તાડપત્રીની નીચે જઈ રહેલી જાનના વાયરલ વીડિયોને બિપરજોય વાવાઝોડા સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2022નો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે, જેને હવે બિપરજોય વાવાઝોડાની સાથે જોડીને તાજેતરનો જાણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ભારે વરસાદ વચ્ચે તાડપત્રીની નીચે જાનને જતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને તાજેતરનો જણાવીને દાવો કરી રહ્યા છે કે, આ બિપરજોય તોફાનનો વીડિયો છે.
અમને તપાસમાં જણાવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો અત્યારનો નથી અને આ વીડિયોને બિપરજોય વાવાઝોડા સાથે કોઈ લેવાદેવા નથી. આ વર્ષ 2022નો મધ્ય પ્રદેશના ઈન્દોરનો વીડિયો છે. વીડિયોને હવે બિપરજોય તોફાન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક યુઝર ‘કિરણ પરમારે’ વાયરલ વીડિયોને શેર કરતા અંગ્રેજીમાં કેપ્શન લખ્યું છે, “#CycloneBiporjoy Cannot stop the wedding processions Indians are well prepared in Advance#Gujaratcyclone #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #kutch #Gujarat #chefdammy #SenthilBalajiArrest.”
અનુવાદ: બિપરજોય વાવાઝોડું પણ જાનને નથી રોકી શકતું, ભારતીયો પહેલેથી જ તૈયાર છે.
આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વાયરલ વીડિયોની તપાસ માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે Google પર સર્ચ કર્યું. આ દરમિયાન અમને વીડિયો સંબંધિત સમાચાર જૂની તારીખમાં ઘણી ન્યૂઝ વેબસાઇટ્સ પર મળ્યા. નઈદુનિયાની વેબસાઇટ પર 5 જુલાઈ, 2022ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વીડિયોના સ્ક્રીનશૉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાચાર અનુસાર, “વાયરલ વીડિયો ઈન્દોરનો છે. જ્યાં અવિરત વરસાદના કારણે તાડપત્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાંબી તાડપત્રી નીચે જાન નીકળી હતી અને MR-9 ખાતે આવેલા મદન મહેલ ગાર્ડન ખાતે પહોંચી હતી. આ દરમિયાન ઘોડી પર સવાર વરરાજા પણ તાડપત્રી નીચે હતા.”
સર્ચ દરમિયાન TV9 ભારતવર્ષની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ વીડિયો સંબંધિત સમાચાર મળી આવ્યા. 6 જુલાઈ, 2022ના રોજ અપલોડ કરાયેલા રિર્પોટમાં જણાવવામાં આવ્યું હતું કે, “વાયરલ વીડિયો ઈન્દોરના પરદેશીપુરાની ક્લાર્ક કોલોનીમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર અમન જૈન અને કાલાની નગરના રહેવાસી મેઘાના લગ્નનો છે. જ્યારે જાન સફેદ મંદિર પાસે પહોંચી ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. કેટલાક જાનૈયાઓ નાચતા નાચતા આગળ ચાલ્યા, જ્યારે બાકીના લોકો વરરાજા સહિત તાડપત્રી ઓઢીને આગળ વધ્યા.”
વાયરલ વીડિયો સંબંધિત અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં વાંચી શકાય છે. વિશ્વાસ ન્યૂઝે આ વીડિયોને લઈને Naiduniya.comના પ્રશાંત પાંડે સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ વીડિયો મધ્ય પ્રદેશના ઈન્દોરનો છે. તે સમયે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તેને બિપરજોય વાવાઝોડા સાથે કોઈ લેવાદેવા નથી.
તપાસના અંતે વીડિયોને ખોટા દાવાની સાથે વાયરલ કરનાર યુઝરનું સોશિયલ સ્કેનીંગ કરવામાં આવ્યું હતું. સોશિયલ સ્કેનીંગથી જાણવા મળ્યું કે યુઝર ટ્વિટર પર જાન્યુઆરી 2012થી એક્ટિવ છે
निष्कर्ष: તાડપત્રીની નીચે જઈ રહેલી જાનના વાયરલ વીડિયોને બિપરજોય વાવાઝોડા સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો વર્ષ 2022નો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે, જેને હવે બિપરજોય વાવાઝોડાની સાથે જોડીને તાજેતરનો જાણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923