Fact Check: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યા બાદ વાયરલ થયો એક વર્ષ જૂનો વીડિયો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. રોહિત ગોદારાના ભાઈનો વીડિયો જૂનો સાબિત થયો છે. આ વીડિયોને સુખદેવસિંહ ગોગામેડીની હત્યા સાથે કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સુખદેવસિંહ સિંહની હત્યાની જવાબદારી લેનારા રોહિત ગોદારાના ભાઈનો અત્યારનો વીડિયો જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રોહિત ગોદારાના ભાઈએ આ વીડિયો જાહેર કરીને પોતાની વાત રાખી છે. 

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. વીડિયો જૂનો છે. સુખદેવસિંહ ગોગામેડીની હત્યા સાથે તેને કોઈ સંબંધ નથી. 

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ભવાની શંકરે 6 ડિસેમ્બરે 30 સેકન્ડનો એક વીડિયો અપલોડ કરતા દાવો કર્યો કે, ”રોહિત ગોદારાનો ભાઈ આવ્યો સામે, રાખી પોતાની વાત, ગુનેગારો તો ગુનો આચરીને છુપાઈ જાય છે અથવા જેલમાં ચાલ્યા જાય છે, પાછળ પરિવારની શું હાલત થયા છે જોઈ લો.  ભાઈ, એમાં તમારો કોઈ વાંક નથી, તમે તમારા ભાઈના કર્મો પ્રત્યે જવાબદાર નથી. #સુખદેવસિંહગોગામેડી.”

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. વીડિયોને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે જાણવા માટે સૌથી પહેલા ઈનવિડ ટૂલનો ઉપયોગ કર્યો. આ ટૂલના માધ્યમથી અમે વાયરલ વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢી. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કરી. વાયરલ વીડિયો સાથે સંબંધિત સમાચાર અમને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં મળ્યા. 15 ડિસેમ્બર 2022ના રોજ ઝી ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, ”ગેંગસ્ટર રાજુ ઠેહતની હત્યા સાથે સંબંધિત એક મોટો કેસ પ્રકાશમાં આવ્યો છે. હત્યાના કાવતરામાં જેનું નામ સામે આવી રહ્યું છે તે રોહિત ગોદારાના ભાઈનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રોહિત ગોદારાના પરિવારજનો રોહિતનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં રોહિત ગોદારાના ભાઈએ માત્ર પોતાની લાગણી જ નથી વ્યક્ત કરી પરંતુ ઘણા ખુલાસા પણ કર્યા છે.” આ સમાચારને અહીં વાંચો.

વાયરલ વીડિયોનો અસલી વીડિયો ઝી ન્યૂઝના એક્સ હેન્ડલ પર પણ મળ્યો.  તેને 15 ડિસેમ્બર 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, ”બીકાનેરથી મોટા સમાચાર, ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા સાથે જોડાયેલો કેસ, હત્યાના કાવતરામાં રોહિત ગોદારાના ભાઈનું નામ સામે આવ્યું, વીડિયો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો, રોહિત ગોદારાના પરિવારજનો કરી રહ્યા છે રોહિતનો વિરોધ, રાખી પોતાના દિલની વાત.”

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા જયુપરના દૈનિક જાગરણના બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે કન્ફર્મ કર્યું કે વીડિયો જૂનો છે. 

અંતે અમે વીડિયોને અત્યારનો જણાવીને વાયરલ કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક યુઝર ભવાની શંકર રાજસ્થાનની મેડતા સિટીમાં રહે છે. તેને ચારસોથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. રોહિત ગોદારાના ભાઈનો વીડિયો જૂનો સાબિત થયો છે. આ વીડિયોને સુખદેવસિંહ ગોગામેડીની હત્યા સાથે કોઈ સંબંધ નથી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ