X
X

Fact Check: મહિલા ક્રિકેટર રાશિ કનોજિયાના નામે અન્ય યુવતીની તસવીર થઈ રહી છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ રાશિ કનોજિયાના નામે અન્ય કોઈ યુવતીની તસવીર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આ તસવીર વાયરલ છે. કેટલાક યુઝર્સ અભિનંદન આપતાં વાયરલ તસવીરવાળી યુવતીને રાશિ કનોજિયા સમજી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં જે તસવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તસવીર રાશિ કનોજિયાની નથી. તેમણે વિશ્વાસ ન્યૂઝ સાથે તેમની તસવીર શેર કરી છે. વાયરલ અને અસલી તસવીરમાં જોવા મળી રહેલી યુવતી અલગ-અલગ છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ચૌધરી ઉપેન્દ્ર સિંહે 5 જુલાઈના રોજ એક તસવીરને પોસ્ટ કરીને લખ્યું કે, આગ્રાની દીકરી રાશિ કનોજિયાજીની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદ થવા પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું ભગવાનને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું.

પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી તસવીરને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા રાશિ કનોજિયાના નામે વાયરલ તસવીર વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર અમને આ તસવીર ‘નેહા કુમારી દોસ્તી કરોગે’ નામના ફેસબુક પેજ પર મળી. અહીં અલગ-અલગ યુવતીઓ અને મહિલાઓની તસવીરોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. રાશિ કનોજિયાના નામથી વાયરલ તસવીરને આ પેજ પર 3 ફેબ્રુઆરી 2022ના રોજ અપલોડ કરવામાં આવી હતી. આ સિવાય ફેસબુકના ઘણા એકાઉન્ટ અને પેજ પર પણ આ તસવીર જોવા મળી.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. રાશિ કનોજિયા વિશે સર્ચ કરવા પર ઘણી ન્યૂઝ વેબસાઈટ પર તેના સિલેક્શન સાથે જોડાયેલા સમાચાર મળ્યા. Jagran.comએ 3 જુલાઈ, 2023ના રોજ પ્રકાશિત એક સમાચારમાં જણાવ્યું કે, “રાશિ કનોજિયાની બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. રાશિ કનોજિયા 13 જૂનથી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ચાલી રહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેમ્પમાં ભાગ લઈ રહી હતી. તે બીસીસીઆઈ દ્વારા આયોજિત મીની આઈપીએલમાં વિજેતા સુપરનોવા ટીમની સભ્ય હતી. ગયા વર્ષે તેણે ઘરેલુ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તે યુપીની અંડર-23 ટીમની કેપ્ટન રહી ચૂકી છે. રાશિ કનોજિયા બે મહિના પહેલા જ પશ્ચિમ રેલવે, મુંબઈમાં જોડાઈ છે. તે યુપીની સિનિયર ટીમની સભ્ય છે.” આ સમાચારને અહીં વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસના આગળના તબક્કામાં રાશિ કનોજિયા સાથે સંપર્ક કર્યો. તેની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેણે કહ્યું કે પોસ્ટ જે તસવીર છે તે તસવીર તેની નથી. આ કોઈ બીજાની તસવીર છે. રાશિ કનોજિયાએ વિશ્વાસ ન્યૂઝ સાથે તેની અસલી તસવીર પણ શેર કરી છે. નીચે તમે રાશિ કનોજિયાની અસલી અને નકલી તસવીર જોઈ શકો છો.

વિશ્વાસ ન્યૂઝ સ્વતંત્ર રીતે આ વાતની પુષ્ટિ કરી શકતું નથી કે વાયરલ તસવીરવાળી યુવતી કોણ છે, પરંતુ એ પાક્કુ છે કે આ તસવીર રાશિ કનોજિયાની નથી.

નિષ્કર્ષ: વાયરલ તસવીર રાશિ કનોજિયાની નથી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર ઘણા વર્ષોથી ઇન્ટરનેટ પર વાયરલ છે.

  • Claim Review : મહિલા ક્રિકેટર રાશિ કનોજિયાની તસવીર
  • Claimed By : ફેસબુક યુઝર ચૌધરી ઉપેન્દ્ર સિંહ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later