X
X

Fact Check: રાહુલ ગાંધીની હાજરીમાં મોદી-મોદીના નારા લાગવાના આ વીડિયોની સાથે કરવામાં આવી રહ્યો છે ખોટો દાવો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. આ વીડિયો ફેબ્રુઆરી 2024નો છે, જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામના દર્શન કર્યા હતા અને બહાર નીકળતી વખતે ત્યાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ રાયબરેલીથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ અયોધ્યા રામ લલાના દર્શન કરવા માટે ગયા હતા, જ્યાં તેમની હાજરીમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. આ વીડિયો ફેબ્રુઆરી 2024નો છે, જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામના દર્શન કર્યા હતા અને બહાર નીકળતી વખતે ત્યાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર અંકુર દીક્ષિત (આર્કાઇવ)એ 5 મેના રોજ વાયરલ વીડિયોને શેર કરતા લખ્યું કે. ”રાયબરેલીથી ફોર્મ ભર્યા બાદ રાહુલ ગાંધી રામ લલાના દર્શન કરવા માટે અયોધ્યા ગયા હતા. વાયનાડની ચૂંટણી દરમિયાન તેઓ ક્યારેય મંદિરમાં ગયા નહોતા. આવા ઢોંગ કરનારાઓથી સાવધ રહો.”,

તપાસ

વીડિયોની તપાસ કરવા માટે અમે આ ક્લિપના સ્ક્રીનશોટ્સને ગૂગલ લેન્સ પર સર્ચ કર્યો. અમને આ વીડિયો 3 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત ભાજપના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળ્યો. એવું પણ લખવામાં આવ્યું હતું કે, “સનાતનના ધામ દેવઘર, બાબા વૈદ્યનાથ ધામમાં  @rahulgandhi ની સામે મોદી-મોદીના નારા લાગ્યા…”

અહીંથી ક્લૂ લઈને કીવર્ડ્સ વડે સર્ચ કરતાં અમને આ બાબતે ઘણા સમાચાર મળ્યા. અમને સમાચાર એજન્સી ANIની યુટ્યુબ ચેનલ પર 3 ફેબ્રુઆરી 2024 ના રોજ અપલોડ કરાયેલો આ વીડિયો મળ્યો. એવું પણ લખવામાં આવ્યું હતું કે,‘Modi, Modi’ chants as Rahul Gandhi visits Baba Baidyanath Dham in Jharkhand (રાહુલ ગાંધી ઝારખંડમાં બાબા બૈદ્યનાથ ધામની મુલાકાતે ગયા ત્યારે લોકોએ‘મોદી, મોદી’ના નારા લગાવ્યા”

અમને 3 ફેબ્રુઆરીના રોજ રિપબ્લિક વર્લ્ડની ન્યૂઝ ચેનલની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અપલોડ થયેલો મળ્યો, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે,  જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામના દર્શન ગયા હતા અને ત્યાંથી નીકળતી વખતેત્યાં મોદી-મોદીના નારા લાગ્યા.

આ વિશે વધુ પુષ્ટી માટે રાંચીમાં દૈનિક જાગરણન પત્રકાર આરપીએન મિશ્રા સાથે સંપર્ક કર્યો.  તેમણે પુષ્ટિ કરી કે આ વીડિયો ફેબ્રુઆરી 2024નો છે, જ્યારે રાહુલ ગાંધી દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામ ગયા હતા.

આ પછી અમે રાહુલ ગાંધીના રાયબરેલીથી ઉમેદવારી નોંધાવતી વખતેના વીડિયોને શોધ્યો. અમને ઘણા વીડિયો મળ્યા પરંતુ ક્યાંય પણ તેઓએ વાયરલ વીડિયો જેવો પોશાક પહેર્યો ન હતો.

દૈનિક જાગરણના અયોધ્યાના પત્રકાર રામશરણ અવસ્થીએ પણ પુષ્ટિ કરી છે કે રાહુલ ગાંધી અયોધ્યા રામ મંદિર આવ્યા નથી.

તપાસના અંતે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝર અંકુર દીક્ષિત ઝાંસીનો રહેવાસી છે અને ફેસબુક પર તેના લગભગ 5000 ફ્રેન્ડ્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. આ વીડિયો ફેબ્રુઆરી 2024નો છે, જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામના દર્શન કર્યા હતા અને બહાર નીકળતી વખતે ત્યાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

  • Claim Review : રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવ્યા બાદ અયોધ્યા રામ મંદિર દર્શન કરવા ગયા, જ્યાં તેમની હાજરીમાં મોદી-મોદીના નારા લાગ્યા.
  • Claimed By : ફેસબુક યુઝર- અંકુર દીક્ષિત
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later