Fact Check : સ્વાસ્થ્ય મંત્રાલયની વીમા સ્કીમના નામે ફેક લિંક થઈ વાયરલ, ભૂલથી પણ ક્લિક ન કરતા
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સના નામે વાયરલ લિંકને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ લિંક એક ફિશિંગ લિંક છે. છેતરપિંડી કરવાના હેતુથી તેને શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટના મતે, આવી લિંક પર ક્લિક કરીને તમારી પાર્સનલ વિગતો શેર કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. હેકર્સ યુઝર્સના બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
- By: Pragya Shukla
- Published: Jun 15, 2024 at 05:33 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક લિંકને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 50થી 85 વર્ષની વયના સિનિયર નાગરિકોને ફ્રીમાં સ્વાસ્થ્ય વીમો આપવાનું એલાન કર્યું છે. આ વીમાને મેળવવા માટે યુઝરને લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સના નામે વાયરલ લિંકને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ લિંક એક ફિશિંગ લિંક છે. છેતરપિંડી કરવાના હેતુથી તેને શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટના મતે, આવી લિંક પર ક્લિક કરીને તમારી પાર્સનલ વિગતો શેર કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. હેકર્સ યુઝર્સના બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર સાલિક રામ તિવારીએ 29 મે 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરી હતી. પોસ્ટ પર લખવામાં આવ્યું છે, “મહત્વપૂર્ણ સમાચાર! 15 એપ્રિલ, 2024થી ભારત સરકારનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 50થી 85 વર્ષની વયના સિનિયર નાગરિકોને મફત સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરશે! અત્યારે જ વિગતો જુઓ. ”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે લિંકના URL પર ધ્યાનથી જોયું. અમને જાણવા મળ્યું કે તેનું URL medicalinsurance.today છે, જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટનું URL mohfw.government.in છે. આ પછી એ સ્પષ્ટ થાય છે કે પોસ્ટમાં જે લિંક છે તે એક ફિશિંગ લિંક છે.
તપાસને આગળ વધારતા અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને વાયરલ દાવા સાથે જોડાયેલો એક રિર્પોટ ભાસ્કર હિન્દીની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 24 મે 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ભારત સરકારે વાયરલ દાવાને નકારી કાઢતા તેને ફેક ગણાવ્યો છે. સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.
વધુ માહિતી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે આવી લિંક્સ ઘણીવાર છેતરપિંડી કરવા અથવા ક્લિકબેટ લિંક્સ તરીકે ઉપયોગ થાય છે. પહેલા તે યુઝર્સ પાસેથી તેમની અંગત માહિતી માંગશે. પછી તેઓને આર્થિક નુકસાન પહોંચાડશે. ક્લિકબેટ લિંક્સ જે હોય છે, તે મોનેટાઈજેશન કરવાના ઈરાદાથી શેર કરવામાં આવે છે. આવી લિંક્સ યુઝર્સને વ્યૂ અને લાઇક્સ મેળવવા માટે અન્ય વેબસાઈટ પર લઇ જાય છે.
અમે દૈનિક જાગરણ દિલ્હીમાં ભાજપ સંબંધિત સમાચારને કવર કરતા પત્રકાર સંતોષ સિંહ સાથે પણ સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે સરકાર દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. ભાજપે તેમના મેનિફોસ્ટમાં આ સામેલ કર્યું છે કે તેઓ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને ‘આયુષ્માન ભારત’નો લાભ આપશે.
ભારત સરકાર દ્વારા હેલ્થ ઈન્સ્યોરન્સ વિશે જાણવા માટે અમે તેમની સત્તાવાર વેબસાઇટને સર્ચ કરી. મળતી માહિતી નુજબ, સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના રૂપમાં એક યોજના ચલાવવામાં આવે છે. સરકારે આ યોજના આર્થિક રીતે નબળા લોકો માટે શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ આપે છે.
છેલ્લે અમે ફેક લિંકને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યૂઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટને શેર કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સના નામે વાયરલ લિંકને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ લિંક એક ફિશિંગ લિંક છે. છેતરપિંડી કરવાના હેતુથી તેને શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટના મતે, આવી લિંક પર ક્લિક કરીને તમારી પાર્સનલ વિગતો શેર કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. હેકર્સ યુઝર્સના બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
- Claim Review : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 50થી 85 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોને મફત સ્વાસ્થ્ય વીમો આપી રહ્યું છે.
- Claimed By : ફેસબુક યૂઝર- સાલિક રામ તિવારી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.