Fact Check: બીજેપી ફ્રી રિચાર્જ સ્કીમના દાવાની સાથે વાયરલ કરવામાં આવી ફેક લિંક
સોશિયલ મીડિયા પર બીજેપી ફ્રી રિચાર્જ સ્કીમના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ફેક છે. ભાજપ સરકારે આવી કોઈ યોજના શરૂ કરી નથી. સાયબર એક્સપર્ટે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.
- By: Jyoti Kumari
- Published: Oct 30, 2023 at 01:03 PM
- Updated: Oct 30, 2023 at 01:20 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ભારતીય જનતા પાર્ટી ફ્રી રિચાર્જ સ્કીમના દાવા સાથે સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝર્સને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે, જેથી 2024ની ચૂંટણીમાં વધુને વધુ લોકો ભાજપને વોટ આપે અને ફરીથી ભાજપની સરકાર બને.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. ભાજપ સરકાર તરફથી આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે. યુઝર્સે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર “আমী তোমাকে ভালোবাসি” “i love you”એ 24 ઓક્ટોબરના રોજ પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે, ”PM નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝર્સને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે, જેથી 2024ની ચૂંટણીમાં વધારે લોકો ભાજપને મત આપે અને ફરીથી ભાજપની સરકાર બની શકે. 3 મહિનાનું ફ્રી રિચાર્જ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. (છેલ્લી તારીખ – 31 ઓક્ટોબર 2023)”
ઘણા યુઝર્સ સમાન દાવા સાથે તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
તપાસ
BJP ફ્રી રિચાર્જ સ્કીમ વિશે જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય ન્યૂઝ રિપોર્ટ ન મળ્યા.
તપાસને આગળ વધારતા અમે વાયરલ પોસ્ટમાં આપેલી લિંકને ચેક કરી. અમને જાણવા મળ્યું કે ફ્રી રિચાર્જ મેળવવા માટે તમારે તમારો ફોન નંબર દાખલ કરવો પડશે અને આ લિંકને આગળ શેર કરવી પડશે. અમે અમારા વાચકોને વિનંતી કરીએ છીએ કે આવી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
તપાસને આગળ વધારતા અમે ભાજપના વેરિફાઈડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સર્ચ કર્યું. અમને દાવાની પુષ્ટિ કરતી કોઈપણ પોસ્ટ ન મળી.
તપાસમાં આગળ અમે ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર વેબસાઇટ પર પણ સર્ચ કર્યું. અમને ત્યાં પણ આવી કોઈ માહિતી મળી નથી.
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ પીએમ મોદીના નામે ફ્રી મોબાઈલ રિચાર્જ સ્કીમ હેઠળ તમામ ભારતીય યુઝર્સને 239 રૂપિયાનું 28 દિવસનું ફ્રી રિચાર્જ આપવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. તમે તે ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકો છો.
આ વિશે જાણકારી માટે અમે ઈન્ડિયન સાયબર આર્મીના સ્થાપક કિશ્લય ચૌધરી સાથે વાત કરી. તેમનું કહેવું છે કે, ‘આ પ્રકારના લલચાવનારા મેસેજની સાથે ફિશિંગ લિંક મોકલી લોકોને ફસાવવામાં આવે છે. આના પર ક્લિક કરવાથી હેકર યુઝરનો ડેટા ચોરી લે છે. યુઝરનું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. તેથી આવી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેને લગતી તમામ માહિતી મેળવી લેવી જોઈએ.’
તપાસના અંતે અમે ફેક પોસ્ટ શેર કરનાર યુઝરની તપાસ કરી. જાણવા મળ્યું કે યુઝર અગરતલાનો રહેવાસી છે. ફેસબુક પર લગભગ 5 હજાર લોકો યુઝરને ફોલો કરે છે.
निष्कर्ष: સોશિયલ મીડિયા પર બીજેપી ફ્રી રિચાર્જ સ્કીમના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ફેક છે. ભાજપ સરકારે આવી કોઈ યોજના શરૂ કરી નથી. સાયબર એક્સપર્ટે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.
- Claim Review : PM નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝર્સને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે.
- Claimed By : ફેસબુક યુઝર -আমী তোমাকে ভালোবাসি
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.