Fact Check : લંડનના ઈસ્કોન મંદિરમાં કીર્તન સાંભળતા વિરાટ-અનુષ્કાના જૂના વીડિયોને હાલ જણાવીને કરાયો વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ થઈ રહેલો વીડિયો તાજેતરનો નહીં, પરંતુ લગભગ એક વર્ષ જૂનો છે. વર્ષ 2023માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનના ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ દાસના ભજન સાંભળતા જોવા મળ્યા હતા.

Fact Check : લંડનના ઈસ્કોન મંદિરમાં કીર્તન સાંભળતા વિરાટ-અનુષ્કાના જૂના વીડિયોને હાલ જણાવીને કરાયો વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે એક તરફ તમામ સેલિબ્રિટી અનંત અંબાણીના લગ્નમાં સામેલ થઈ રહ્યા છે. તો બીજી તરફ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં કીર્તન સાંભળી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ થઈ રહેલો વીડિયો તાજેતરનો નહીં, પરંતુ લગભગ એક વર્ષ જૂનો છે. વર્ષ 2023માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનના ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ દાસના ભજન સાંભળતા જોવા મળ્યા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ધ એમઆર સ્પોર્ટ્સે વીડિયોને 9 જુલાઈ, 2024ના રોજ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે “વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથે લંડનમાં ભજન કીર્તનમાં સામેલ થયા.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

એક્સ યુઝરે વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં અંગ્રેજીમાં લખ્યું છે કે, “જ્યારે તમામ સેલિબ્રિટીસ અનંત અંબાણીના લગ્નમાં વ્યસ્ત છે, ત્યારે મારા આદર્શ વિરાટ કોહલી તેમના પત્નીની સાથે લંડનના ઈસ્કોન મંદિરમાં કીર્તન સાંભળી રહ્યા છે.”

https://twitter.com/i/status/1810237516965900589

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ વીડિયો ક્રિક સ્પોર્ટ્સ ટીવી નામની એક યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોને 17 જૂન 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતીના આધારે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને વાયરલ વીડિયો સાથે સંબંધિત રિર્પોટ ઈન્ડિયા ટીવીની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 17 જૂન 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનના ઈસ્કોન મંદિરમાં જોવા મળ્યા. બંને અમેરિકી ભજન ગાયક કૃષ્ણ દાસના કીર્તનને સાંભળવા માટે પહોંચ્યા હતા. બંને પહેલા પણ ઘણીવાર કૃષ્ણ દાસના કીર્તનમાં જોવા મળ્યા છે.

વધુ માહિતી માટે અમે આ વિષય પર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર સૈયદ હુસૈન સાથે વાત કરી. તેમણે અમને જણાવ્યું કે વાયરલ વીડિયો જૂનો છે. આ તાજેતરનો નથી.

છેલ્લે અમે વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર એક્સ યુઝર Mahiya18ના એકાઉન્ટની તપાસ કરી. અમને જાણવા મળ્યું કે યુઝરને 1300થી વધુ લોકો ફોલો કરે છે. યુઝરે પોતાની પ્રોફાઇલ પર પોતાને જયપુરનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ થઈ રહેલો વીડિયો તાજેતરનો નહીં, પરંતુ લગભગ એક વર્ષ જૂનો છે. વર્ષ 2023માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનના ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ દાસના ભજન સાંભળતા જોવા મળ્યા હતા.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ