Fact Check: ક્રિએટિવ રીતે ખેંચવામાં આવેલી તસવીરને ભ્રામક દાવા સાથે વાયરલ કરાઈ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલી તસવીર એક ક્રિએટિવ ટેકનિકથી ખેંચવામાં આવી છે. આ સિવાય તસવીરમાં દેખાતા વ્યક્તિનો સંત હોવાનો દાવો ફેક છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પછી સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક વ્યક્તિને પાણીમાં યોગની મુદ્રામાં જોઈ શકાય છે. તસવીરને શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વ્યક્તિ એક સંત છે, જેમણે પોતાની શક્તિનો ઉપયોગ કરીને પાણીમાં યોગ કર્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલી તસવીર એક ક્રિએટિવ ટેકનિકથી ખેંચવામાં આવી છે. આ સિવાય તસવીરમાં દેખાતા વ્યક્તિનો સંત હોવાનો દાવો ફેક છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

વાયરલ પોસ્ટને શેર કરતા ફેસબુક યુઝરે લખ્યું કે, ‘કાશીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પંચગંગા ઘાટ પર ધીરજ ગોસ્વામીએ કર્યા જળ યોગ, આ દર્શાવે છે કે યોગ સાધનાથી કંઈ પણ સિદ્ધ કરી શકાય છે, આ છે ભારતીય સંસ્કૃતિ જેના પર દરેક ભારતીયને ગર્વ છે. #bjp #rahulgandhi #RahulGandhi #yogapractice #kashi #YogDiwas’

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે ગૂગલ લેન્સ દ્વારા વાયરલ ફોટાને સર્ચ કર્યો. આ દરમિયાન  અમને આ તસવીર અનિલ દિનકર નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ થયેલી મળી. 

અહીં તસવીરને 4 મે 2024ના રોજ અપલોડ કરવામાં આવી છે. તો આ તસવીરની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ફોટો વારાણસીમાં ખેંચવામાં આવ્યો છે. અહીં આપેલા કેપ્શનમાં અમને આ વ્યક્તિ સંત હોવા સંબંધિત કોઈ માહિતી મળી નથી.

તપાસને આગળ વધારતા અમે અનિલ દિનકરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ચેક કર્યું. અહીં આપેલા બાયો મુજબ, તે કાશીનો રહેવાસી છે અને ફોટોગ્રાફર છે.

વાયરલ તસવીર સાથે સંબંધિત પુષ્ટિ માટે અમે ઈન્સ્ટાગ્રામ દ્વારા અનિલ દિનકરનો સંપર્ક કર્યો અને તેણે અમને આ વિશે માહિતી આપી અને કહ્યું, ‘આ તસવીર મેં જ ખેંચી છે, આ એક રેન્ડમ ક્રિએટિવ શોટ છે. આ ફોટામાં દેખાતો વ્યક્તિ વારાણસીનો એક સામાન્ય વ્યક્તિ છે, સંત નથી.’

ભ્રામક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનીંગ દરમિયાન અમને જાણવા મળ્યું કે યુઝરને લગભગ 5 હજાર લોકો ફોલો કરે છે, યુઝર વારાણસીનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલી તસવીર એક ક્રિએટિવ ટેકનિકથી ખેંચવામાં આવી છે. આ સિવાય તસવીરમાં દેખાતા વ્યક્તિનો સંત હોવાનો દાવો ફેક છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ