RBIએ 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ પર કાર્યવાહી કરી છે. આ અંતર્ગત 29 ફેબ્રુઆરી પછી બેંકની સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે, પરંતુ તેનાથી UPI પેમેન્ટ પર કોઈ અસર નહીં થાય. અન્ય બેંક એકાઉન્ટની મદદથી બિલ ચૂકવી કરી શકાશે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેટીએમ પેમેન્ટ બેંકની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પછી પેટીએમ યુઝર્સ મૂંઝવણમાં આવી ગયા છે. આના સાથે સંબંધિત કેટલીક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે RBIએ પેટીએમ પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે. 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ સર્વિસ બંધ થઈ જશે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે RBIએ પેટીએમ પેમેન્ટ બેંકની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. 29 ફેબ્રુઆરીથી આ પ્રતિબંધ પર અમલી બની જશે. આ પછી આ બેંકથી કોઈપણ પ્રકારની ચૂકવણી કરી શકાશે નહીં. યુઝર કોઈ અન્ય બેંકના એકાઉન્ટથી બિલોની ચૂકવણી પેટીએમથી કરી શકે છે.
વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 95992 99372 પર યુઝરે આ પોસ્ટને મોકલીને તેની સત્યતા જણાવવાની વિનંતી કરી.
”RBI તરફથી પેટીએમને મોટો ઝટકો, Paytm પર ઘણા નિયમો તોડવાનો આરોપ, RBIએ Paytm પર ઘણા નિયંત્રણો લગાવ્યા છે, તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ, વોલેટ, ફાસ્ટ ટેગ ટોપ અપ કરી શકાશે નહીં, Paytm સેવા 29 ફેબ્રુઆરી પછી બંધ,
નવી ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ, બેંકિંગ અને વોલેટ સેવાઓ બંધ થશે.”
વાયરલ દાવાની તપાસ માટે અમે ભારતીય રિઝર્વ બેંકની વેબસાઈટ તપાસી. આ આદેશને 31 જાન્યુઆરીએ અપલોડ કરાયેલ પ્રેસ રિલીઝમાં જોઈ શકાય છે. તેમાં Paytm પેમેન્ટ બેંક લિમિટેડની સેવાઓ પર પ્રતિબંધની વાત લખી છે.
Paytmના એક્સ હેન્ડલ પર આ મામલે સ્પષ્ટતાને જોઈ શકાય છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે Paytm પેમેન્ટ બેંક લિમિટેડને RBI તરફથી નિર્દેશો મળ્યા છે. વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ (ઓસીએલ) ટોચની થર્ડ પાર્ટી બેંકોના સહયોગથી પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સેવાઓ ચાલું રાખશે.
Paytm એ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે, તેથી કંપનીએ આ સ્પષ્ટતા BSE (અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ને આપી છે. આમાં પણ અન્ય બેંકોની મદદથી પેમેન્ટ અને ફાઈનાન્સિયલ સેવાઓ યથાવત રાખવાની વાત કહેવામાં આવી છે.
2 ફેબ્રુઆરી, 2024ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર છપાયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે RBIએ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આનો અર્થ એ નથી કે Paytm એપ બંધ થઈ રહી છે. 29 ફેબ્રુઆરી પછી યુઝર્સ Paytm વોલેટનો ઉપયોગ કરી શકશે નહીં. આ સિવાય Paytm ફાસ્ટટેગની સુવિધા પણ બંધ થઈ જશે. જો કે, આ કાર્યવાહીની UPI પેમેન્ટ પર અસર નહીં પડે.
એબીપી લાઈવના રિપોર્ટમાં પણ આ સમાચારને જોઈ શકાય છે.
આ અંગે TV 9ના બિઝનેસ જર્નાલિસ્ટ મનીષ રંજનનું કહેવું છે કે RBIની આ કાર્યવાહીથી UPI પેમેન્ટ પર કોઈ અસર નહીં પડે. RBIએ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
निष्कर्ष: RBIએ 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ પર કાર્યવાહી કરી છે. આ અંતર્ગત 29 ફેબ્રુઆરી પછી બેંકની સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે, પરંતુ તેનાથી UPI પેમેન્ટ પર કોઈ અસર નહીં થાય. અન્ય બેંક એકાઉન્ટની મદદથી બિલ ચૂકવી કરી શકાશે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923