X
X

Fact Check: ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ફેક લિંક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટને લઈને વાયરલ લિંક ફેક છે. યુઝર્સ સાથે છેતરપિંડી કરવા અને તેમની જાણકારી મેળવવાના હેતુથી આ લિંકને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે. આ પ્રકારની અનેક લિંક સોશિયલ મીડિયા પર વાયરલ છે. આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અને ટિકિટ સંબંધિત જાણકારી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં જ યોજાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વધુને વધુ લોકો વર્લ્ડ કપ મેચ જોવા માંગે છે. તેથી ક્રિકેટપ્રેમીઓ મેચની ટિકિટ મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ સાથે જોડાયેલી એક પોસ્ટ આ દિવસોમાં ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં એક લિંકને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લિંક પર ક્લિક કરીને ક્રિકેટ વર્લ્ડ કપ મેચોની ટિકિટ ખરીદી શકો છો અથવા જીતી શકો છો.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટને લઈને વાયરલ લિંક ફેક છે. યુઝર્સ સાથે છેતરપિંડી કરવા અને તેમની જાણકારી મેળવવાના હેતુથી આ લિંકને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે. આ પ્રકારની અનેક લિંક સોશિયલ મીડિયા પર વાયરલ છે. આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અને ટિકિટ સંબંધિત જાણકારી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘વિરાટ મેચ ફિક્સર’એ 15 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ લિંકને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “હું તમને બધાને કહેવા માંગુ છું કે મારો 1000 સબ્સ્ક્રાઇબર્સ સ્પેશિયલ કાર્યક્રમ ગિવ અવે આવી રહ્યો છે. તેના ઈનામ છે- વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ, વર્લ્ડ કપની સેમી ફાઇનલ ટિકિટ, નોઇઝ સ્માર્ટ વૉચ, નોઇસ ઇયરબડ્સ, VIVO T1 સ્માર્ટફોન. જો તમે ગિવ અવેમાં ભાગ લેવા માંગો છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અથવા નીચે આપેલી લિંકને શેર કરો. 1000 સબ્સ્ક્રાઇબર પૂરા થતા જ વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવશે. મારી મેઈન ચેનલ સાથે પણ જોડાઓ.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વાયરલ લિંકનું સત્ય જાણવા માટે અમે સૌથી પહેલા URLને ધ્યાનથી જોઈ. અમને જાણવા મળ્યું કે વાયરલ લિંકનું URL BCCI અને ICCની ઓફિશિયલ વેબસાઈટથી ઘણી અલગ છે. ICCની વેબસાઇટનું URL cricketworldcup.com છે અને BCCI વેબસાઇટનું URL bcci.tv છે, જ્યારે વાયરલ URL ICC_worldcup_tickets છે.

તપાસને આગળ વધારતા અમે સેલ્ફ ટૂલની મદદથી લિંક પર ક્લિક કર્યું. અમને ટેલિગ્રામમાં જોડાવવા માટે કહેવામાં આવ્યું. તેમજ અમને જાણવા મળ્યું કે વેબસાઈટમાં ઘણી સમસ્યાઓ છે. વેબસાઈટ યોગ્ય રીતે લોડ પણ થઈ રહી નથી. અમે અમારા વાચકોને વિનંતી કરીશું કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

સર્ચ દરમિયાન અમને દાવા સંબંધિત એક રિપોર્ટ અમર ઉજાલાની વેબસાઈટ પર મળ્યો. રિપોર્ટને 24 ઓક્ટોબર 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ”ફેક વેબસાઈટ iccw0rldcuptickets.com પર ટિકિટની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આ વેબસાઈટ પર 2000 રૂપિયાથી લઈને 18790 રૂપિયાના દરે ટિકિટો વેચાઈ રહી છે. ઈમેલ એડ્રેસ અને અન્ય ડેટા ભેગો કરીને ટિકિટોને જણાવેલ એડ્રેસ પર ઝડપથી મોકલવાનું આશ્વાસન આપીને પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. ટિકિટના ભાવમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ઠગો લિંક દ્વારા ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર પણ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને આ સાઇટને ફેક ગણાવી છે.”

દૈનિક જાગરણની વેબસાઈટ પર 25 ઓક્ટોબર 2023ના રોજ પ્રકાશિત થયેલા રિર્પોટ મુજબ, ”ગૂગલ પર સર્ચ કરી ક્રિકેટ વર્લ્ડ કપ મેચોની ટિકિટ બુક કરાવનારાઓને છેતરપિંડી કરનારાઓ ફેક વેબસાઈટથી ચૂનો લગાવી રહ્યા છે. અનેક ફરિયાદો મળ્યા બાદ લખનઉના જોઈન્ટ પોલીસ કમિશનર ઉપેન્દ્ર અગ્રવાલના નિર્દેશ પર સાયબર ક્રાઈમ સેલને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ સેલે ICC અને BCCIને પણ મેઈલ મોકલ્યો છે. પોલીસ હવે ફરિયાદની રાહ જોઈ રહી છે. જોઈન્ટ પોલીસ કમિશનર ઉપેન્દ્ર અગ્રવાલે કહ્યું કે વેબસાઈટની તપાસ કરવામાં આવી તો તે ફેક હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે BCCIની સાથે ICCને મેઈલ મોકલવામાં આવ્યો છે. તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે ટિકિટ બુક કરવા માટે ગુગલ પર સર્ચ ન કરો. અધિકૃત માધ્યમોથી જ ટિકિટ બુક કરાવો.”

ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટો વિશે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે મેચની ટિકિટોને BCCI અને Book my showની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. ટિકિટ અંગે BCCIએ પણ ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર માહિતી આપે છે.

આ ફેક લિંકને લઈને અમે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ સૈયદ હુસૈન સાથે વાત કરી. તેમણે અમને કહ્યું, ”જ્યારથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થયો છે. આ પ્રકારની ફેક વેબસાઈટો પણ ખૂબ આવી ગઈ છે. લોકોની સાથે છેતરપિંડી કરીને તેમના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે.”

સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલનું કહેવું છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ મોટી ઈવેન્ટ આવે છે, પછી તે ક્રિકેટ વર્લ્ડ કપ હોય કે પછી ચૂંટણી, સાયબર ક્રાઈમ કરનારાઓ એક્ટિવ થઈ જાય છે, કારણ કે તેમને એવું લાગે છે કે આ સમયે લોકોને છેતરવા ખૂબ જ સરળ હોય છે. તેઓ આવી ફેક લિંક અથવા વેબસાઇટ બનાવે છે અને લોકોની પર્સનલ ડિટેલ ચોરી કરે છે. ઘણી વખત આવી લિંક દ્વારા ડિવાઈસમાં માલવેર પણ દાખલ કરવામાં આવે છે. પછી યુઝરના ડિવાઈસનું કંટ્રોલ પોતાની પાસે લઈ લે છે. તેથી ક્યારેય પણ ઉતાવળમાં આવીને કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં, કારણ કે આપણી સલામતી આપણા હાથમાં છે.

અંતે અમે ફેક લિંકને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 1,052 ફ્રેન્ડ્સ છે. યુઝર આવી જ ફેક પોસ્ટને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટને લઈને વાયરલ લિંક ફેક છે. યુઝર્સ સાથે છેતરપિંડી કરવા અને તેમની જાણકારી મેળવવાના હેતુથી આ લિંકને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે. આ પ્રકારની અનેક લિંક સોશિયલ મીડિયા પર વાયરલ છે. આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અને ટિકિટ સંબંધિત જાણકારી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

  • Claim Review : ક્રિકેટ વર્લ્ડ કપની ટિકિટ જીતો.
  • Claimed By : ફેસબુક યુઝર 'વિરાટ મેચ ફિક્સર'
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later