Fact Check: રોહિત અને સૂર્યકુમારના એડિટેડ વીડિયોને શેર કરીને કરાઈ રહ્યો છે ખોટો દાવો
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. જુલાઇ 2022ના ઈન્સ્ટા લાઇવ વીડિયોમાંથી બે ક્લિપ્સને એડિટ કરીને ફેક પોસ્ટ બનાવવામાં આવી છે.
- By: Ashish Maharishi
- Published: Jan 2, 2024 at 12:14 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા સાથે વાત કર્યા બાદ સૂર્યકુમાર ભાવુક થઈ ગયા અને કહ્યું કે તેઓ અને બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. આ ફેક સાબિત થઈ. આ ફેક પોસ્ટ બે અલગ-અલગ સમયના વીડિયોને જોડીને બનાવવામાં આવી છે. આ વાયરલ પોસ્ટ જુલાઈ 2022ના ઈન્સ્ટા લાઈવના વીડિયો સાથે છેડછાડ કરીને બનાવવામાં આવી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ઈન્સ્ટા હેન્ડલ દીપક યાદવે 21 ડિસેમ્બરે એક વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે, રોહિત સર સાથે વાત કરીને ભાવુક થયા સૂર્યા.
વીડિયોમાં એવું દેખાડવામાં આવ્યું છે કે સૂર્ય કુમાર યાદવ ભાવુક થઈ ગયા છે. વીડિયોની ઉપર લખવામાં આવ્યું છે કે, “રોહિત સર સાથે વાત કરીને સૂર્યકુમાર ભાવુક થઈ ગયા અને કહ્યું કે હું અને બુમરાહ મુંબઈ છોડીને જઈશું. મુંબઈ ઈન્ડિયન્સે બધાના દિલ તોડી નાખ્યા છે.”
વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. વાયરલ પોસ્ટના આધારે કેટલાક કીવર્ડ બનાવીને ગૂગલમાં સર્ચ કર્યા. ભાસ્કર.કોમ પર અમને એક વર્ષ જૂના સમાચાર મળ્યા. તેમાં જણાવવામાં આવ્યું છે કે વીડિયો ઋષભ પંતના ઈન્સ્ટા લાઈવ સાથે સંબંધિત છે. તેમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત સામેલ હતા.
તપાસને આગળ વધારતા યુટ્યુબ પર કીવર્ડના આધારે સર્ચ કર્યું. અસલી વીડિયો અમને સ્પોર્ટ્સ ટુડે નામની એક યુટ્યુબ ચેનલ પર મળ્યો. તેને 27 જુલાઈ 2022ના રોજ અપલોડ કરીને જણાવવામાં આવ્યું હતું કે ઋષભ પંત, રોહિત શર્મા, યુજી ચહલ સિવાય એમએસ ધોની પણ ઇન્સ્ટા લાઈવ પર જોડાયા હતા.
વિશ્વાસ ન્યૂઝે 40 મિનિટના આ વીડિયોને ધ્યાનથી જોયો. 12 મિનિટ 5 સેકન્ડ બાદ અમને વાયરલ પોસ્ટવાળો વીડિયો જોવા મળ્યો, જેમાં સૂર્યકુમાર યાદવને પોતાની આંખો ચોળતા જોઈ શકાય છે. વાયરલ પોસ્ટમાં આ ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તપાસના આગલા તબક્કામાં દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કરવામાં આવ્યો. તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. તેમણે પુષ્ટિ કરી કે આ ફેક છે.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દીપક યાદવને 32 હજાર લોકો ફોલો કરે છે. આ હેન્ડલ પર અત્યાર સુધીમાં 400થી વધુ પોસ્ટ કરવામાં આવી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. જુલાઇ 2022ના ઈન્સ્ટા લાઇવ વીડિયોમાંથી બે ક્લિપ્સને એડિટ કરીને ફેક પોસ્ટ બનાવવામાં આવી છે.
- Claim Review : રોહિત શર્મા સાથે વાત કર્યા પછી ભાવુક થઈ ગયા સૂર્ય કુમાર યાદવ. કહ્યું, મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેશે.
- Claimed By : ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દીપક યાદવ
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.