Fact Check : હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ ભ્રામક દાવાની સાથે વાયરલ થયો રોહિત શર્માનો જૂનો વીડિયો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. રોહિત શર્માનો વાયરલ વીડિયો જૂનો છે, તેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે બીજો વીડિયો વર્લ્ડ કપ 2023 પછી આપવામાં આવેલા પ્રથમ ઈન્ટરવ્યુનો છે.

Fact Check : હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ ભ્રામક દાવાની સાથે વાયરલ થયો રોહિત શર્માનો જૂનો વીડિયો

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને પડતા મૂકીને હાર્દિક પંડ્યાને ટીમના નવા કેપ્ટન બનાવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ ઈમોશનલ વીડિયો શેર કર્યો છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. રોહિત શર્માનો આ વીડિયો વર્ષ 2020નો છે. જ્યારે રોહિત શર્માએ આર અશ્વિનની સાથે પોતાના IPLના અનુભવને શેર કર્યો હતો. તે વીડિયોના અમુક ભાગને એડિટ કરી હવે તાજેતરનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘sinu_bhati143’એ (આર્કાઇવ લિંક) 19 ડિસેમ્બરે વાયરલ વીડિયોને શેર કર્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, “હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ રોહિત શર્માનું રિએક્શન.”

એવી જ રીતે અન્ય એક યુઝર ‘દીપક કુમાર’એ પણ રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો છે. 18 ડિસેમ્બરે વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે, “રોહિત શર્મા રડતાં લાઈવ આવ્યા! મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી છોડ્યા બાદ ભાવુક રોહિત શર્મા!”

તપાસ

વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. અમને વીડિયો ‘NNIS Cricket’ નામની YouTube ચેનલ પર મળ્યો. 18 મે 2020ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, વીડિયો રોહિત શર્મા અને આર અશ્વિન વચ્ચેની ચેટનો છે. વીડિયોમાં વાયરલ વીડિયોના ભાગને 23 મિનિટ 22 સેકન્ડથી લઈને 24 મિનિટ 32 સેકન્ડની વચ્ચે જોઈ શકાય છે.

વીડિયોને ઘણી અન્ય YouTube ચેનલો પર પણ જોઈ શકાય છે.

બીજો વીડિયો

તપાસમાં આગળ અમે રોહિત શર્માના બીજા વીડિયોની તપાસ કરી. વીડિયોના સ્ક્રીનશોટને ગૂગલ ઈમેજ પર અપલોડ કર્યો. અમને વીડિયો સંબંધિત ઘણા ન્યૂઝ રિર્પોટ મળ્યા. દૈનિક જાગરણ પર 13 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વાયરલ વીડિયો સંબંધિત સમાચાર જોવા મળ્યા. સમાચારમાં વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. જેના લગભગ એક મહિના બાદ રોહિત શર્માએ ફાઈનલમાં મળેલી હાર બાદ પોતાની લાગણી વ્યક્ત કરી છે. રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ ચેનલ Team 45RO પર એક ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે ફાઈનલ પછી પાછા ફરવું અને આગળ વધવું મુશ્કેલ હોય છે.

વીડિયોને ન્યૂઝ 24 સ્પોર્ટ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાય છે. 13 ડિસેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્લ્ડ કપમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ પહેલો ઈન્ટરવ્યુ આપ્યો હતો.

અમે વીડિયોને લઈને દૈનિક જાગરણના સ્પોર્ટ્સ સંવાદદાતા અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેમણે કહ્યું કે, રોહિત શર્માનો પહેલો વીડિયો ઘણો જૂનો છે. જ્યારે બીજો વીડિયો વર્લ્ડ કપ પછી આપવામાં આવેલા પ્રથમ ઈન્ટરવ્યુનો છે.

અંતે અમે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. સ્કેનિંગથી અમને જાણવા મળ્યું કે યુઝરને ફેસબુક પર 8 હજારથી વધુ લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, યુઝર બાડમેર, રાજસ્થાનનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. રોહિત શર્માનો વાયરલ વીડિયો જૂનો છે, તેને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે બીજો વીડિયો વર્લ્ડ કપ 2023 પછી આપવામાં આવેલા પ્રથમ ઈન્ટરવ્યુનો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ