Fact Check: BBCની 4 વર્ષ જૂની વીડિયો ક્લિપને ચંદ્રયાન-3 સાથે જોડીને કરાઈ વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. BBCની ચાર વર્ષ જૂની વીડિયો ક્લિપને ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહી છે.
- By: Ashish Maharishi
- Published: Sep 15, 2023 at 03:51 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ચંદ્રયાન-3ના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ બાદથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના ભ્રામક અને ફેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. BBCની 12 સેકન્ડની એક વીડિયો ક્લિપને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે BBCએ ચંદ્રયાન-3 પર સવાલ ઉઠાવ્યા છે. આમાં બીબીસી ન્યૂઝના એન્કરને એ પૂછતા જોઈ શકાય છે કે ભારતમાં જ્યાં 700 મિલિયન લોકોની પાસે આજે પણ શૌચાલયની સુવિધા નથી. શું ત્યાં સ્પેસ પ્રોગ્રામમાં આટલા પૈસા ખર્ચવા જોઈએ?
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની વિસ્તારથી તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. 2019ના વીડિયોની એક ક્લિપને એડિટ કરીને ચંદ્રયાન-3ના નામે વાયરલ કરવામાં આવી રહી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
એક્સ (પહેલા ટ્વિટર) હેન્ડલ @whimsicalfeedએ 23 ઓગસ્ટે એક ક્લિપને પોસ્ટ કરીને અંગ્રેજીમાં દાવો કર્યો કે, ‘Check this video What BBC had to say about #Chandrayaan_3’
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘Should India which lacks in Infrastructure and has extreme poverty, Should they be spending this much amount of money on a space program-BBC’
વાયરલ પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે જાણકારી એકઠી કરવા માટે સૌથી પહેલા ઓનલાઈન ટૂલ ઈનવિડની મદદ લીધી. આ ટૂલની મદદથી વાયરલ વીડિયોની કેટલાક કીફ્રેમ્સ કાઢવામાં આવ્યા. પછી તેને ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલની મદદથી શોધવાનું શરૂ કર્યું. અમને અસલી વીડિયો વિદેશ ટીવી નામની એક YouTube ચેનલ પર મળ્યો. તેને 22 જુલાઈ, 2019ના રોજ અપલોડ કરીને ચંદ્રયાન-2ના સમયનો જણાવવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન અમને BBCના વરિષ્ઠ પત્રકાર મુકેશ શર્માના X એકાઉન્ટ પર એક પોસ્ટ મળી. 24 ઓગસ્ટની આ પોસ્ટમાં વીડિયો ક્લિપને જૂની જણાવીને બીબીસીના એક ફેક્ટ ચેક રિપોર્ટને શેર કરવામાં આવ્યો છે.
તપાસને આગળ વધારતા અમે BBC ન્યૂઝના પ્રેસ ટીમના એક્સ એકાઉન્ટને સ્કેન કર્યું. અહીં અમને 24 ઓગસ્ટની એક પોસ્ટ મળી. જેમાં જણાવવામાં આવ્યું છે કે વાયરલ ક્લિપ 2019ની છે.
તપાસને આગળ વધારતા અમે બીબીસી ન્યૂઝના પત્રકાર મુકેશ શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે પણ વાયરલ વીડિયોને જૂનો ગણાવ્યો છે.
અંતે ફેક પોસ્ટ કરનાર એક્સ હેન્ડલની તપાસ કરવામાં આવી. એક્સ હેન્ડલ @whimsicalfeedને ઓગસ્ટ 2018માં બનાવવામાં આવ્યું હતું.
- Claim Review : ચંદ્રયાન 3ને લઈને BBCનો વીડિયો
- Claimed By : એક્સ હેન્ડલ - @whimsicalfeed
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.