Fact Check: ફરાર અમૃતપાલ સિંહની એડિટેડ તસવીર ખોટા દાવા સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહની શોધખોળ કરી રહેલી પંજાબ પોલીસે તેની અનેક તસવીરો જાહેર કરી છે. તસવીરો જાહેર કરતા પંજાબ પોલીસે લોકોને તેની ધરપકડ કરવામાં સહયોગ આપવાની અપીલ કરી છે. આ સંબંધમાં સોશિયલ મીડિયા પર વાયરલ એક તસવીરને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અમૃતપાલ સિંહની તસવીર છે, જેમાં તે છોકરીના વેશમાં જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસની ધરપકડથી બચવા માટે તેણે છોકરીનો વેશ ધારણ કરી લીધો છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ભ્રામક નિકળ્યો. છોકરીની જેમ દેખાતા અમૃતપાલ સિંહની તસવીર એડિટ કરી તૈયાર કરવામાં આવી છે, જેને ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

શું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘Aashish Raghuvanshi’એ વાયરલ તસવીરો (આર્કાઇવ લિંક)ના કોલાજને શેર કરતા લખ્યું છે, “Punjab Police releases different photos of Amritpal Singh with varied looks. Asks for public support to nab him. Fugitive Amritpal Singh changed his attire from a ‘Nihang’ to be in ‘normal boy’ look wearing pant and shirt and fled on a bike.”

કેટલાક અન્ય યુઝર્સે આ તસવીરોને સમાન દાવાની સાથે શેર કરી છે.

તપાસ

વાયરલ પોસ્ટમાં અમૃતપાલ સિંહની પાંચ તસવીરોને સામેલ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા પંજાબ પોલીસે ફરાર ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે લોકો પાસેથી સહયોગની અપીલ કરી હતી. સાથે પોલીસે અલગ-અલગ વેશમાં તેની અનેક તસવીરો જાહેર કરી છે. ન્યૂઝ એજન્સી ANIએ 21 માર્ચ 2023ના રોજ આ તસવીરોને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પંજાબના પોલીસ મહાનિરીક્ષક સુખચૈન સિંહ ગિલના નિવેદન સાથે પોસ્ટ કરી હતી.

વાયરલ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી પાંચમાંથી ચાર તસવીરો અમૃતપાલ સિંહની શોધખોળ માટે પંજાબ પોલીસ દ્વારા જાહેર કરેલ તસવીરો સાથે મેળ ખાય છે.

એક તસવીર, જેમાં અમૃતપાલ સિંહ છોકરીના વેશમાં જોવા મળી રહ્યો છે, તે તસવીર કોઈપણ રિપોર્ટમાં નથી મળી. આ તસવીર પર ફેસએપનો લોગો દેખાઈ રહ્યો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ તસવીરને ફેસએપ નામની એપનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. રિવર્સ ઈમેજ સર્ચમાં ઓરિજિનલ તસવીર મળી, જેને એડિટ કરી આ તસવીર બનાવવામાં આવી છે. નીચે જોવા મળી રહેલા કોલાજમાં ઓરિજિનલ તસવીર અને તેને એડિટ કરી બનાવેલ તસવીર વચ્ચેના તફાવતને સ્પષ્ટપણે જોઈ શકાય છે.

કેટલાક અન્ય ટ્વિટર હેન્ડલે પણ આ તસવીરને અમૃતપાલ સિંહની જણાવીને શેર કરી છે.

સ્પષ્ટ છે કે છોકરીના વેશમાં જોવા મળી રહેલ અમૃતપાલ સિંહની તસવીરને એડિટ કરીને બનાવવામાં આવી છે. આ વાયરલ તસવીરને લઈને વિશ્વાસ ન્યૂઝે દૈનિક જાગરણના ચંદીગઢના ન્યૂઝ એડિટર વીરેન્દ્ર સિંહ રાવત સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે પંજાબ પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ ક્રમમાં તેમણે તેમની અનેક તસવીરો જાહેર કરીને લોકોને સહયોગની અપીલ કરી છે, પરંતુ આ તસવીર પોલીસ દ્વારા જાહેર કરાયેલી તસવીર નથી.

વાયરલ પોસ્ટને શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ 30,000 લોકો ફોલો કરે છે. પંજાબી ભાષામાં વિશ્વાસ ન્યૂઝના ફેક્ટ ચેક રિર્પોટને અહીં ક્લિક કરીને વાંચી શકાય છે .

નિષ્કર્ષ: ફરાર ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહની છોકરીના વેશવાળી તસવીર એડિટ કરી તૈયાર કરવામાં આવી છે. પંજાબ પોલીસે તેની ધરપકડ કરવા માટે તેની ઘણી અલગ-અલગ તસવીરો જાહેર કરી છે, પરંતુ છોકરીના ચહેરાવાળી તેની તસવીર એડિટેડ છે.

CLAIM REVIEW : યુવતીના ડ્રેસમાં ફરાર અમૃતપાલ સિંહની તસવીર સામે આવી છે.

CLAIMED BY : FB user-Aashish Raghuvanshi

FACT CHECK : Misleading

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ