X
X

Fact Check : ભારતીય ક્રિકેટર કેએલ રાહુલના નિધનનો દાવો ફેક, એડિટેડ પોસ્ટને કરવામાં આવી રહી છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કેએલ રાહુલનું નિધન થયું નથી. વ્યુ અને લાઈક્સ મેળવવા માટે ખોટા દાવાને શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટર કેએલ રાહુલનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. કેએલ રાહુલનું નિધન થયું નથી. વ્યૂ અને લાઈક મેળવવા માટે ખોટા દાવાને શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ઈન્સ્ટાગ્રામ યુઝર sanchit_brahman123એ વાયરલ વીડિયોને શેર કર્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે, ”કેએલ રાહુલનું આજે સાંજે 7.30 વાગ્યે હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ 

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈપણ ન્યૂઝ રિર્પોટ મળ્યો નથી. અમને કેએલ રાહુલ સાથે જોડાયેલા ઘણા લેટેસ્ટ ન્યૂઝ મળ્યા, જેમાં તેમના આઈપીએલમાં કરવામાં આવેલા પ્રદર્શન વિશે જણાવવામાં આવ્યું છે.

અમે તપાસને આગળ વધારતા કેએલ રાહુલના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સતત એક્ટિવ છે. અમે તેમના પત્ની અથિયા શેટ્ટીના પણ સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસ્યા. અમને ત્યાં પણ આવી કોઈ માહિતી નથી મળી.

વધુ માહિતી માટે અમે ESPN cricinfoના સ્પોર્ટ્સ પત્રકાર અને એન્કર સૈયદ હુસૈન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. કેએલ રાહુલનું નિધન થયું નથી.

છેલ્લે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કેએલ રાહુલનું નિધન થયું નથી. વ્યુ અને લાઈક્સ મેળવવા માટે ખોટા દાવાને શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : કેએલ રાહુલનું હાર્ટ એટેકથી થયું અવસાન.
  • Claimed By : Instgram User sanchit_brahman123
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later