X
X

Fact Check: નકલી ઘઉં બનાવવાના નામે વાયરલ થયો પ્લાસ્ટિકના દાણા બનાવવાનો વીડિયો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. પ્લાસ્ટિકના દાણા બનાવવાના વીડિયોને કેટલાક લોકો નકલી ઘઉંનો વીડિયો જણાવીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.

  • By: Ashish Maharishi
  • Published: Oct 23, 2023 at 11:24 AM
  • Updated: Oct 23, 2023 at 11:35 AM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ક્યારેક નકલી ચોખાના નામે તો ક્યારેક નકલી ઈંડાના નામે વીડિયો વાયરલ થતા રહે છે. હવે એક વીડિયોને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્કેટમાં નકલી ઘઉં પણ બનવા લાગ્યા છે. આ વીડિયોમાં એક મશીનને જોઈ શકાય છે. મશીન દ્વારા નાના-નાના દાણા બનતા જોવા મળી રહ્યા છે. વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં નકલી ઘઉં બનાવવામાં આવી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ખોટો સાબિત થયો. વીડિયોમાં જોવા મળી રહેલી મશીન દ્વારા પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા છે. 

શું થઈ રહ્યું છે વાયરલ?

એક્સ હેન્ડલ રાષ્ટ્રવાદી અરુણ શુક્લાએ 10 ઓક્ટોબરે એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે, નકલી ઘઉં પણ બનવા લાગ્યા છે, આંખો ખોલીને જોઈ લો, હવે નકલી બનાવવા માટે શું બચ્યું છે.

https://twitter.com/rashtrawadi_aru/status/1711730443882782892

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવા સાથે શેર કર્યો છે. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોના અસલી સોર્સ સુધી પહોંચવા માટે સૌથી પહેલા તેને ધ્યાનથી જોયો. વીડિયોની ઉપર અમને અંગ્રેજીમાં Smartest Workers લખેલું જોવા મળ્યું. આ ક્લૂના આધારે યુટ્યુબ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ નામ સાથે સંકળાયેલ ચેનલ અને એકાઉન્ટ્સને શોધવાનું શરૂ કર્યુ. અમને યુટ્યુબ પર આ નામની એક ચેનલ મળી. અહીં સર્ચ કરતા અમને ઓરિજનલ વીડિયો પણ મળ્યો. 

24 સપ્ટેમ્બર, 2023ના રોજ અસલી વીડિયોને અપલોડ કરતી વખતે તેને પ્લાસ્ટિક સંબંધિત રિસાયક્લિંગ પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=sW1wUy52aQU

સર્ચ દરમિયાન આ વીડિયો Smartest Workersના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ મળ્યો. તેને અહીં 24 સપ્ટેમ્બરે અપલોડ કરીને પ્લાસ્ટિક સાથે સંબંધિત જણાવવામાં આવ્યો હતો. 

વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા વૈભવ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. માહિતી આપતા તેમણે જણાવ્યું કે વીડિયોમાં દેખાતા મશીનમાં પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા છે. ઘઉંવાળી વાત સાવ ખોટી છે.

વિશ્વાસ ન્યૂઝે વધુ જાણકારી માટે કમોડિટી પત્રકાર કમલ શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે વિગતો આપતા જણાવ્યું કે નકલી ઘઉંનું ઉત્પાદન નથી થતું. કેટલાક લોકો આ પ્રકારના વીડિયોના માધ્યમથી દુષ્પ્રચાર ફેલાવી રહ્યા છે. ઘઉં પહેલા નકલી ચોખાના નામે પણ એક વીડિયો વાયરલ થયો હતો. 

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. એક્સ હેન્ડલ રાષ્ટ્રવાદી અરુણ શુક્લા મુંબઈમાં રહે છે. આ હેન્ડલ જુલાઈ 2021ના રોજ બનાવવામાં આવ્યું હતું. તેને પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે. 

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. પ્લાસ્ટિકના દાણા બનાવવાના વીડિયોને કેટલાક લોકો નકલી ઘઉંનો વીડિયો જણાવીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.

  • Claim Review : નકલી ઘઉં પણ બનવા લાગ્યા છે, આંખો ખોલીને જોઈ લો, હવે નકલી બનાવવા માટે શું બચ્યું છે.
  • Claimed By : એક્સ હેન્ડલ રાષ્ટ્રવાદી અરુણ શુક્લા
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later