X
X

Fact Check: ટીકુ તલસાનિયાના ધર્મને લઈને ફરી ફેક પોસ્ટ થઈ વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાણીતા કોમેડિયન અને એક્ટર ટીકુ તલસાનિયાએ ઈસ્લામ ધર્મ સ્વીકાર કરી લીધો છે. પોસ્ટની સાથે શેર કરવામાં આવી રહેલી તસવીરમાં ટીકુ તલસાનિયાને દાઢીમાં જોઈ શકાય છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે ટીકુ તલસાનિયાની એક ટીવી શોની તસવીરને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. તેઓએ પોતાનો ધર્મ બદલ્યો નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર મોહમ્મદ જુનૈદ અંસારીએ 7 જૂને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં બે તસવીરોનો કોલાજ છે. પહેલી તસવીરમાં ટીકુ તલસાનિયાએ તિલક કરેલું છે અને બીજી તસ્વીરમાં તેમને લાંબી દાઢી અને ટોપીમાં જોઈ શકાય છે. આ કોલાજને પોસ્ટ કરતાં લખવામાં આવ્યું છે કે, ‘બોલીવુડના પ્રખ્યાત કોમેડિયન ટીકુ તલસાનિયાએ ઈસ્લામ કબૂલ કર્યો.’

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ કરીને કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું કે આવા કોઈ સમાચાર આવ્યા છે. અમને એક પણ એવા સમાચાર નથી મળ્યા, જેનાથી એ પુષ્ટિ થઈ શકે કે ટીકુ તલસાનિયાએ ઈસ્લામ ધર્મ સ્વીકાર કરી લીધો છે.

સર્ચ દરમિયાન અમને કેટલીક યુટ્યુબ ચેનલો પર ટીકુ તલસાનિયા સાથે સંબંધિત વીડિયો મળ્યા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ટીકુ તલસાનિયાએ ઈસ્લામ અપનાવ્યો નથી અને તેમના એક શૉની તસવીર અને વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યા છે. યુટ્યુબ ચેનલ KhushRang (14 ફેબ્રુઆરી 2022) અને FM Info World (ફેબ્રુઆરી 6 2022)એ પોતપોતાની ચેનલો પર આ પોસ્ટને ખોટી ગણાવી છે.

https://youtu.be/SpG-736RULA

વિશ્વાસ ન્યૂઝે આવા જ એક દાવાની અગાઉ પણ તપાસ કરી હતી. ત્યારે વિશ્વાસ ન્યૂઝે ટીકુ તલસાનિયા સાથે સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાયરલ તસવીર BBC માટે કરવામાં આવેલ સિરિયલના એક પાત્રની છે. તેમણે પોતાનો ધર્મ બદલ્યો નથી.

તપાસના અંતે ફેસબુક યુઝર મોહમ્મદ જુનૈદ અંસારીનું સોશિયલ સ્કેનિંગ કર્યું. જાણવા મળ્યું કે યુઝરના લગભગ 7000 ફોલોઅર્સ છે. યુઝર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ટીકુ તલસાનિયાએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો નથી. વાયરલ દાવો ફેક છે.

  • Claim Review : ટીકુ તલસાનિયાએ ઈસ્લામ અંગીકાર કર્યો
  • Claimed By : Facebook User Mohammad Juned Ansari
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later