Fact Check: આમિર ખાનના વીડિયો સાથે છેડછાડ કરીને તેનો ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવ્યો ઉપયોગ, વાયરલ વીડિયો ફેક
આમિર ખાનના સત્યમેવ જયતેના એપિસોડના પ્રોમોના જુના વીડિયોમાં અવાજ અલગથી ઉમેરીને તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ તેને સાચો સમજીને શેર કરી રહ્યા છે.
- By: Sharad Prakash Asthana
- Published: Apr 19, 2024 at 06:59 PM
- Updated: Apr 22, 2024 at 01:09 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસના પ્રચાર સાથે જોડીને સોશિયલ મીડિયા પર અભિનેતા આમિર ખાનનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ 15 લાખ રૂપિયાની વાત કરતા જોવા મળી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આમિર ખાનના જૂના વીડિયો સાથે છેડછાડ કરીને તેને તૈયાર કરવામાં આવ્યો છે. અસલી વીડિયો આમિર ખાનના સત્યમેવ જયતેના એપિસોડના પ્રોમોનો છે, જેને લગભગ 8 વર્ષ પહેલાં અપલોડ કરવામાં આવ્યો હતો. યુઝર્સ આ ડિજિટલી બનાવેલ વીડિયોને અસલી સમજીને શેર કરી રહ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર Nijam Muddin (આર્કાઇવ લિંક) એ 15 એપ્રિલે વીડિયોને પોસ્ટ કરતા લખ્યું, ”ભારતનો દરેક નાગરિક લખપતિ છે, કારણ કે દરેક પાસે ઓછામાં ઓછા 15 લાખ તો હોવા જ જોઈએ. શું કહ્યું…તમારા એકાઉન્ટમાં 15 લાખ નથી. તો તમારા 15 લાખ ક્યાં ગયા??? તો આવા જુમલેબાજોથી રહો સાવચેત, અન્યથા થશે તમારું નુકસાન દેશહિતમાં જારી”
વીડિયોમાં આમિર ખાન કહેતા જોવા મળી રહ્યા છે કે, ”મિત્રો, જો તમે વિચારો છો કે ભારત એક ગરીબ દેશ છે તો તમે બિલકુલ ખોટું વિચારો છો કારણ કે અહીંનો દરેક નાગરિક લાખપતિ છે. દરેક વ્યક્તિની પાસે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા હોવા જોઈએ. શું કહ્યું, તમારી પાસે આ રકમ નથી… તો ક્યાં ગયા તમારા 15 લાખ રૂપિયા? જુમલેબાજોથી રહો સાવચેત.”
એક્સ યુઝર Mini Nagrare (આર્કાઇવ લિંક)એ પણ વીડિયોને શેર કર્યો છે.
તપાસ
વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે તેને ધ્યાનથી જોયો. આમાં જ્યાં લાખની વાત આવી રહી છે, ત્યાં અવાજ અને હોઠના લિપ્શિગ મેળ ખાતા નથી. તેનાથી અમને આ વીડિયો શંકાસ્પદ લાગ્યો.
વાયરલ વીડિયોની કીફ્રેમ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યું. સત્યમેવ જયતેના યુટ્યુબ ચેનલ પર 30 ઓગસ્ટ 2016ના રોજ સત્યમેવ જયતેના ચોથા એપિસોડના પ્રોમોનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આમાં આમિર ખાન કહી રહ્યા છે, “મિત્રો, જો તમે વિચારો છો કે ભારત એક ગરીબ દેશ છે તો તમે બિલકુલ ખોટું વિચારો છો કારણ કે અહીંનો દરેક નાગરિક કરોડપતિ છે. દરેક વ્યક્તિની પાસે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા હોવા જોઈએ. શું કહ્યું, તમારી પાસે આ રકમ નથી. તો ક્યાં ગયા, 1 કરોડ રુપિયા, જાણો રવિવારે સવારે 11 વાગ્યે.”
આમાં અને વાયરલ વીડિયોમાં બેકગ્રાઉન્ડ અને આમિર ખાનના કપડાં એક જ છે.
તેનાથી જાણવા મળે છે કે વાયરલ વીડિયોમાં અવાજ અલગથી ઉમેરવામાં આવ્યો છે. આમાં તેઓ 15 લાખ રૂપિયાની વાત કરતા જોવા મળી રહ્યા નથી.
આ પછી અમે વાયરલ વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલા ઑડિયોને AI ટૂલ AIOrnaut વડે ચેક કર્યો. જેમાં ઓડિયો AI દ્વારા બનેલો હોવાની સંભાવના 63% જણાવવામાં આવી.
ન્યૂઝ 18ની વેબસાઈટ પર 16 એપ્રિલના રોજ પ્રકાશિત સમાચારમાં લખવામાં આવ્યું છે કે, આમિર ખાનના પ્રવક્તાએ વીડિયોને ફેક ગણાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ”અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આમિર ખાને 35 વર્ષના કરિયરમાં ક્યારેય પણ કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. તેમણે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવા માટે તેમના પ્રયાસોને સમર્પિત કર્યા છે. અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આમિર ખાન એક ખાસ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યા છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક ફેક વીડિયો છે અને ખોટો છે.” તેમણે આ મામલે મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં FIR નોંધાવી છે.
આ અંગે અમે મુંબઈમાં વરિષ્ઠ પત્રકાર પરાગ છાપેકર સાથે વાત કરી. તેમનું કહેવું છે, “આમિર ખાને ચૂંટણી પ્રચારને લઈને આવો કોઈ વીડિયો બનાવ્યો નથી. વાયરલ વીડિયો એડિટેડ છે.”
ઓલ્ટર્ડ વીડિયોને શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. મુંબઈમાં રહેતો યુઝર એક રાજકીય વિચારધારાથી પ્રભાવિત છે.
निष्कर्ष: આમિર ખાનના સત્યમેવ જયતેના એપિસોડના પ્રોમોના જુના વીડિયોમાં અવાજ અલગથી ઉમેરીને તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ તેને સાચો સમજીને શેર કરી રહ્યા છે.
- Claim Review : આમિર ખાન 15 લાખ રુપિયાની વાત કરી રહ્યા છે.
- Claimed By : FB User- Nijam Muddin
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.