Fact Check: ત્રણ મહિના જૂનો અધકચરો વિડીયો અમિત શાહ દ્વારા ખોટ સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
વિશ્વસ ન્યૂઝની તપાસમાં અમિત શાહના વીડિયોને લઈને થઈ રહેલો દાવો ભ્રામક સાબિત થયો. અમિત શાહના ત્રણ મહિના જૂના અને અધકચરા વીડિયો ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યા છે. મૂળ વીડિયોમાં તે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે, સીઆઇએસએફ ખાનગી એજન્સીઓને તૈયાર કરવામાં મદદ કરશે અને તેમને ટ્રેનિંગ આપશે.
- By: Pragya Shukla
- Published: Aug 24, 2022 at 02:06 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર સીઆઈએસએફને બંધ કરીને તેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ગેરમાર્ગે દોરનારો સાબિત થયો હતો. અમિત શાહના ત્રણ મહિના જૂના અને અધકચરા વીડિયો ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યા છે. મૂળ વીડિયોમાં તે એમ કહેતો જોવા મળી રહ્યો છે કે, સીઆઇએસએફ ખાનગી એજન્સીઓને તૈયાર કરવામાં મદદ કરશે અને તેમને ટ્રેનિંગ આપશે.
વાયરલ પોસ્ટમાં શું છે?
ફેસબુક યુઝર આદર્શ જનતા પાર્ટીએ વાયરલ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હવે #CISF પણ બંધ કરવાનો સમય આવી ગયો છે ! સમગ્ર દેશની સુરક્ષા કોન્ટ્રાક્ટ પર અપાશે ! મારો દેશ, આ જ ખોટા રાષ્ટ્રવાદનો અસલી ચહેરો છે!. “
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઇ શકાય છે.
સચ્ચાઈ
વાયરલ દાવાની સાતત્યતા જાણવા માટે, અમે ગૂગલ પર ઘણા કીવર્ડ્સ દ્વારા શોધવાનું શરૂ કર્યું. અમને કોઈ વિશ્વસનીય અહેવાલ મળ્યો નથી કે સીઆઈએસએફને બંધ કરવામાં આવી રહી છે અથવા ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, અમને વાયરલ વીડિયો સાથે જોડાયેલા ઘણા અહેવાલો મળ્યાં છે. 6 માર્ચ 2022ના રોજ દૈનિક જાગરણ પર પ્રકાશિત અહેવાલ અનુસાર ગૃહમંત્રી અમિત શાહ સીઆઈએસએફ ના સ્થાપના દિવસે એક કાર્યક્રમમાં ભાગ લેવા ગાઝિયાબાદ પહોંચ્યા હતા. આ વીડિયો એ જ સમયનો છે. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે સીઆઈએસએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને આગામી ૨૫ વર્ષના રોડમેપ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. સીઆઈએસએફ ખાનગી એજન્સીઓને તાલીમ આપશે અને તેમને તૈયાર કરવા માટે પણ કામ કરશે. અન્ય વેબસાઇટ્સના અહેવાલો અહીં વાંચી શકાય છે.
તપાસને આગળ વધારતા, અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે શોધવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, અમને 6 માર્ચ, 2022 ના રોજ દૂરદર્શનની સત્તાવાર ચેનલ પર અપલોડ કરેલો મૂળ વીડિયો મળ્યો. મૂળ વીડિયોમાં અમિત શાહનું સમગ્ર નિવેદન 11 મિનિટથી સાંભળી શકાય છે. તેઓ કહેતા જોવા મળે છે કે, “હું સીઆઈએસએફના ડીજીપીને કહીશ કે 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવે, જેમાં આપણે સીઆઈએસએફને ભવિષ્યના 25 વર્ષ માટે તૈયારી કરવી જોઈએ. સીઆઈએસએફને વધુ કામ આપવામાં આવશે. દેશમાં ખાનગી સુરક્ષાનું કામ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સરકારે આ માટે કાયદા અને નિયમો પણ બનાવ્યા છે. શું સીઆઈએસએફ તેમની તાલીમ લઈ શકે છે?
તપાસ દરમિયાન, અમને સીઆઈએસએફની સત્તાવાર વેબસાઇટ પર વાયરલ દાવા સાથે સંબંધિત એક પીડીએફ પણ મળી. આ પીડીએફ આ પ્રોગ્રામ વિશે ન્યૂઝ વેબસાઇટ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ બતાવે છે. અમિત શાહના આ કાર્યક્રમ અંગે અહીં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સીઆઇએસએફ પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીની ટ્રેનિંગ પણ સંભાળશે.
આ વાતની સંપૂર્ણ પુષ્ટિ કરવા માટે અમે દૈનિક જાગરણના રિપોર્ટર ધનંજય વર્માનો સંપર્ક સાધ્યો હતો, જેમણે આ ઇવેન્ટને કવર કરી હતી. અમે તેમની સાથે વાયરલ ક્લેમ શેર કર્યો છે. તેઓએ અમને કહ્યું કે વાયરલ કરેલો દાવો ખોટો છે. આ કાર્યક્રમમાં તેમણે સીઆઇએસએફને પ્રાઇવેટ બનાવવાની વાત નથી કરી, પરંતુ પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીની ટ્રેનિંગ આપવાની વાત કરી હતી.
તપાસના અંતે અમે ફેસબુક યુઝર આદર્શ જનતા પાર્ટીનું સોશિયલ સ્કેનિંગ કર્યું હતું, જેમણે આ પોસ્ટ શેર કરી હતી. સ્કેનિંગથી, અમને ખબર પડી કે ફેસબુક પર યુઝરને 33 લોકો ફોલો કરે છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી જાણકારી મુજબ યૂઝર દિલ્હીનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વસ ન્યૂઝની તપાસમાં અમિત શાહના વીડિયોને લઈને થઈ રહેલો દાવો ભ્રામક સાબિત થયો. અમિત શાહના ત્રણ મહિના જૂના અને અધકચરા વીડિયો ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યા છે. મૂળ વીડિયોમાં તે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે, સીઆઇએસએફ ખાનગી એજન્સીઓને તૈયાર કરવામાં મદદ કરશે અને તેમને ટ્રેનિંગ આપશે.
- Claim Review : સીઆઈએસેફને બંધકારી તેનું ખાનગીકરણ કરવાની તૈયારી
- Claimed By : આદર્શ જાણતા પાર્ટી
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.