Fact Check : ‘કૌશલ ભારત કુશળ ભારત યોજના’ના નામે ફેક લિંક થઈ વાયરલ

વિશ્વાસ ન્યૂઝે જ્યારે દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે ‘કૌશલ ભારત કુશળ ભારત યોજના’ નામની વેબસાઈટની વાયરલ લિંક ફેક છે. વાયરલ લિંક સરકારી વેબસાઈટની નથી, પરંતુ યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરવા અને તેમની સાથે છેતરપિંડી કરવા માટે બનાવવામાં આવેલી ફેક લિંક છે. આ પ્રકારની કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ‘કૌશલ ભારત કુશળ ભારત યોજના’ નામની એક વેબસાઈટની લિંકને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાની વેબસાઈટ છે. સરકારી યોજનાના લાભોને મેળવવા માટે આ લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.

વિશ્વાસ ન્યૂઝે જ્યારે દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ લિંક ફેક છે. વાયરલ લિંક સરકારી વેબસાઈટની નહીં, પરંતુ યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરવા અને તેમની સાથે છેતરપિંડી કરવા માટે બનાવવા આવેલી ફેક લિંક છે. આ પ્રકારની કોઈ લિંક પર ક્લિક કરશો નહીં.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘રોજગાર સૂચના મંત્રાલય’એ 13 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ લિંકને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ”ફ્રી રજિસ્ટ્રેશન કરો, સમય મર્યાદા ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે. હાલ રાજ્યોમાં જિલ્લાવાર નિમણૂંકો કરવામાં આવશે. યોગ્યતા – ધોરણ 10, 12 પાસ અને ડિપ્લોમા ડિગ્રી ધારક અરજી કરી શકે છે.  Learn More અથવા photo પર ક્લિક કરીને ફ્રી રજિસ્ટર કરો.” 

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતાની જાણવા માટે અમે લિંકના URLને ધ્યાનથી જોઈ. અમને જાણવા મળ્યું કે વાયરલ લિંકનું URL kbkbygov.online છે, જ્યારે સરકારી વેબસાઇટનું URL government.in હોય છે.

લિંકની સત્યતા જાણવા માટે અમે સેફ્ટી ટૂલ્સનો ઉપયોગ કરીને વાયરલ લિંક પર ક્લિક કર્યું. ત્યારબાદ અમારી પાસે અમારી કેટલીક પર્સનલ માહિતી અને તસવીરો માંગવામાં આવી. તમામ માહિતી ભર્યા બાદ અમને તેને આગળ WhatsApp પર અન્ય લોકોની સાથે શેર કરવાનું કહેવામાં આવ્યું, જો તમે કોઈપણ સરકારી વેબસાઇટ પર નોંધણી કરાવો છો, ત્યારે તમને ક્યારેય પણ  WhatsApp પર આગળ શેર કરવા માટે કહેવામાં આવતું નથી. અમે અમારા યુઝર્સને સલાહ આપીએ છીએ કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો.

ડોમેન વિશે માહિતી મેળવવા માટે ડોમેન વિશે માહિતી આપતી વેબસાઇટ lookup.icann.orgની મદદ લીધી. તેની મદદથી અમે ડોમેનની માહિતી મેળવી. વેબસાઈટ અનુસાર, વાયરલ વેબસાઈટને 3 સપ્ટેમ્બર 2023ના રોજ બનાવવામાં આવી છે અને તેને યુએસમાં બનાવવામાં આવી છે.

તપાસને આગળ વધારતા અમે સરકારી વેબસાઈટને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમે ગૂગલ સર્ચની પણ મદદ લીધી. જોકે, અમને ‘કૌશલ ભારત કુશળ ભારત યોજના’ નામની કોઈપણ સરકારી વેબસાઈટની લિંક ન મળી અને ન તો અમને આ યોજના સંબંધિત કોઈ ન્યૂઝ રિર્પોટ મળ્યા. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયની વેબસાઈટ પર પણ આ યોજના સંબંધિત કોઈ માહિતી ન મળી.

અમને ઈકોનોમી ટાઈમ્સની વેબસાઈટ પર 9 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રકાશિત એક રિર્પોટ મળ્યો. રિપોર્ટમાં વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્કિલ ઈન્ડિયા મિશન વિશે જણાવવામાં આવ્યું છે. આ જ સ્કિલ ઈન્ડિયા મિશનની ટેગલાઈન હતી, ‘કૌશલ ભારત કુશળ ભારત’. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, “સ્કિલ ઈન્ડિયા મિશનનો ઉદ્દેશ્ય ભારતીય યુવાનોને ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય પ્રશિક્ષણ લેવામાં સક્ષમ બનાવવાનો છે.” તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે સરકાર આ કાર્યક્રમને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ચલાવે છે. India.gov વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને સારી આજીવિકા હાંસલ કરવામાં મદદ કરવાનો છે.

વધુ માહિતી માટે અમે સાયબર એકસપર્ટ અનુજ અગ્રવાલ સાથે વાતચીત કરી. તેમનું કહેવું છે કે, યુઝરના પર્સનલ ડેટાની ચોરી કરવા માટે આ પ્રકારની વેબસાઈટ બનાવવામાં આવે છે, જેથી યુઝર્સનો ડેટા મેળવી શકાય. પછી આ પ્રકારની વેબસાઇટ્સ યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરે છે અથવા  તેમના ડેટાને આગળ વેચી દેવામાં આવે છે. આ પ્રકારની કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ. હંમેશા સત્તાવાર વેબસાઇટ વિશે જાણીને તેના પર જ ક્લિક કરવું જોઈએ.

અંતે અમે ફેક લિંકને શેર કરનાર યુઝરના એકાઉન્ટની તપાસ કરી. યુઝરને 100 કરતાં વધુ લોકો ફોલો કરે છે. યુઝરના એકાઉન્ટની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે યુઝર આ પ્રકારની નકલી લિંક્સને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે જ્યારે દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે ‘કૌશલ ભારત કુશળ ભારત યોજના’ નામની વેબસાઈટની વાયરલ લિંક ફેક છે. વાયરલ લિંક સરકારી વેબસાઈટની નથી, પરંતુ યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરવા અને તેમની સાથે છેતરપિંડી કરવા માટે બનાવવામાં આવેલી ફેક લિંક છે. આ પ્રકારની કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ