નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ ચર્ચામાં છે. અભિનેત્રીએ થોડા દિવસ પહેલા એક પુત્રીને જન્મ આપ્યો છે. હવે તેના વિશેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આલિયા ભટ્ટે તેની પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવીને તેની મજાક ઉડાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. આ પોસ્ટમાં રામાયણ અને મહાભારતના પાત્રનો ઉલ્લેખ કરતી વખતે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુઝર્સ આ પોસ્ટને આલિયા ભટ્ટની હોવાનું માનીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આલિયા ભટ્ટે આવી કોઈ પોસ્ટ કરી નથી.
ફેસબુક યુઝર વિવેક બૌધે 11 નવેમ્બરે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટ કરતાં લખ્યું છે કે, ‘પૂછી રહી છે’..આલિયા_ભટ્ટ
આ પોસ્ટમાં આલિયાની તસવીર અને તેના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફેક્ટ ચેકના હેતુથી આ પોસ્ટ જેમ છે તેમ જ અહીં રજૂ કરવામાં આવી છે. આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.
આલિયા ભટ્ટના નામે વાયરલ થઈ રહેલી વાંધાજનક પોસ્ટની તપાસ કરવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌપ્રથમ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાં પર સર્ચ કરવાનું શરૂ કર્યું. જેમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અમને મળેલી છેલ્લી પોસ્ટ 6 નવેમ્બર 2022ની હતી. જેમાં તેમને એક પુત્રી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ પોસ્ટ અહીં જોઈ શકાય છે. આ પછી તેણે કંઈપણ પોસ્ટ કર્યું નથી.
આ જ પોસ્ટ આલિયા ભટ્ટના ફેસબુક પેજ પર પણ જોવા મળી હતી. તેમાં પણ 6 નવેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ જ પોસ્ટ કરવામાં આવી નથી. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે નકલી પોસ્ટમાં આલિયાની તસવીરનો ઉપયોગ આલિયાના એકાઉન્ટમાંથી લઈને જ કરવામાં આવ્યો છે. ફેક પોસ્ટ માટે ફેસબુક પેજના ડીપી અને નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિશ્વાસ ન્યૂઝની અત્યાર સુધીની તપાસમાં સાબિત થયું છે કે કોઈએ આલિયાના નામ અને તેના ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરીને વાયરલ પોસ્ટ બનાવી છે. તપાસના પગલે વિશ્વાસ ન્યૂઝે મુંબઈના દૈનિક જાગરણ ખાતે બોલિવૂડને કવર કરતી વરિષ્ઠ બોલિવૂડ પત્રકાર સ્મિતા શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો. તેણે કહ્યું કે વાયરલ પોસ્ટ ખરેખર ખૂબ જ ખેદજનક છે. આ સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક છે. આલિયા તરફથી આવું કંઈ કહેવામાં આવ્યું નથી.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની પ્રોફાઈલની તપાસ કરવામાં આવી. જેમાં જણવા મળ્યું કે ફેસબુક યુઝર વિવેક બૌદ્ધ ગાઝીપુરનો રહેવાસી છે. તેના સાત હજારથી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે આલિયા ભટ્ટના નામે વાયરલ થયેલી પોસ્ટ ખોટી છે. આલિયા ભટ્ટ દ્વારા આવી કોઈ પોસ્ટ શેર કરવામાં આવી નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923