વિશ્વાસ ન્યૂઝે અનુષ્કા શર્માના વાયરલ વીડિયોની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ વીડિયો અત્યારનો નહીં, પરંતુ વર્ષ 2021નો છે. જ્યારે વિરાટ કોહલીનો વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો વર્ષ 2018નો છે. કેટલાક યુઝર્સ હવે આ વીડિયોને વર્લ્ડ કપ 2023ની સાથે જોડીને ખોટા દાવાઓની સાથે શેર કરી રહ્યાં છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમની હાર બાદ ઘણા ખોટા અને ભ્રામક દાવાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આની સાથે જોડીને અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અનુષ્કા શર્માનો આ વીડિયો વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદનો છે. વિરાટ કોહલીનો વીડિયો પણ આવા જ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ભ્રામક નિકળ્યો. અનુષ્કા શર્માનો આ વીડિયો વર્ષ 2021નો છે. જ્યારે અનુષ્કા શર્માએ પોતાના જન્મદિવસની શુભેચ્છાઓ બદલ ચાહકોનો આભાર માન્યો હતો. વીડિયોમાં અનુષ્કા શર્મા કોરોના વિશે વાત કરી રહી છે. આ વીડિયોને હવે વર્લ્ડ કપની સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. તો વર્ષ 2018માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી બહાર થયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પ્રશંસકો માટે વિરાટ કોહલી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો વર્લ્ડ કપ પછીનો હોવાનું જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક પેજ ‘Virat Kohli Fans Club’એ 24 નવેમ્બરે વાયરલ વીડિયોને શેર કર્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે, ‘વર્લ્ડ કપ બાદ અનુષ્કા શર્માએ વિરાટ કોહલી તરફથી એક ઈમોશનલ મેસેજ શેર કર્યો છે #viratkohli #viralvideo #anushkasharma #viralposts’
તેવી જ રીતે અન્ય એક યુઝર ‘viral page’એ વિરાટ કોહલીનો વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, “2023 વર્લ્ડ કપ હાર્યા બાદ કોહલી ભાવુક થયા.”
અનુષ્કા શર્માના વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે ગૂગલ ઈમેજીસ દ્વારા વીડિયોના સ્ક્રીનશોટને સર્ચ કર્યો. અમને ઘણી ન્યૂઝ વેબસાઈટ્સ પર વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. અસલી વીડિયો અનુષ્કા શર્માના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળ્યો. 2 મે, 2021ના રોજ શેર કરાયેલા વીડિયોમાં અનુષ્કા શર્મા તેના જન્મદિવસ પર ફેન્સ દ્વારા પાઠવવામાં આવેલી શુભેચ્છાઓ બદલ આભાર માની રહી છે. વીડિયોમાં તેને એવું કહેતા સાંભળી શકાય છે કે તે અને વિરાટ ટૂંક સમયમાં એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. જેની વિગતો તેઓ દરેકની સાથે શેર કરશે, જેથી દરેક આ અભિયાનનો ભાગ બની શકે.
વીડિયો સાથે સંબંધિત સમાચાર દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત રિપોર્ટમાં વાંચી શકાય છે. 2 મે, 2021ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ”અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના 33મા જન્મદિવસ પર તેના ચાહકો અને મિત્રો તરફથી પાઠવવામાં આવેલી શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ સિવાય તેણે એમ પણ કહ્યું છે કે તે અને વિરાટ ટૂંક સમયમાં કોરોના સામેની લડાઈમાં એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.”
વિરાટ કોહલીનો વીડિયો
વિરાટ કોહલીના વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. અમને અસલી વીડિયો 24 મે, 2018ના રોજ કોહલીના વેરિફાઇડ X હેન્ડલ દ્વારા શેર થયેલો મળ્યો. આ વીડિયો IPL 2018નો હોવાનું કહેવામાં આવ્યું છે.
વિરાટ કોહલીનો આ વીડિયો અગાઉ પણ વાયરલ થયો હતો. તે સમયે તેને ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતની હાર બાદનો કહેવામાં આવ્યો હતો. વિશ્વાસ ન્યૂઝે આ અંગે તપાસ કરી હતી. તમે ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકો છો.
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમની હાર બાદ ઘણા ફેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરીને સત્ય જાહેર કર્યું છે. વર્લ્ડ કપ અને અન્ય ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
અમે વીડિયોને લઈને વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરનો સંપર્ક કર્યો. તેમણે વીડિયોને એડિટેડ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ વીડિયો જૂનો છે.
તપાસના અંતે અમે જૂના વીડિયોને શેર કરનાર ફેસબુક પેજ Virat Kohli Fans Clubની સ્કેનિંગ કરી. સ્કેનિંગથી અમને જાણવા મળ્યું કે પેજને ફેસબુક પર 9 હજારથી વધારે લોકો ફોલો કરે છે. આ પેજ પર ક્રિકેટને લગતી પોસ્ટ શેર કરવામાં આવે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે અનુષ્કા શર્માના વાયરલ વીડિયોની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ વીડિયો અત્યારનો નહીં, પરંતુ વર્ષ 2021નો છે. જ્યારે વિરાટ કોહલીનો વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો વર્ષ 2018નો છે. કેટલાક યુઝર્સ હવે આ વીડિયોને વર્લ્ડ કપ 2023ની સાથે જોડીને ખોટા દાવાઓની સાથે શેર કરી રહ્યાં છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923