નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં એક પોલીસકર્મીને રસ્તા પર કેટલીક યુવતીઓ સાથે દલીલ કરતા જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે યુવતીઓને કોલ્ડ ડ્રિંકની બોટલમાં દારૂ ભેળવીને પીતા રંગેહાથ પકડી લીધી.
વિશ્વાસને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો કોઈ વાસ્તવિક ઘટનાનો નથી, આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે અને તેમાં જોવા મળી રહેલા પોલીસ અધિકારી અમર કટારિયા છે, જેઓ રોહતકમાં રોડ સેફ્ટી બ્રાન્ચમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. કટારિયા એક કલાકાર પણ છે અને પોતાની આ ભૂમિકામાં તેઓ સમાજિક જાગૃતિવાળા વીડિયો બનાવતા રહે છે, જેમનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમના આવા વીડિયોને સત્ય ઘટના માનીને શેર કરે છે. વાયરલ વીડિયો પણ એવો જ એક વીડિયો છે, જેને સોશિયલ મીડિયા પર એક સત્ય ઘટના જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર ‘હિન્દુવાદી રાકેશ’એ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક) શેર કરીને લખ્યું છે કે, “કોલ્ડડ્રિંકમાં દારુ ભેળવીને પી રહેલી પપ્પાની પરીઓને પોલીસે પકડી… પછી જુઓ શું થયું, હંગામો, પોલીસ બીચારા હવે શું કરે તમે જ કહો? સુધરી જાવ પપ્પાજીની પરીઓ”
ઘણા અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવા સાથે શેર કર્યો છે. વીડિયો ક્લિપને શેર કરતા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે આ સત્ય ઘટનાનો વીડિયો છે, જ્યારે એક પોલીસ અધિકારીએ કોલ્ડ ડ્રિંક્સમાં દારૂ ભેળવીને પીતી યુવતીઓને રંગે હાથ પકડી લીધી.
વાયરલ વીડિયો ક્લિપના અંતમાં પોલીસ અધિકારી પોતાનો પરિચય અમર કટારિયા તરીકે આપે છે. આ નામથી કી-વર્ડ સર્ચ કરવા પર અમને આ વ્યક્તિની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મળી
પોતાની પ્રોફાઇલમાં અમર કટારિયાએ પોતાનો પરિચય એક કલાકાર તરીકે આપ્યો છે અને તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર અમને આવા ઘણા વીડિયો જોવા મળ્યા. તમામ વીડિયોમાં કટારિયા સામાજિક જાગૃતિનો સંદેશ આપતા જોવા મળે છે. કટારિયાએ ફેસબુક પ્રોફાઇલથી 4 એપ્રિલના રોજ કરેલી એક પોસ્ટમાં અમને વાયરલ વીડિયો ક્લિપનું લાંબું વર્ઝન મળ્યું, જેમાં શેર કરીને લખવામાં આવ્યું છે કે આ વીડિયોને સામાજિક જાગૃતિના હેતુથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં કામ કરતા તમામ લોકો એક્ટર છે અને આ સ્ક્રિપ્ટેડ વીડિયો છે. એટલે કે આ વીડિયો કોઈ વાસ્તવિક ઘટનાનો વીડિયો નથી, આને બનાવવામાં આવ્યો છે.
વાયરલ વીડિયો ક્લિપને લઈને વિશ્વાસ ન્યૂઝે અમર કટારિયા સાથે સંપર્ક કર્યો. તેમણે વીડિયો સ્ક્રિપ્ટેડ હોવાની પુષ્ટી કરતા જણાવ્યું કે તેઓ હરિયાણાના રોહતક જિલ્લામાં રોડ સેફ્ટી વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. સાથે જ તેઓ એક કલાકાર પણ છે અને સમયાંતરે સામાજિક સંદેશો આપતા આવા વીડિયો બનાવતા રહે છે.
ખોટા દાવા સાથે વાયરલ વીડિયોને શેર કરનાર યુઝરની પ્રોફાઇલ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત છે.
નિષ્કર્ષ: હરિયાણાના રોહતક જિલ્લામાં રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી અમર કટારિયાના એક સ્ક્રિપ્ટેડ વીડિયોને વાસ્તવિક ઘટનાનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો કોઈ સત્ય ઘટનાનો નથી, પરંતુ સામાજિક જાગૃતિનો સંદેશ આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923