Fact Check: સીમા હૈદરના પૂર્વ પતિના નિધનને લઈને ફેક વીડિયો થયો વાયરલ
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં સીમા હૈદરના પૂર્વ પતિના નિધનને લઈને કરવામાં આવી રહેલો દાવો ગેરમાર્ગે દોરનારો હોવાનું જાણવા મળ્યું છે. વ્યુઝ અને લાઈક્સ મેળવવાના આશયથી વીડિયોને બનાવવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.
- By: Pragya Shukla
- Published: Dec 12, 2023 at 10:06 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સીમા હૈદર જ્યારથી પાકિસ્તાનથી આવી છે, ત્યારથી જ તે સતત હેડલાઈન્સમાં છે. તેને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીમા હૈદરના પૂર્વ પતિ ગુલામ હૈદરનું નિધન થયું છે.
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં વીડિયોને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. અસલી વીડિયો એક પેલેસ્ટિનિયન યુવક અને રાજસ્થાનના એક ભારતીય સેનાના નિવૃત્ત જવાનના અંતિમ સંસ્કારનો છે, જેને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘સીમા સચિન હૈદર’એ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુલામ મેં આ રહી હું.’ વીડિયો પર લખેલું છે, સીમા હૈદરના પતિ ગુલામ હૈદરનું નિધન.
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈ ન્યૂઝ રિપોર્ટ ન મળ્યા.
તપાસને આગળ વધારતા અમે ઈન્વિડ ટૂલની મદદથી વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા અને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કર્યા. અમને અંતિમ સંસ્કારનો વીડિયો વફા એજન્સીઝ નામની એક યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. વીડિયોને 8 ઓક્ટોબર 2023ના રોજ શેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયો 14 વર્ષીય યુવક અડેલ ઈબ્રાહિમના અંતિમ સંસ્કારનો છે. કથિત રીતે પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલી દળોએ આ યુવકને ગોળી મારી દીધી હતી.
થંબનેલ પર લાગેલી વાયરલ તસવીર વિશે જાણવા માટે અમે Google રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો. વર્ષ 2022માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં અમને વાયરલ તસવીર મળી છે. રિપોર્ટ અનુસાર, તસવીર રાજસ્થાનના પાટણ વિસ્તારના ડાબલા ગ્રામ પંચાયતના ઢાણી બક્ક્ષુ સિંહના રિટાયર્ડ હવાલદાર હનુમાન સિંહ તંવની છે. તેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો. તેમના નિધન બાદ આખું ગામ ત્યાં એકત્ર થઈ ગયું હતું.
વધુ જાણકારી માટે અમે પાકિસ્તાની પત્રકાર નૈમત ખાનનો સંપર્ક કર્યો. તેમણે વાયરલ થયેલા દાવાને ખોટો ગણાવ્યો છે. તેઓનું કહેવું છે, ”આવા કોઈ સમાચાર સામે આવ્યા નથી. તે સાઉદી અરેબિયામાં કામ કરે છે.”
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે આ સીમા હૈદરના નામે બનેલું ફેક એકાઉન્ટ છે. યુઝરને 45 હજાર લોકો ફોલો કરે છે. યુઝર આવા ફેક દાવાઓને શેર કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં સીમા હૈદરના પૂર્વ પતિના નિધનને લઈને કરવામાં આવી રહેલો દાવો ગેરમાર્ગે દોરનારો હોવાનું જાણવા મળ્યું છે. વ્યુઝ અને લાઈક્સ મેળવવાના આશયથી વીડિયોને બનાવવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : સીમા હૈદરના પૂર્વ પતિનું નિધન.
- Claimed By : ફેસબુક યુઝર 'સીમા સચિન હૈદર'
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.