ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંહની તરફેણમાં આપવામાં આવેલા નિવેદનના દાવાની સાથે અશોક ગેહલોતની વાયરલ વીડિયો ક્લિપ એડિટેડ છે, જેને ચૂંટણી દુષ્પ્રચારના હેતુથી શેર કરવામાં આવી રહી છે. હકીકતમાં અશોક ગેહલોતે અમૃતપાલ સિંહની માંગને દેશ માટે ખતરનાક ગણાવી છે.
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)ભારત-કેનેડાના રાજદ્વારી વિવાદની વચ્ચે સોશિયલ મીડિયા પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહનું સમર્થન કર્યું છે.
વિશ્વાસ ન્યૂઝે જ્યારે વાયરલ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ વીડિયો એડિટેડ છે અને લગભગ 7 મહિના જૂનો છે. અસલી વીડિયોમાં અશોક ગેહલોતે અમૃતપાલ સિંહની માંગને દેશ માટે ખતરનાક ગણાવી હતી. જણાવી દઈએ કે વાયરલ વીડિયો ક્લિપ તેમના આ નિવેદનનો એક ભાગ છે, જેને એડિટ કરીને તેના મૂળ સંદર્ભથી અલગ કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ સંદર્ભમાં વાયરલ કરવામાં આવી રહેલી આ વીડિયો ક્લિપ ચૂંટણી દુષ્પ્રચાર છે.
ફેસબુક યૂઝર ‘અલ્પના કુલશ્રેષ્ઠ’એ 4 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “ખાલિસ્તાનનું સ્વપ્ન જોનાર અમૃતપાલ સિંહનું સમર્થન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસનો હાથ આતંકવાદીઓની સાથે… હિન્દુઓથી નફરત કરનાર પાર્ટી.. કોંગ્રેસ, કોંગ્રેસ, કોંગ્રેસ… ખૂબ જ દુઃખદ શરમજનક વિચારણીય નિવેદન, પરંતુ જ્યારે હિન્દુઓ વહેંચાયા, હિન્દુઓ કપાયા, આને જ દોગલી તુષ્ટિકરણની રાજનીતિ કહેવાય છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો ETV ભારત રાજસ્થાનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોમાં 2.38 મિનિટથી આખા નિવેદનને સાંભળી શકાય છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત કહે છે, “હું તો ખૂબ જ દુઃખી થયો, જ્યારે અમૃતપાલ સિંહ કહી રહ્યો છે કે જો તેઓ હિન્દુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે, તો પછી હું ખાલીસ્તાનની વાત કેમ ન કરું. આ કેટલી સટીક વાત તેણે કહી છે, આ ખૂબ જ ખતરનાક વાત છે દેશ માટે. આજ સુધીના ઈતિહાસમાં પહેલીવાર કોઈ બોલ્યું છે કે, તેઓ હિન્દુ રાષ્ટ્રની વાત કરે તો હું શા માટે ન કરું? આવતીકાલથી દક્ષિણના રાજ્યો પણ બોલવા લાગશે. દક્ષિણમાં 40-50 વર્ષ પહેલા આવો જ અવાજ ઉઠ્યો હતો. નવી પેઢીને ખબર નહીં હોય.”
તપાસ દરમિયાન અમને વાયરલ દાવા સંબંધિત એક રિપોર્ટ આજતકની વેબસાઇટ પર મળ્યો. રિપોર્ટને 31 માર્ચ 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, “રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને લઈને નિવેદન આપ્યું છે. અમૃતપાલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ધર્મના આધારે નવા રાષ્ટ્રની માંગ કરવી ખોટી છે. જે રીતે મોહન ભાગવત હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે, એવી જ રીતે પંજાબમાં અમૃતપાલ સિંહ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે. ગેહલોતે કહ્યું કે, આજે દેશમાં જાતિવાદ અને ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે. સીએમ ગેહલોતે કહ્યું કે, અમૃતપાલ સિંહ કહી રહ્યો છે કે જો મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તો હું ખાલિસ્તાનની વાત કેમ ન કરું? પીએમ મોદી અને મોહન ભાગવત પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે તમારા બંનેના કારણે જ અમૃતપાલની હિંમત વધી છે. કારણ કે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો.”
અન્ય ન્યૂઝ રિપોર્ટને અહીં જોઈ શકાય છે.
વધુ જાણકારી માટે અમે રાજસ્થાન કોંગ્રેસના પ્રવક્તા સ્વર્ણિમ ચતુર્વેદી સાથે વાત કરી. તેઓનું કહેવું છે, ”મુખ્યમંત્રી અશોક ગેહલોતે અમૃતપાલ સિંહની માંગને દેશ માટે ખતરનાક ગણાવી હતી. ભરતપુરમાં મીડિયાની સાથે વાતચીત કરતા તેમણે આ વાત કહી હતી. સોશિયલ મીડિયા પર અધૂરો વીડિયો વાયરલ કરીને તેમની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.”
પહેલા પણ આ વીડિયો ખોટા દાવાની સાથે વાયરલ થઈ ચૂક્યો છે. તપાસને અહીં વાંચો.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરે પોતાને દિલ્હીનો રહેવાસી હોવાનું જણાવ્યું છે. સમાચાર લખાયા ત્યાં સુધી યુઝરના ફેસબુક પર 2,259 ફ્રેન્ડ્સ છે.
निष्कर्ष: ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંહની તરફેણમાં આપવામાં આવેલા નિવેદનના દાવાની સાથે અશોક ગેહલોતની વાયરલ વીડિયો ક્લિપ એડિટેડ છે, જેને ચૂંટણી દુષ્પ્રચારના હેતુથી શેર કરવામાં આવી રહી છે. હકીકતમાં અશોક ગેહલોતે અમૃતપાલ સિંહની માંગને દેશ માટે ખતરનાક ગણાવી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923