Fact Check: જિયો દિવાળી ઑફરના નામે વાયરલ થઈ ફેક લિંક
વિશ્વાસ ન્યૂઝે જ્યારે દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે જિયોની દિવાળી ઑફરના નામે વાયરલ થયેલી લિંક ફેક છે. યુઝરનો ડેટા ચોરી કરવાના હેતુથી આ લિંકને શેર કરવામાં આવી રહી છે. આ લિંક જિયોની સત્તાવાર વેબસાઈટની નથી. આ પ્રકારની કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
- By: Pragya Shukla
- Published: Nov 20, 2023 at 11:14 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક લિંકને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે દિવાળીના અવસર પર જિયો તેના તમામ યુઝર્સને 1999 રૂપિયા આપી રહ્યું છે. લિંક પર ક્લિક કરવાથી પૈસા ખાતામાં જમાં થઈ જશે.
વિશ્વાસ ન્યૂઝે જ્યારે દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ લિંક ફેક છે. યુઝરના ડેટાને ચોરી કરવાના હેતુથી આ લિંકને શેર કરવામાં આવી રહી છે. આ લિંક જિયોની સત્તાવાર વેબસાઈટની નથી. આ પ્રકારની કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘એસ.પી બોહરા’ એ વાયરલ પોસ્ટને શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, “Jio તરફથી મોટું ઈનામ, Jio દિવાળી પર બધાને 1999 મફત…એકાઉન્ટમાં મેળવવા માટે લિંક પર ક્લિક કરો.”
પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ લિંકની સત્યતા જાણવા માટે અમે લિંક પર ક્લિક કર્યું, પરંતુ અમારી સિસ્ટમે અમને ચેતવણી આપતા લિંકને શંકાસ્પદ અને અસુરક્ષિત જણાવી.
તપાસને આગળ વધારતા અમે જિયોની સત્તાવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ચેક કર્યા. અમને દાવા સંબંધિત કોઈ પોસ્ટ અથવા જાણકારી ત્યાં મળી નથી. કીવર્ડ્સની મદદથી સર્ચ કરવા પર અમને દાવા સંબંધિત કોઈ ન્યૂઝ રિર્પોટ પણ ન મળ્યા, જેમાં એવું જણાવવામાં આવ્યું હોય કે દિવાળીના અવસર પર જિયો અથવા અંબાણી પરિવાર દ્વારા જિયો યુઝર્સને 1999 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
URLને ધ્યાનથી જોયા બાદ અમને જાણવા મળ્યું કે જિયોની સત્તાવાર વેબસાઇટનું URL jio.com છે, જ્યારે વાયરલ લિંકનું URL offsale.xyz છે.
વાયરલ લિંકના ડોમેન વિશે જાણવા માટે અમે Who is.comની મદદ લીધી. અમે વાયરલ લિંકને વેબસાઈટ પર મૂકી. ઉપલબ્ધ માહિતી અનુસાર, વાયરલ વેબસાઈટને 24 ઓગસ્ટ 2023ના રોજ બનાવવામાં આવી હતી. આ વેબસાઈટનું લોકેશન યુ.એસ છે.
વાયરલ લિંકને લઈને અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે, આજકાલ નકલી વેબસાઇટને બનાવવી ખૂબ જ સરળ છે. આ જ કારણ છે કે ઇન્ટરનેટ પર ઘણી નકલી વેબસાઇટ્સ હાજર છે અને ઠગો ખૂબ જ સરળતાથી જ નકલી વેબસાઈટ્સ બનાવીને લોકોને સાથે છેતરપિંડી આચરે છે. તેથી કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ, કારણ કે આ વેબસાઇટ્સને એવી રીતે બનાવવામાં આવે છે કે તે એકદમ અસલી લાગે છે. હંમેશા વેબસાઈટના URL પર ધ્યાન આપો અને હંમેશા સત્તાવાર વેબસાઈટ પર જઈને જરુર ચેક કરો.
અમે જિયો સાથે મેલ દ્વારા સંપર્ક કર્યો છે. રિપ્લાઈ આવશે ત્યારે સ્ટોરીને અપડેટ કરવામાં આવશે.
અંતે અમે ફેક લિંકને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝરના 4,831 ફ્રેન્ડ્સ છે અને તે એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ કરતો રહે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે જ્યારે દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે જિયોની દિવાળી ઑફરના નામે વાયરલ થયેલી લિંક ફેક છે. યુઝરનો ડેટા ચોરી કરવાના હેતુથી આ લિંકને શેર કરવામાં આવી રહી છે. આ લિંક જિયોની સત્તાવાર વેબસાઈટની નથી. આ પ્રકારની કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
- Claim Review : Jioની તરફથી મોટું ઈનામ, Jio દિવાળી પર બધાને 1999 મફત..એકાઉન્ટમાં મેળવવા માટે લિંક પર ક્લિક કરો.
- Claimed By : ફેસબુક યુઝર એસ.પી. બોહરા
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.