Fact Check: AICTE વિદ્યાર્થીઓ માટે નથી ચલાવી રહી ફ્રી લેપટોપ યોજના, વાયરલ દાવો ખોટો

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ લિંક ક્લિકબેટ છે. વ્યૂઝ અને લાઈક્સ મેળવવા માટે પોસ્ટને શેર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ આ વાતને નકારી કાઢી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) ફ્રી લેપટોપ યોજના હેઠળ તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપી રહી છે. તેવી જ રીતે અન્ય ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી વન લેપટોપ વન યોજના હેઠળ તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવામાં આવી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ લિંક ક્લિકબેટ છે. વ્યૂઝ અને લાઈક્સ મેળવવા માટે પોસ્ટને શેર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ આ વાતને નકારી કાઢી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યૂઝર ‘PM સરકારી યોજના’એ 3મે ના રોજ વાયરલ પોસ્ટ શેર કરતા  કેપ્શનમાં લખ્યું છે, “AICTE Free Laptop Yojana: બધા છોકરાઓ અને છોકરીઓને મળશે ફ્રી લેપટોપ, અહીંથી અરજી કરો.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે AICTEની વેબસાઈટ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈ સ્કીમ ત્યાં ન મળી. જોકે, અમને દાવા સંબંધિત એક નોટિસ ત્યાં મળી. નોટિસ મુજબ, AICTE દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. ફેક પોસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે આવા દાવા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. નોટિસમાં આ પ્રકારના દાવાઓ પર વિશ્વાસ ન કરવા અને AICTEને આ દાવા વિશે જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

તપાસ દરમિયાન અમને વાયરલ દાવા સાથે જોડાયેલો એક રિર્પોટ DNAની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 21 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે વાયરલ થયેલા દાવાને ખોટો ગણાવ્યો છે. સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ દાવાને શેર કરવામાં આવી રહ્યો છે.

વધુ જાણકારી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે વાત કરી. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ એક ક્લિકબેટ લિંક છે. ઘણીવાર આવી લિંક્સ યુઝર્સને અન્ય વેબસાઈટ પર લઈ જાય છે, જેથી તેના દ્વારા તેઓ વ્યુ અને લાઈક્સ મેળવી શકે અને તેમને મોનેટાઈઝનમાં મદદ મળી શકે.

વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ આવા દાવાઓની ફેક્ટ ચેક કરી ચૂક્યું છે. રિર્પોટને અહીં વાંચી શકાય છે.

છેલ્લે અમે વાયરલ પોસ્ટને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર્સ આવી ફેક પોસ્ટને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ લિંક ક્લિકબેટ છે. વ્યૂઝ અને લાઈક્સ મેળવવા માટે પોસ્ટને શેર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ આ વાતને નકારી કાઢી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ