Fact Check: નીરજ ચોપરાને અભિનંદન પાઠવતા PM મોદીના જૂના વીડિયોને એડિટ કરીને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી કરાઈ રહ્યો છે વાયરલ
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે નીરજ ચોપરા સાથે વાત કરતા પીએમ મોદીનો વાયરલ વીડિયો એડિટેડ છે. અસલી વીડિયો લગભગ બે વર્ષ જૂનો છે, જેને એડિટિંગ ટૂલ્સની મદદથી એડિટ કરવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં પીએમ મોદીએ નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેના જવાબમાં તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
- By: Pragya Shukla
- Published: Jan 15, 2024 at 05:38 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવલિન થ્રો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી નીરજ ચોપરા સાથે વાતચીત કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. જેના જવાબમાં નીરજ ચોપરાને કથિત રીતે એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘મે જેટલી દૂર ભાલો ફેક્યો, મને આ ફેંકવાની પ્રેરણા તમારા પાસેથી જ મળી છે’
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ફેક અને એડિટેડ છે. અસલી વીડિયો લગભગ 2 વર્ષ જૂનો છે, જેને એડિટિંગ ટૂલ્સની મદદથી એડિટ કરવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં પીએમ મોદીએ નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેના જવાબમાં ચોપરાએ પીએમ મોદીનો આભાર માન્યો હતો.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર gransari.750એ 9 જાન્યુઆરી, 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘ઈતના સચ ભી નહીં બોલના થા નીરજ ભાઈ.’
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને 7 ઓગસ્ટ, 2021ના રોજ ANIના સત્તાવાર એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો અસલી વીડિયો મળ્યો. વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા બદલ નીરજ ચોપરાને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. વીડિયોમાં સાંભળી શકાય છે કે પીએમ મોદી નીરજ ચોપરાને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે અને કોરોનાકાળને લઈને વાત કરી રહ્યા છે. જેના જવાબમાં તેઓ પીએમ મોદીનો આભાર માને છે અને કહે છે કે મારો હેતુ ગોલ્ડ મેડલ જીતવાનો અને દેશને ગૌરવ અપાવવાનો હતો. 3.41 મિનિટના આખા વીડિયોમાં પીએમ મોદી અને નીરજ ચોપરા વાયરલ વીડિયોવાળી વાત નથી કરતા. ઓરિજિનલ વીડિયો જોયા બાદ એ સ્પષ્ટ થાય છે કે બંનેના ઓડિયોને એડિટિંગની મદદથી ઉમેરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન અમને દાવા સાથે સંબંધિત એક ન્યૂઝ રિપોર્ટ જાગરણની વેબસાઈટ પર 7 ઓગસ્ટ, 2021ના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. રિપોર્ટ અનુસાર, ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા બદલ ખુદ પીએમ મોદીએ ફોન કરીને નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. જેના જવાબમાં નીરજ ચોપરાએ કહ્યું હતું કે, આ મારું સપનું હતું.
તપાસના આગલા તબક્કામાં અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, વાયરલ વીડિયો એડિટેડ છે અને ટોક્યો ઓલિમ્પિક વખતનો છે. જ્યારે પીએમ મોદીએ નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા હતા. નીરજ ચોપરાએ આવો કોઈ જવાબ આપ્યો નથી.
વધુ જાણકારી માટે અમે ભાજપના પ્રવક્તા વિજય સોનકર સાથે સંપર્ક કર્યો. તેમણે વીડિયોને એડિટેડ અને દાવાને ખોટો ગણાવ્યો છે.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી જોડાયેલી પોસ્ટને શેર કરે છે. યુઝરને 12 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે નીરજ ચોપરા સાથે વાત કરતા પીએમ મોદીનો વાયરલ વીડિયો એડિટેડ છે. અસલી વીડિયો લગભગ બે વર્ષ જૂનો છે, જેને એડિટિંગ ટૂલ્સની મદદથી એડિટ કરવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં પીએમ મોદીએ નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેના જવાબમાં તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
- Claim Review : નીરજ ચોપરાએ પીએમ મોદીને કહ્યા ફેંકૂ
- Claimed By : ફેસબુક યુઝર gransari.750
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.