ડિસેમ્બર 2018માં યોજાયેલા ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન સહિત અન્ય ફિલ્મ સ્ટાર્સે મહેમાનોને ભોજન પીરસ્યું હતું. બાદમાં અભિષેક બચ્ચને તેને એક રિવાજ ગણાવ્યો હતો. ઈશા અંબાણીના લગ્નમાં જમવાનું પીરસતા આમિર ખાનનો જૂનો વીડિયો હવે અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની સાથે જોડીને ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની સાથે જોડીને બોલિવૂડ અભિનેતા આમિર ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓને મહેમાનોને ભોજન પીરસતા જોઈ શકાય છે. તેને શેર કરીને કેટલાક યુઝર્સ આમિર ખાન પર નિશાન સાધી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આમિર ખાનનો આ વીડિયો લગભગ પાંચ વર્ષ જૂનો છે. તેમણે અન્ય ફિલ્મ સ્ટાર્સ સાથે ઈશા અંબાણીના લગ્નમાં મહેમાનોને ભોજન પીરસ્યું હતું. અભિષેક બચ્ચને તેને એક રિવાજ ગણાવ્યો હતો. આમિર ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક યુઝર મોરવા રેના (આર્કાઇવ લિંક)એ 4 માર્ચે વીડિયો ક્લિપ શેર કરીને લખ્યું કે, ”યે તો ગજબ કી બેઈજતી હૈ ભાઈ, વરિષ્ઠ કિસાન રેહાના કો… કરને કે લીએ 75 કરોડ ઔર આમિર ખાન કો ખાના પરોસને કે લીએ “ફ્રી” મેં! યે અંબાની પરિવાર ભીના…”
વાયરલ દાવાની તપાસ માટે અમે વીડિયોની કીફ્રેમ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યું. 15 ડિસેમ્બર, 2018ના રોજ SpotboyE યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા વીડિયો સમાચારમાં આ તસવીરને જોઈ શકાય છે. આ મુજબ ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચને મહેમાનોને ભોજન પીરસ્યું હતું.
આ વીડિયો યુટ્યુબ ચેનલ બોલિવૂડ બાઈ પર જોઈ શકાય છે. તેને 14 ડિસેમ્બર 2018ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાનને મહેમાનોને ભોજન પીરસતા જોઈ શકાય છે. આમાં વાયરલ વીડિયો ક્લિપ્સનો પણ સમાવેશ થાય છે.
પિંકવિલા વેબસાઈટ પર 2 માર્ચ, 2024ના રોજ પ્રકાશિત થયેલા એક લેખમાં લખવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2018માં ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાને મહેમાનોને ભોજન પીરસ્યું હતું.
અભિષેક બચ્ચને 16 ડિસેમ્બર 2018ના રોજ એક યુઝરની પોસ્ટ (આર્કાઇવ લિંક)ના જવાબમાં એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે આને રિવાજ ગણાવ્યો હતો.
આ અંગે મુંબઈના વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકરનું કહેવું છે કે, આમિર ખાનનો આ વીડિયો ઈશા અંબાણીના લગ્નનો છે. ઈશાના લગ્ન મુંબઈમાં જ થયા હતા.
12 ડિસેમ્બર, 2018ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે ઈશા અને આનંદ પીરામલના લગ્નની વિધિ મુંબઈમાં મુકેશ અંબાણીના 27 માળના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’માં પૂર્ણ થઈ હતી.
આમિર ખાનના જૂના વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. એક વિચારધારાથી પ્રભાવિત યુઝરના લગભગ 4700 ફ્રેન્ડ્સ છે.
निष्कर्ष: ડિસેમ્બર 2018માં યોજાયેલા ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન સહિત અન્ય ફિલ્મ સ્ટાર્સે મહેમાનોને ભોજન પીરસ્યું હતું. બાદમાં અભિષેક બચ્ચને તેને એક રિવાજ ગણાવ્યો હતો. ઈશા અંબાણીના લગ્નમાં જમવાનું પીરસતા આમિર ખાનનો જૂનો વીડિયો હવે અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની સાથે જોડીને ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923