X
X

Fact Check: ચીનની જૂની તસવીરને AAPની ગુજરાત રેલીની જણાવીને કરવામાં આવી રહી છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર ભારતની નહીં, પરંતુ ચીનની છે. તસવીર તે સમયની છે, જ્યારે ગુઆંગઝુ શહેરમાં ઓલિમ્પિક મશાલનું સ્વાગત કરવા માટે ભીડ એકઠી થઈ હતી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. જેમાં ગઈકાલે ગુજરાતની 25 બેઠકો પર પણ મતદાન થઈ ચૂક્યું છે. ચૂંટણીના પરિણામ આગામી 4 જૂનના રોજ જાહેર કરાશે. આ વચ્ચે 2 મેના રોજ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ ગુજરાતના ડેડિયાપાડામાં ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવ્યા હતા. ત્યારે હવે તેમના ચૂંટણી પ્રચાર સાથે જોડીને એક તસવીર સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે, જેમાં ભારે ભીડને જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગુજરાતમાં યોજાયેલી AAPની રેલીની તસવીર છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર ભારતની છે જ નહીં, આ તસવીર વાસ્તવમાં ચીનની છે, જ્યારે ગુઆંગઝુ શહેરમાં ઓલિમ્પિક મશાલનું સ્વાગત કરવા માટે ભીડ એકઠી થઈ હતી.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર નીલમ રાવલ (આર્કાઇવ લિંક)એ 2 મે 2024ના રોજ આ ફોટોને પોસ્ટ કરતા લખ્યું, ”અરવિંદ કેજરીવાલજીની ષડયંત્રકારી ધરપકડની સામે રસ્તા પર ઉતરી ગુજરાતની જનતા. સુનીતા કેજરીવાલજીના રોડ શૉમાં ભીડ એકઠી થઈ. જનતાએ મન બનાવી લીધું છે, આ વખતે ‘જેલનો જવાબ વોટથી.”’

https://twitter.com/rajasinghsewara/status/1787024857701486738

તપાસ

વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા આ તસવીરને ગૂગલ લેન્સ પર સર્ચ કરી. અમને આ તસવીર સ્ટોક ફોટો રિપોઝીટરી Flickr પર 12 મે 2008ના રોજ અપલોડ થયેલી મળી. અહીં આપેલા ડિસ્ક્રિપશન મુજબ ફોટામાં ચીનના ગુઆંગઝૂમાં એક ભીડ જોવા મળે છે, જે ઓલિમ્પિક મશાલનું સ્વાગત કરવા માટે એકઠી થઈ હતી.

અમને આ તસવીર અને બીજી પણ ઘણી ચાઈનીઝ વેબસાઈટ્સ પર મળી, જ્યાં તેને ઓલિમ્પિક મશાલના સ્વાગતની જણાવવામાં આવી હતી.

આ પછી અમે સુનીતા કેજરીવાલના ગુજરાત રોડ શૉની તસવીરો અને વીડિયો સર્ચ કર્યા. અમને આ રોડ શૉની ઘણી તસવીરો મળી, પરંતુ તે તસવીરો વાયરલ તસવીર સાથે મળતી નહોતી.

અમે આ બાબતે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપૂરિયા સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરી કે વાયરલ તસવીર ગુજરાતની નથી. તેમણે અમારી સાથે આ રોડ શૉની કેટલીક તસવીરો પણ શેર કરી.

વાયરલ તસવીરને નીલમ રાવલે ફેસબુક પર ખોટા દાવાની સાથે શેર કરી હતી. યુઝરના લગભગ 800 ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર ભારતની નહીં, પરંતુ ચીનની છે. તસવીર તે સમયની છે, જ્યારે ગુઆંગઝુ શહેરમાં ઓલિમ્પિક મશાલનું સ્વાગત કરવા માટે ભીડ એકઠી થઈ હતી.

  • Claim Review : સુનીતા કેજરીવાલના રોડ શૉમાં ભીડ એકઠી થઈ.
  • Claimed By : ફેસબુક યુઝર- નીલમ રાવલ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later