ચેક કરી. શેર કરવામાં આવેલી URL ભારત સરકાર સાથે સંબંધિત નથી.

આ પછી અમે ભાજપના વેરિફાઈડ સોશિયલ મીડિયા હેન્ડલ્સને પણ સર્ચ કર્યા. અમને દાવાની પુષ્ટિ કરતી કોઈપણ પોસ્ટ ન મળી. તપાસમાં આગળ અમે ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર વેબસાઈટ પર પણ દાવાને લઈને સર્ચ કર્યું. ત્યાં પણ અમને આવી કોઈ માહિતી ન મળી.

આ મામલે વધુ માહિતી માટે અમે સાયબર સુરક્ષા નિષ્ણાત અને રાજસ્થાન સરકારની પબ્લિક ગ્રીવાન્સ કમિટીના પૂર્વ IT સલાહકાર આયુષ ભારદ્વાજને એક વાયરલ મેસેજ મોકલ્યો. આયુષ ભારદ્વાજે અમને કહ્યું કે આ એક સ્કેમ છે અને તેમણે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઘણી વખત ભાજપના નામે ફ્રી મોબાઈલ રિચાર્જ યોજના હેઠળ તમામ ભારતીય યુઝર્સને ફ્રી રિચાર્જ આપવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂર્યો છે. ત્યારે પણ વિશ્વાસ ન્યૂઝે આ અંગે તપાસ કરી હતી. તમે તે ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકો છો. 

તપાસના અંતે અમે ફેક પોસ્ટ શેર કરનાર યુઝરની તપાસ કરી. જાણવા મળ્યું કે યુઝર તમિલનાડુનો રહેવાસી છે. યુઝરને 3000થી વધુ લોકો ફેસબુક પર ફોલો કરે છે.

निष्कर्ष: સોશિયલ મીડિયા પર ભાજપ ફ્રી રિચાર્જ યોજનાના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ફેક છે. ભાજપ સરકારે આવી કોઈ યોજના શરૂ નથી કરી. સાયબર એક્સપર્ટે આ પ્રકારની કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.

  • Claim Review : પીએમ નરેન્દ્ર મોદી 75મો આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે તમામ ભારતીય યુઝર્સને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે.
  • Claimed By : ફેસબુક યુઝર મુરલી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later