Fact Check: તેલંગાણાના રોડ શૉની જૂની તસવીરને સચિન પાયલટના નોમિનેશનની જણાવીને કરાઈ વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. કેટલાક લોકો તેલંગાણાની 2018ની તસવીરને કોંગ્રેસ નેતા સચિન પાયલટની નોમિનેશનની જણાવીને વાયરલ કરી રહ્યા છે.
- By: Ashish Maharishi
- Published: Nov 6, 2023 at 02:49 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ટોંકથી કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલટે ઉમેદવારી નોંધાવી દીધી છે. તેમના નામાંકનના નામે એક તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડને જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ તસવીરને સચિન પાયલટના નોમિનેશનની જણાવીને ભ્રમ ફેલાવી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝે જ્યારે આ તસવીરની તપાસ કરી તો આ તસવીર તેલંગાણાની 2018ની હોવાનું સામે આવ્યું છે. તે સમયે ત્યાં કોંગ્રેસે એક રોડ શૉ કર્યો હતો. આ તસવીરને હવે સચિન પાયલટના નોમિનેશનની જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર મહેન્દ્ર ચિરવંદા કરૌલીએ 31 ઓક્ટોબરના રોજ ભીડની એક તસવીરને સચિન પાયલટના નોમિનેશનની જણાવીને પોસ્ટ કરતા દાવો કર્યો કે, આજે ટોંકમાં સચિન પાયલટના નોમિનેશનની તસવીર
વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટના નોમિનેશનના નામે વાયરલ તસવીરની તપાસ કરવા માટે તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ તસવીર તેલંગાણામાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા રોડ શૉની સાબિત થઈ. આ તસવીરને મોહમ્મદ અઝહરુદ્દીને તેના X હેન્ડલ (અગાઉ ટ્વિટર) પર 5 ડિસેમ્બર 2018ના રોજ પોસ્ટ કરી હતી. જેમાં આ તસવીરને તેલંગાણાની જણાવવામાં આવી છે.
આ તસવીરને જ્યારે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ ટૂલ દ્વારા સર્ચ કરવામાં આવી ત્યારે એક્સ હેન્ડલ srivatsaybએ આ તસવીરની સાથે બીજા એંગલથી વધુ બે તસવીરો પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં પણ આ તસવીરોને તેલંગાણાની જણાવવામાં આવી છે.
નોંધનીય છે કે સચિન પાયલટે 31 ઓક્ટોબરે રાજસ્થાનના ટોંકથી ઉમેદવારી નોંધાવી છે. તે દરમિયાન મોટી ભીડ જોવા મળી હતી. ભીડ સાથે જોડાયેલી તસવીર સચિન પાયલટના ફેસબુક પેજ પર જોઈ શકાય છે.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે રાજસ્થાન ચોક.કોમના પત્રકાર અંકિત તિવારીનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ તસવીરને શેર કરી. તેમણે માહિતી આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેલંગાણાની આ તસવીરને ટોંકની તસવીર જણાવીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આ તસવીરનો કોંગ્રેસના નેતા સચિન પાયલટના નોમિનેશન સાથે કોઈ સંબંધ નથી.
તપાસના અંતે તેલંગાણાની તસવીરને રાજસ્થાનના ટોંકની જણાવીને વાયરલ કરનારા યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર મહેન્દ્ર ચિરવંદા કરૌલીને ચાર હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે. યુઝર દૌસાનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ. કેટલાક લોકો તેલંગાણાની 2018ની તસવીરને કોંગ્રેસ નેતા સચિન પાયલટની નોમિનેશનની જણાવીને વાયરલ કરી રહ્યા છે.
- Claim Review : ટોંકમાં સચિન પાયલટના નોમિનેશનની તસવીર
- Claimed By : ફેસબુક યુઝર મહેન્દ્ર ચિરવંદા કરૌલી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.