Fact Check: ધાર્મિક દુષ્પ્રચારના ઈરાદાથી શેર કરાઈ રહી છે AI ક્રિએટેડ તસવીર
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર અસલી નથી, પરંતુ તે એક AI જનરેટેડ ઈમેજ છે, એટલે કે આ તસવીરને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ તસવીરને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી ફેક દાવાની સાથે ફેલાવવામાં આવી રહી છે.
- By: Umam Noor
- Published: Mar 29, 2024 at 11:23 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશ અને દુનિયામાં ચાલી રહેલા મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનની વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં કથિત રીતે મસ્જિદની અંદર બે મહિલાઓને હિજાબ અને બિકીની પહેરેલી જોઈ શકાય છે. તેમજ આ તસવીરમાં અન્ય ઘણી મહિલાઓ આસપાસ બેઠેલી જોવા મળી રહી છે. વાયરલ ફોટાને યુઝર રમઝાન સાથે જોડીને કરીને શેર કરીને વાંધાજનક દાવા કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર અસલી નથી, પરંતુ તે એક AI જનરેટેડ ઈમેજ છે, એટલે કે આ તસવીરને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ તસવીરને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી ફેક દાવાની સાથે ફેલાવવામાં આવી રહી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
એક્સ યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું કે, “આમીન &*#$ રોજાની ઈફ્તારી સવારમાં શહરી હશે.”
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ
તપાસ
અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે તસવીરને ધ્યાનથી જોઈ. તસવીરમાં બંને જ મહિલાઓના ત્રણ-ત્રણ પગ દેખાયા. તેમજ પાછળ બેઠેલી મહિલાઓમાંથી કોઈના પણ નાક નથી અને તેની સાથે જ તેમની હાથની આંગળીઓ પણ ઓછી છે. હાથ અને શરીરની રચના પણ અલગ છે. આ સિવાય મસ્જિદની દિવાલ પર લખેલા અરબીના અક્ષરો પણ અધૂરા છે.
શરુઆતી તપાસમાં અમને તસવીર AI ક્રિએટેડ હોવાની શંકા ગઈ. આના પરથી અમે તપાસને આગળ વધારી અને આ ફોટાને AIની મદદથી બનાવેલી તસવીરોને ચેક કરતા ટૂલ દ્વારા ચેક કર્યો. Hive Moderation અનુસાર, આ તસવીર AI દ્વારા બનેલી હોવાની સંભાવના લગભગ 99.7 ટકા છે.
તેમજ એક અન્ય AI ટૂલ પર પણ અમે આ ફોટાને અપલોડ કર્યો. અહીં મળેલા પરિણામો અનુસાર, તે 92.70 ટકા AIથી બનેલી છે.
તસવીરને લઈને અમે AI એકસપર્ટ અમર સિંહા સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું, આ તસવીર AI દ્વારા બનાવવામાં આવી છે. AI દ્વારા બનેલી આ તસવીર જોવામાં એકદમ અસલી લાગે છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ હોય છે, જેનાથી તેની સત્યતા ખબર પડી શકે છે. આવી તસવીરો કોઈપણ સામાન્ય AI ટૂલથી સરળતાથી બનાવી શકાય છે.
ફેક પોસ્ટને શેર કરનાર એક્સ હેન્ડલના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરને 53 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર અસલી નથી, પરંતુ તે એક AI જનરેટેડ ઈમેજ છે, એટલે કે આ તસવીરને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ તસવીરને દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી ફેક દાવાની સાથે ફેલાવવામાં આવી રહી છે.
- Claim Review : વાયરલ ફોટાને યુઝર રમઝાન સાથે જોડીને શેર કરીને વાંધાજનક દાવો કરી રહ્યો છે.
- Claimed By : X User: સનાતની હિન્દુ રાકેશ જય શ્રી રામ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.