Fact Check: શું હાથ ધોયા પછી જ બૂટ પહેરે છે રાહુલ ગાંધી? જાણો વાયરલ વીડિયોનું સત્ય

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ રાહુલ ગાંધી સાથે સંબંધિત એક વીડિયો ક્લિપને શેર કરી રહ્યા છે, જેમાં તેઓ હાથ ધોયા બાદ બૂટ પહેરતા જોવા મળી રહ્યા છે. વીડિયો ક્લિપને શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ હાથ ધોયા બાદ બૂટ પહેર્યા હતા. આ વીડિયો ક્લિપને શેર કરીને યુઝર્સ રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ક્લિપ અડધી છે. વાસ્તવમાં આ એડિટેડ ક્લિપ છે. રાહુલ ગાંધીએ જમ્યા પછી હાથ ધોયા અને પછી બૂટ પહેર્યા હતા, પરંતુ વાયરલ ક્લિપમાં આ ભાગને જાણીજોઈને કાઢી નાખવામાં આવ્યો છે, જેનાથી એવું લાગે છે કે રાહુલ ગાંધી બૂટ પહેરતા પહેલા હાથ ધોઈ રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘વિશાલ વર્શ્નેય આનંદ બીજેપી’એ વાયરલ ક્લિપ (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું છે કે, ‘બતાઓ બતાઓ બતાઓ… હાથ ધોને કે બાદ જૂતા કૌન પહેનતા હૈ.”

ટ્વિટર ઉપર પણ અન્ય કેટલાક યુઝર્સે આ વીડિયો ક્લિપને સમાન દાવાની સાથે શેર કરી છે.

તપાસ

વાયરલ વીડિયો ક્લિપ લગભગ 15 સેકન્ડની છે, જેમાં રાહુલ ગાંધીને હાથ ધોયા બાદ બૂટ પહેરતા જોઈ શકાય છે. વીડિયો ક્લિપને જોઈને એ સ્પષ્ટ થાય છે કે આ એક એડિટેડ ક્લિપ છે, જેને તેના સંદર્ભથી અલગ કરીને શેર કરવામાં આવી રહી છે.

વાયરલ ક્લિપના સંદર્ભને સમજવા માટે ઓરિજનલ વીડિયોને જોવો જરૂરી હતો. વાયરલ ક્લિપની કી-ફ્રેમ્સને રિવર્સ ઇમેજ પર સર્ચ કરવા પર ‘Village Cooking Channel’ નામની YouTube ચેનલ પર 29 જાન્યુઆરી, 2021ના રોજ અપલોડ કરવામાં આવેલો વીડિયો જોવા મળ્યો. વાયરલ વીડિયોમાં 11.55 સેકન્ડથી 12.24 સેકન્ડની ફ્રેમને જોવા પર વાયરલ વીડિયો ક્લિપનો સંપૂર્ણ સંદર્ભ મળી જાય છે.

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે રાહુલ ગાંધી પહેલા લોકોની સાથે બેસીને ભોજન કરે છે અને પછી એક વ્યક્તિ તેમને તેમના હાથ ધોવડાવે છે, ત્યારબાદ તેઓ બૂટ પહેરે છે અને પછી લોકોનો આભાર માને છે.

અન્ય ન્યૂઝ રિપોર્ટ્સમાં પણ રાહુલ ગાંધીની આ મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દી ન્યૂઝ18ના રિપોર્ટ મુજબ, રાહુલ ગાંધી 2021માં તમિલનાડુ વિધાનસભા ચૂંટણી વખતે પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ ત્યાં એક યુટ્યુબ ચેનલના શૉમાં પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મશરૂમ બિરયાનીની મજા માણી હતી. રિપોર્ટ અનુસાર તેમણે શૉ દરમિયાન બિરયાની બનાવતા લોકો સાથે પણ વાતચીત કરી હતી.

અમારી તપાસથી એ સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીનો વાયરલ થઈ રહેલો વીડિયો 2021ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રચાર સાથે સંબંધિત છે, જેની એડિટેડ ક્લિપને દુષ્પ્રચારના ઈરાદાથી વાયરલ કરવામાં આવી રહી છે. વાયરલ ક્લિપને લઈને અમે યુપી કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગીનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ દુષ્પ્રચારનો આ કોઈ નવો મામલો નથી. કોઈપણ વ્યક્તિ વીડિયોને જોઈને તેમના સંદર્ભને સમજી શકે છે.

વાયરલ વીડિયો ક્લિપને શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ 250 લોકો ફોલો કરે છે. રાહુલ ગાંધી સાથે સંબંધિત અન્ય ફેક્ચ ચેક રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે.

નિષ્કર્ષ: 2021માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી એક યુટ્યુબ ચેનલના શૉમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના આ વીડિયોની એડિટેડ ક્લિપને દુષ્પ્રચારના ઇરાદાથી વાયરલ કરવામાં આવી રહી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ