Fact Check: વિરાટ બાદ હવે ધોનીના નામે ફેક દાવો વાયરલ, ‘માહી’એ નથી કરી કોંગ્રેસને મત આપવાની અપીલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મહેન્દ્રસિંહ ધોનીની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ તસવીર વર્ષ 2020ની છે. આ તસવીરને ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્વિટર (હવે X) પર 6 મિલિયન ફોલોઅર્સ પૂરા થવા પર ઓક્ટોમ્બર 2020ના રોજ શેર કરી હતી. ધોની તસવીરમાં વોટિંગનો ઈશારો નહીં, પરંતુ આંગળીઓ વડે 6 મિલિયન ફોલોઅર્સ વિશે જણાવી રહ્યા છે. તસવીરને લોકસભા ચૂંટણી 2024 સાથે કોઈ લેવાદેવા નથી.
- By: Pragya Shukla
- Published: Apr 24, 2024 at 12:56 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે મતદાન કરવા ગયેલા ધોનીએ કોંગ્રેસને વોટ આપ્યો છે. તેમણે પોતાનો હાથ બતાવીને આ વાત જણાવી છે અને લોકોને પણ કોંગ્રેસને મત આપવાની અપીલ કરી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મહેન્દ્રસિંહ ધોનીની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ તસવીર વર્ષ 2020ની છે. આ તસવીરને ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્વિટર (હવે X) પર 6 મિલિયન ફોલોઅર્સ પૂરા થવા પર ઓક્ટોમ્બર 2020ના રોજ શેર કરી હતી. ધોની તસવીરમાં વોટિંગનો ઈશારો નહીં, પરંતુ આંગળીઓ વડે 6 મિલિયન ફોલોઅર્સ વિશે જણાવી રહ્યા છે. તસવીરને લોકસભા ચૂંટણી 2024 સાથે કોઈ લેવાદેવા નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર જીતેન્દ્ર શ્રીવાસ્તવ (વિપુલ) એ 19 એપ્રિલ 2024 ના રોજ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “એક વોટ પંજા પર આપ્યા પછી મહેન્દ્ર સિંહ ધોની ખુશખુશાલ મૂડમાં.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
અન્ય એક ફેસબુક યુઝર (આર્કાઇવ લિંક) ધર્મેન્દ્ર આચાર્યએ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, ”હવે આ ધોની પણ, વોટિંગ કર્યા પછી શું ઈશારા કરી રહ્યા છે, ક્યાંક ભક્ત ચિડાઈ જશે તો તેમનો કોઈ વિદેશી કનેક્શન જોડી દેશે. જય કોંગ્રેસ, વિજય કોંગ્રેસ.”
તપાસ
વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. વાયરલ તસવીર અમને NDTVની વેબસાઇટ પર પ્રકાશિત એક રિપોર્ટમાં મળી. રિપોર્ટને 5 ઓક્ટોબર 2020ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટ્વિટર (X) પર ચેન્નાઈ સુપર કિંગ્સના 6 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ થવા બદલ ધોનીએ ફોલોઅર્સને અભિનંદન પાઠવ્યા હતા. ફોટામાં જોઈ શકાય છે કે તેમની આંગળીઓ પર વોટિંગ બાદ જે શાહીનું નિશાન લગાવવામાં આવે છે તે પણ હાજર નથી.
તપાસને આગળ વધારતા અમે ચેન્નાઈ સુપર કિંગ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. વાયરલ તસવીર અમને સત્તાવાર એક્સ (આર્કાઇવ લિંક) અને ઇન્સ્ટાગ્રામ (આર્કાઇવ લિંક) એકાઉન્ટ્સ પર મળી. તસવીરને 5 ઓક્ટોબર 2020ના રોજ શેર કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, છ મિલિયન ફોલોઅર્સ (60 લાખ) પૂર્ણ થવા પર ટીમે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પર છ આંગળીઓ દેખાડતી ધોનીની એક તસવીર શેર કરી અને ફોલોઅર્સને સાથે જોડાવા બદલ આભાર માન્યો.
વધુ માહિતી માટે અમે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ કાર સૈયદ હુસૈનનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ તસવીર ઘણી જૂની છે અને ચૂંટણી સંબંધિત નથી.
છેલ્લે અમે ફોટાને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટ્સને શેર કરે છે. યુઝરને લગભગ પાંચ હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મહેન્દ્રસિંહ ધોનીની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ તસવીર વર્ષ 2020ની છે. આ તસવીરને ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્વિટર (હવે X) પર 6 મિલિયન ફોલોઅર્સ પૂરા થવા પર ઓક્ટોમ્બર 2020ના રોજ શેર કરી હતી. ધોની તસવીરમાં વોટિંગનો ઈશારો નહીં, પરંતુ આંગળીઓ વડે 6 મિલિયન ફોલોઅર્સ વિશે જણાવી રહ્યા છે. તસવીરને લોકસભા ચૂંટણી 2024 સાથે કોઈ લેવાદેવા નથી.
- Claim Review : ધોનીએ કોગ્રેસને મત આપ્યો.
- Claimed By : ફેસબુક યુઝર જીતેન્દ્ર શ્રીવાસ્તવ (વિપુલ)
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.