વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે અખિલેશ યાદવ અને પીએમ મોદીની મુલાકાતના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયો લગભગ 10 વર્ષ જૂનો છે, જેને હાલની લોકસભાની ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 2014માં અખિલેશ યાદવ તેમને મળવા અને અભિનંદન આપવા પહોંચ્યા હતા.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો સમજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચારની વચ્ચે અખિલેશ યાદવ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે અખિલેશ યાદવ અને પીએમ મોદીની મુલાકાતના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયો લગભગ 10 વર્ષ જૂનો છે, જેને હાલની લોકસભાની ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 2014માં અખિલેશ યાદવ તેમને મળવા અને અભિનંદન આપવા પહોંચ્યા હતા.
ફેસબુક યુઝર વિક્રમ વર્માએ 12 મે, 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે, “ચૂંટણીના પરિણામનો અણસાર આવી જતાં મોદીના દરબારમાં ભૂલચૂક લેવી દેવી કરવા પહોંચ્યા અખિલેશ”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. અમને ઈન્ડિયા ટીવીની વેબસાઈટ પર દાવા સાથે સંબંધિત રિપોર્ટ મળ્યો. આ રિપોર્ટને 12 જૂન 2014ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અખિલેશ યાદવ તેમને મળવા અને અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા. તે સમયે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. આ મુલાકાત દરમિયાન તેમણે વિકાસના અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
પ્રાપ્ત જાણકારીના આધારે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને વાયરલ વીડિયો PM મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. આ વીડિયોને 13 જૂન 2014ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અહીં પણ વીડિયોને લઈને આ જાણકારી જ આપવામાં આવી છે.
વધુ જાણકારી માટે અમે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આશુતોષ કુમાર વર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો ઘણા વર્ષો જૂનો છે.
અંતે અમે ભ્રામક દાવાની સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે. યુઝરને 1.6 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે અખિલેશ યાદવ અને પીએમ મોદીની મુલાકાતના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયો લગભગ 10 વર્ષ જૂનો છે, જેને હાલની લોકસભાની ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 2014માં અખિલેશ યાદવ તેમને મળવા અને અભિનંદન આપવા પહોંચ્યા હતા.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923