X
X

Fact Check: પીએમ સિલાઈ મશીન યોજનાના નામે ફેક પોસ્ટ થઈ વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. ક્લિકબેટ URL ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.

  • By: Pragya Shukla
  • Published: Sep 29, 2023 at 04:52 PM
  • Updated: Oct 3, 2023 at 06:30 PM

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજનાના નામે એક નવી સ્કીમ લૉન્ચ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવશે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. ક્લિકબેટ URL ખોટી જાણકારીની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની લિંક પર ક્લિક કરશો નહીં.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યૂઝર ‘Royal3119’એ 7 સપ્ટેમ્બર 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું, “PM Free Silai Machine.(એપ્લિકેશન) ફ્રી સિલાઈ મશીન યોજના 2023: રજિસ્ટ્રેશન ફોર્મ, ફ્રી સિલાઈ મશીન યોજના 2023 ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ PDF, પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન સહાય યોજના રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ ડાઉનલોડ, યાદીમાં નામ જુઓ- આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા  આપણા દેશની મહિલાઓને રોજગાર આપવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના 2023 છે.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કર્યા બાદ અમને જાણવા મળ્યું કે ગૂગલ આવી ફેક વેબસાઇટ્સથી ભરેલું છે, જે આ પ્રકારના દાવા કરે છે અને યુઝરના ડેટાની ચોરી કરે છે. ફેસબુક પર પણ આવા જ દાવાની સાથે ઘણા યુઝર્સે આ પ્રકારની ફેક લિંકને શેર કરેલી છે.

તપાસને આગળ વધારતા અમે સરકારી વેબસાઈટને સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આવી કોઈ યોજના વિશે જાણકારી ત્યાં મળી નથી.

પોસ્ટમાં ફોર્મ વિશે સર્ચ કરતા અમને આ ફોર્મ તમિલનાડુ સરકારના નામથી બનેલી એક વેબસાઇટ cms.tn.gov.in પર મળ્યું. આ વેબસાઈટ વિશે સર્ચ કરતાં અમને જાણવા મળ્યું કે આ વેબસાઈટનું કોઈ હોમપેજ જ નથી. ત્યારપછી તપાસને આગળ વધારતા અમે તમિલનાડુ સરકારની અસલી વેબસાઈટ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને અસલી વેબસાઇટ મળી, જેનું URL tn.gov.in છે. વેબસાઈટ પર સર્ચ કર્યા બાદ અમને આવું કોઈ ફોર્મ ત્યાં મળ્યું નથી.

દાવા સાથે સંબંધિત એક રિપોર્ટ અમને CNBCની હિન્દી વેબસાઈટ પર મળ્યો. રિપોર્ટને 7 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર “કેન્દ્ર સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે. દેશની મહિલાઓને રોજગારી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના 2023’ના હેઠળ મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ લિંકમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ સમાચાર ખોટા છે.”

વધુ જાણકારી માટે અમે અમે દૈનિક જાગરણના નેશનલ બ્યુરોના પત્રકાર નીલુ રંજન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, “વાયરલ દાવો ખોટો છે. આ પ્રકારની કોઈ સ્કીમ કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતા નથી. સરકારે તેમના ટ્વિટર હેન્ડલ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પર પણ આ વાતને નકારી કાઢી છે. જોકે, રાજ્ય સ્તરે સરકાર આર્થિક રીતે નબળી મહિલાઓની મદદ માટે આ પ્રકારની યોજનાઓ ચલાવે છે.”

સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલનું આ લિંકને લઈ કહેવું છે કે, “આ એક ક્લિકબેટ લિંક છે. આ પ્રકારની લિંક્સનો ટ્રાફિક અને વ્યૂજ લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ લિંક્સ પર ક્લિક કરતા જ તમે કોઈ અન્ય વેબસાઇટ પર પહોંચી જશો, જેથી તે વેબસાઇટ પર વ્યૂ આવી શકે. જો ક્યારેય પણ તમને આ પ્રકારની વેબસાઈટ પર કોઈ ફોર્મ ભરવાનું કહેવામાં આવે, તો આવું કરશો નહીં. કારણ કે આમ કરવાથી તમારી બધી માહિતી હેકર્સ પાસે ચાલી જાય છે. ઘણી વખત હેકર્સ જાણકારી મેળવ્યા બાદ તમને ફોન કરીને લોભામણી લાલચ આપીને પૈસા માંગે છે. ઘણી વખત આ પ્રકારની લિંક્સનો ઉપયોગ સિસ્ટમમાં માલવેર દાખલ કરવા માટે પણ કરવામાં આવે છે. માલવેર દ્વારા સિસ્ટમ પર કંટ્રોલ મેળવીને ખૂબ જ સરળતાથી ફ્રોડ કરી શકાય છે.”

છેલ્લે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર આ જ પ્રકારની ફેક લિંક્સને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. ક્લિકબેટ URL ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.

  • Claim Review : કેન્દ્ર સરકારે પીએમ સિલાઈ મશીન યોજનાના નામે એક નવી સ્કીન લૉન્ચ કરી છે.
  • Claimed By : ફેસબુક યુઝર રોયલ3119
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later