Fact Check : ખેડૂત આંદોલનમાં ACના નામે 2021ની તસવીર કરાઈ રહી છે વાયરલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. આ તસવીર તાજેતર નહીં, 2021ના ખેડૂત આંદોલનની છે.
- By: Pallavi Mishra
- Published: Feb 23, 2024 at 12:08 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતો આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર ઘણા ખોટા અને ભ્રામક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં હવે એક તસવીરને વાયરલ કરવામાં આવી રહી છે. આ તસવીરમાં એક ટ્રોલીની પાછળ લાગેલા વિન્ડો એસીને જોઈ શકાય છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અત્યારના ખેડૂતોના આંદોલનની તસવીર છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. આ તસવીર તાજેતર નહીં, 2021ના ખેડૂત આંદોલનની છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર શશિ પ્રભાએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ”અસલી દિહાડી મજદૂર ખેત મે. નકલી પિકનિક પર…”
પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ. આ તસવીરને અત્યારની માનીને અન્ય યુઝર્સ પણ તેને શેર કરી રહ્યાં છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે સૌથી પહેલા તેને ધ્યાનથી જોઈ. તેમાં એક ટ્રેક્ટર-ટ્રોલની પાછળ વિન્ડો એસી લાગેલું જોઈ શકાય છે. આ આંદોલન પંજાબ-હરિયાણાની બોર્ડર પર થઈ રહ્યું છે. આ સમયે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં આંદોલનમાં એસીની જરૂરિયાત પડે તેવું લાગતું નથી. અમને શંકા ગઈ કે આ તસવીર જૂની હોઈ શકે છે.
અમે આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ પર શોધી તો અમને આ તસવીર નવભારત ટાઈમ્સના 13 માર્ચ, 2021ના એક સમાચારમાં મળી. સમાચારની હેડલાઈન હતી કે, “Kisan Andolan: ટ્રોલિઓમાં AC, રસ્તા પર પાક્કા મકાન….આ રીતે ચાલી રહી છે ખેડૂત આંદોલનની તૈયારી.”
અમને આ તસવીર માર્ચ 2021માં પોસ્ટ કરવામાં આવેલી ઘણી ફેસબુક પોસ્ટમાં પણ મળી.
વધુ જાણકારી માટે અમે ખેડૂત આંદોલન કવર કરતા દૈનિક જાગરણના પત્રકાર બલજીત સિંહ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, વાયરલ દાવો ખોટો છે, વાયરલ તસવીર અત્યારની નહીં, 2021ની છે.
અંતે અમે તસવીરને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર Shashi Prabha (શશિ પ્રભા) લખનઉના રહેવાસી છે અને તેમના 21 હજારથી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. આ તસવીર તાજેતર નહીં, 2021ના ખેડૂત આંદોલનની છે.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.